ક્યારે મળશે માસ્ક માંથી છુટકારો? સરકારે જણાવ્યું કે ક્યાં સુધી માસ્ક પહેરી રાખવું પડશે

Posted by

કોરોના મહામારીએ આપણી લાઈફને દરેક રીતે બદલી નાખેલ છે. કોરોના થી અંતર જાળવી રાખવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, હાથને વારંવાર સેનિટાઈઝ કરવા આપણા દૈનિક જીવનનો હિસ્સો બની ગયેલ છે. કોરોના ની પહેલી અને બીજી લહેર ની લીધે જે રીતે દેશની અર્થવ્યવસ્થા અને જનજીવન પ્રભાવિત થયું હતું, તે આપણે ખુબ જ સારી રીતે જાણીએ છીએ. કોરોના ની ત્રીજી લહેર ક્યારે આવશે તેના વિશે પણ હવે સ્પષ્ટ રૂપથી કંઈ કહી શકાતું નથી.

તેની વચ્ચે સરકાર દેશભરમાં કોરોનાનું રસીકરણનું અભિયાન ચલાવી રહી છે. ઘણા લોકો તો કોરોના ના બંને ડોઝ લગાવી ચુક્યા છે. તેવામાં લોકોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આપણે ક્યાં સુધી માસ્ક પહેરી રાખવું પડશે. લોકો માસ્ક પહેરીને કંટાળી ગયા છે. ઘણા લોકોએ તો નોકરીનાં સમય દરમ્યાન ૮ થી ૧૦ કલાક સુધી સતત માસ્ક પહેરીને રહેવું પડે છે. તેમાં ઘણી વખત તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અથવા મુંઝારો થવા લાગે છે. એટલા માટે હવે દરેક લોકો જાણવા માગે છે કે આખરે આપણે આ માસ્ક ક્યાં સુધી પહેરી રાખવું પડશે.

તમે માત્ર વગર ક્યારે હરી-ફરી શકશો? તેનો જવાબ નીતિ આયોગના સદસ્ય ડોક્ટર વી.કે. પોલ દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જો આપણે કોરોનાને હરાવવો હોય તો વેક્સિન, દવા અને કોરોના ઉપયુક્ત વ્યવહારની સખત જરૂરિયાત છે. કોરોનાને જડમુડ માંથી ખતમ કરવા માટે તેની સાથે જોડાયેલા દરેક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. ભારતનાં લોકોએ આગલા વર્ષે પણ માસ્ક પહેરીને રાખવું પડશે.

ખુબ જ જલ્દી તહેવારોની સિઝન પણ આવવાની છે. તેવામાં ડોક્ટર પોલ દ્વારા તેને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ત્રીજી લહેર ની સંભાવના હજુ સુધી ટળી નથી. આવનારા સમયમાં તે વધારે ખતરનાક બની શકે છે. એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં ડોક્ટર વી.કે. પોલ ને માસ્ક પહેરવા ને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. તેના પર તેમણે કહ્યું હતું કે માસ્ક પહેરવાથી હાલમાં તો છુટકારો મળશે નહીં. તેમાં હજુ વધારે થોડો સમય લાગી શકે છે. આપણે આવતા વર્ષે પણ માસ્ક પહેરવાનું જાળવી રાખવું પડશે.

વળી જ્યારે ડોક્ટર પોલ ને પુછવામાં આવ્યું કે ભારતમાં ત્રીજી લહેર ક્યારે આવશે? તો તેના પર તેમણે કહ્યું હતું કે, “તે વાતથી ઇનકાર કરી શકાય નહીં જો આવતા ૪-૫ મહિનામાં રસીનાં માધ્યમથી હર્ડ ઇમ્યુનિટી બની જાય છે, તો વધારે સારું રહેશે. આપણે આ મહામારી થી બચવા માટે પોતાને તૈયાર રાખવાના રહેશે. આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે બધા એક સાથે મળીને બધા નિયમોનું પાલન કરીશું.”

દિવાળી અને દશેરા જેવા મોટા તહેવારને લઈને પણ ડો વી.કે. પોલ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “આ તહેવારોના સમયમાં પુર્ણ પ્રતિબંધોનું પાલન સખ્તાઈથી કરવું જોઈએ. જો આવું નહીં કરવામાં આવે તો કોરોના વાયરસ એકવાર ફરીથી ઝડપથી ફેલાઈ શકે છે.” તો હવે તમે જવાબ જાણી ચુક્યા છો તમારે ઓછામાં ઓછું આવતા એક વર્ષ સુધી માસ્ક પહેરવાનું જાળવી રાખવું પડશે. વળી યોગ્ય રહેશે કે તમે માત્ર પહેરવાને લઇને બેદરકારી ન કરો, નહીંતર કોરોના ની ત્રીજી માટે પણ તૈયાર રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *