કોરોના મહામારી થી ભારત ધીરે ધીરે પોતાની જંગ જીતવા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના ને હરાવવામાં સૌથી મોટું હથિયાર “વેક્સિન” માનવામાં આવી રહેલ છે. ભારતમાં દરરોજ ઝડપથી લોકોને કોરોના ની રસી લગાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી ની જાણકારી અનુસાર દેશમાં બુધવાર સુધીમાં આ આંકડો ૧૦૦ કરોડની સંખ્યાને પાર પહોંચી ગયો છે.
ભારતમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ થી વેક્સિન લગાવવાની પ્રક્રિયાની શરૂઆત થઇ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૧૦૦ કરોડ વેક્સિન લગાવી ચુકી છે. જોકે તેની વચ્ચે ઘણા મોટા સવાલ પણ ઉભા થઇ રહ્યા છે. સવાલ ખુબ જ સીધા અને સ્પષ્ટ છે. લોકો જાણવા માંગે રહ્યા છે કે હવે ક્યારે માસ્ક વગર તેઓ બહાર નીકળી શકશે? શું સેનેટાઈઝર ની આવશ્યકતા હજુ પણ રહેશે? શું પહેલાની જેમ આપણું જીવન બની શકે છે? આ પ્રકારના સવાલ ઉભા થવા પણ વ્યાજબી છે. તો ચાલો તેનો જવાબ જાણવાની કોશિશ કરીએ છીએ.
આ સંબંધમાં મહામારી એક્સપર્ટ ડોક્ટર ચંદ્રકાંત લહારિયા એ ખુબ જ મોટું નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી દેશમાં ૮૫ ટકા વસ્તીને વેક્સિનનાં બંને ડોઝ લગાવવામાં નહીં આવે, ત્યાં સુધી માસ્ક વગર ફરવાની પરવાનગી આપવી યોગ્ય નથી. ડોક્ટરે જણાવ્યું હતું કે જે દેશોમાં લોકોને માસ્ક ફ્રી કરવામાં આવેલ છે, ત્યાંની વસ્તી ખુબ જ ઓછી છે. ડોક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે પોતાની જરૂરિયાત અને પરિસ્થિતિના હિસાબથી નિર્ણય લેવો યોગ્ય પગલું રહેશે.
જાન્યુઆરી સુધીમાં ૬૦ થી ૭૦ ટકા વસ્તી હશે વેક્સિનેટેડ
સવાલ એવો પણ ઉભો થાય છે કે દેશમાં ક્યાં સુધીમાં કેટલા ટકા વસ્તીને વેક્સિન નાં બંને ડોઝ લગાવવામાં આવશે? તો તેના સંબંધમાં યસ સિક્યોરિટીનાં એક રિપોર્ટ અનુસાર જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ભારતનાં ૬૦ થી ૭૦ ટકા લોકો સંપુર્ણ રીતે વેક્સિનેટેડ થઈ જશે. વળી એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ૮૫ ટકા લોકોને વેક્સિનનાં બંને ડોઝ લગાવવાની સંભાવના છે. મતલબ કે ભારતના લોકો એ માસ્ક વગર ફરવા માટે હાલમાં અંદાજે ૬ મહિનાની રાહ જોવી પડશે.
દેશનાં આ રાજ્યમાં ૫૦ ટકાથી વધારે વસ્તીને લાગી ગયા બંને ડોઝ
સિક્કિમ અને ગોવા આ બંને રાજ્યો એવા છે, જ્યાં ૫૦ ટકાથી વધારે લોકોને વ્યક્તિના બંને ડોઝ લગાવવામાં આવી ચુકેલ છે. સિક્કિમ માં ૬૪% વસ્તીને અને ગોવામાં ૫૫% વસ્તીને બંને ડોઝ લગાવવામાં આવી ચુકેલ છે. વળી બે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષ્યદ્વીપ અને દાદરા નગર હવેલી પણ આ મામલામાં ખુબ જ સારું પ્રદર્શન કરી રહેલ છે. લક્ષદ્વીપમાં ૬૫ ટકા જ્યારે દાદરા નગર હવેલીમાં મોટાભાગના લોકોને વેક્સિનનાં બંને ડોઝ લગાવવામાં આવી દીધેલ છે.