હિન્દી સિનેમાની બિન્દાસ એક્ટ્રેસ કંગના રનૌતે ફિલ્મી દુનિયામાં પોતાના દમ પર એક ખાસ અને એક અલગ ઓળખાણ બનાવી છે. કંગના કોઈ પણ મુદ્દા પર સ્પષ્ટપણે બોલવામાં વિશ્વાસ રાખે છે. ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા સુધી દુનિયામાં હિટ થઈ ચુકેલી કંગના આજે એક મોટું નામ છે. ૨૩ માર્ચ, ૧૯૮૭માં કંગનાનો જન્મ હિમાચલ પ્રદેશના ભાબલામાં થયો હતો.
કંગના એ પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૬માં ૧૯ વર્ષની ઉંમરમાં કરી હતી અને તેમની પહેલી ફિલ્મ “ગેંગસ્ટર” આવી હતી. બોલિવુડમાં કંગના પોતાના નિવેદનો ની સાથે જ પોતાના અફેરને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેલી છે. ઘણા એક્ટર સાથે કંગનાનાં દિલના તાર જોડાયા છે, પરંતુ પ્રેમ કંગનાને વધારે માફક આવ્યો નહીં. આવો આજે તમને જણાવીએ કે કયા-કયા અભિનેતાઓ સાથે કંગનાનું નામ જોડાયું છે.
આદિત્ય પંચોલી
૯૦નાં દશકનાં જાણીતા અભિનેતા રહેલા આદિત્ય પંચોલી સાથે કંગના ઇશ્ક લડાવી ચુકી છે. બંને વચ્ચે ઉંમરમાં ૨૨ વર્ષનું અંતર હતું. તેમ છતાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ જલ્દી જ બંનેનાં રસ્તા પણ અલગ થઈ ગયા. જ્યારે બન્ને એક બીજાના નજીક આવ્યા ત્યારે કંગનાની ઉંમર ૨૧ વર્ષની હતી. જ્યારે આદિત્ય પંચોલી તે સમયે ૪૩ વર્ષના હતા. જણાવવામાં આવે છે કે તે દરમિયાન આદિત્ય પંચોલીએ પોતાના પરિવારને છોડીને કંગના સાથે લિવ ઇનમાં રહેવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ આદિત્યનાં ગુસ્સાવાળા વલણને કારણે આ રિલેશનનો અંત થઈ ગયો હતો. આદિત્ય કંગના સાથે મારપીટ કરવા લાગ્યા હતા અને તેના કારણે કંગનાએ આદિત્ય વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
અધ્યયન સુમન
અધ્યયન સુમન સાથે પણ કંગનાનાં સંબંધો ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. જણાવવામાં આવે છે કે અધ્યયન થી અલગ થયા બાદ કંગના ભાવનાત્મક રૂપથી ઘણી કમજોર થઈ ગઈ હતી. જણાવી દઈએ કે અધ્યયન અભિનેતા શેખર સુમનના દીકરા છે. રાઝ-2 નાં શુટિંગ દરમિયાન બંનેનો પ્રેમ ઝડપ થી વધવા લાગ્યો હતો. અધ્યયન નાં પિતા શેખર સુમન આ રિલેશન થી ખુશ હતા ન હતા અને તેવામાં રિલેશન વધારે દિવસો સુધી પણ ચાલી શક્યો નહીં.
અજય દેવગન
દિગ્ગજ અભિનેતા અજય દેવગન તે અભિનેતામાં સામેલ છે જેમનું લગ્ન પછી ઘણાં અફેર ચાલ્યા છે. ફિલ્મ “વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ” ની શુટિંગ દરમિયાન કંગના અને અજય એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા. બંને એ આગળ જઈને અન્ય ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું. પરંતુ બંનેની પ્રેમ કહાનીની ચર્ચાઓ જ્યારે જાણીતી અભિનેત્રી અને અજય દેવગનની પત્ની કાજોલને થઈ તો પછી બંનેના રિલેશનમાં તિરાડ ઉત્પન્ન થઈ ગઈ.
ઋત્વિક રોશન
બોલિવુડ સુપરસ્ટાર ઋતિક રોશન અને કંગના રનૌત એક સમયે ખુબ જ ચર્ચામાં રહી ચુક્યા છે. વળી હજુ પણ બંનેના રિલેશનને લઈને ચર્ચા થતી રહે છે. જણાવી દઈએ કે કંગના પોતે તે વાતનો સ્વીકાર કરી ચુકી છે કે ઋત્વિક રોશન તેમના એક્સ બોયફ્રેન્ડ રહી ચુક્યા છે. જોકે ક્યારેક બન્ને વચ્ચેનો પ્રેમ પ્રસંગ હાલ કાનુની કાર્યક્ષેત્રમાં છે. જો કે એક સમયે બંને એકબીજાને ઘણા પસંદ કરતા હતા. કંગના અને ઋત્વિકનાં રિલેશનને ઋત્વિક અને સુઝેનનાં લગ્ન તુટવાનું કારણ માનવામાં આવે છે. મહત્વપુર્ણ છે કે કંગનાનું સૌથી વિવાદિત લવ અફેર ઋત્વિક રોશન સાથે રહ્યું છે.
નિકોલસ લફર્તી
કંગના એ બધા સામે સિમી ગ્રેવાલ નાં શોમાં પોતે તે વાતનો ખુલાસો કર્યો હતો કે તે બ્રિટિશ ડોક્ટરની નિકોલસ લફર્તી સાથે રિલેશનમાં છે. જોકે કંગનાનાં આ રિલેશન પણ વધારે સમય સુધી ચાલવામાં નિષ્ફળ રહ્યા. અંગ્રેજી બોયફ્રેન્ડ સાથે કંગના વધારે દિવસો સુધી રહી શકી નહીં.