કહેવામાં આવે છે કે સમયનો કોઈ ભરોસો નથી. આજે તમે રાજા છો તો કાલે ફકીર પણ બનતા સમય નથી લાગતો. આવું જ કંઈક બોલિવૂડના આ ૧૦ સિતારાઓની સાથે પણ થયું. એક જમાનામાં તેઓ ખૂબ જ અમીર અને ફેમસ હતા. પરંતુ અંતિમ સમયમાં તેઓ બરબાદ થઈ ગયા હતા.
ઓ.પી. નય્યર
બોલિવૂડના જાણીતા મ્યૂઝિક કમ્પોઝર ઓ.પી. નૈયર તેમની શરાબની લતને કારણે બરબાદ થઈ ગયા હતા. પોતાની શરાબ પીવાની આદતને કારણે તેમણે પોતાના ફેમિલીને પણ છોડી દીધું હતું. એવું કહેવામાં આવે છે કે એક સમય એવો પણ હતો જ્યારે ઓપી નૈયર ઇન્ટરવ્યૂ આપવાના બદલામાં લોકો પાસેથી શરાબ અને પૈસા માંગતા હતા.
અચલા સચદેવ
પોતાના જમાનાની મશહૂર અભિનેત્રી અચલા સચદેવનાં દીકરા અને દીકરી એ તેમને છોડી દીધા હતા. જ્યારે તેઓ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે તેમની પાસે પરિવારનો કોઈ સદસ્ય હતો નહીં. એકલા જ દર્દ ભરેલી પરિસ્થિતિમાં ભગવાન પાસે ચાલ્યા ગયા હતા.
પરવીન બાબી
પરવીન બાબી પોતાના જમાનામાં ખૂબ જ ફેમસ એક્ટ્રેસ હતી. જોકે ૨૨ જૂન ૨૦૦૫નાં રોજ પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જણાવવામાં આવે છે કે તેમને કોઈ માનસિક બીમારી હતી. તેમના મૃત્યુ બાદ બે દિવસ સુધી તેમની બોડી લેવા માટે પણ કોઈ આવ્યું ન હતું. તેવામાં મહેશ ભટ્ટે તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો.
મીના કુમારી
મીનાકુમારી બોલિવૂડની ખૂબ જ જાણીતી અભિનેત્રી છે. તેમને દરેક લોકો પસંદ કરતા હતા. તે પોતાની કારકિર્દીના ટોપ પર હતા. જોકે બાદમાં તેમણે પોતાના પ્રેમી કમલ અમરોહી સાથે લગ્ન કરી લીધા હતા અને તેમને શરાબની આદત પડી ગઈ હતી. તેના કારણે તેમનો અંત પણ ખૂબ જ ટ્રેજિક હતો.
રાજ કિરણ
રાજ કિરણ પોતાના સમયમાં એક શ્રેષ્ઠ અભિનેતા હતા. જો કે વર્ષ ૨૦૧૦માં તેઓ એટલાન્ટાના એક પાગલખાનામાં મળી આવ્યા હતા. તેઓ અચાનક ગાયબ થઇ ગયા હતા તો લોકોને લાગ્યું હતું કે તેઓ મરી ગયા છે. પરંતુ બાદમાં તેમના કર્જ ફિલ્મનાં સહ કલાકાર ઋષિ કપૂરે શોધખોળ કરાવી અને રાજ કિરણ પાગલખાનામાં મળી આવ્યા હતા.
મિતાલી શર્મા
મિતાલી શર્મા ભોજપુરી ફિલ્મોની ટોપ અભિનેત્રી હતી. પરંતુ થોડા સમય પહેલાં જ તેમને રસ્તા પર ભીખ માંગતા જોવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસ દ્વારા તેમને ચોરી કરતા પણ પકડી લેવામાં આવી હતી.
ભગવાન દાદા
એક્ટર અને ડિરેક્ટર ભગવાન દાદા એક જમાનામાં ખૂબ જ અમીર હતા. લક્ઝરી કાર થી લઇને મોટા-મોટા બંગલા સુધી તેમની પાસે બધું જ હતું. જોકે પોતાના અંતિમ સમયમાં તે મુંબઈ ના સ્લમ એરિયામાં રહેવા માટે મજબૂર બની ગયા હતા. એવું કહેવામાં આવે છે કે તેમની આ પરિસ્થિતિ “જમેલા” અને “અલબેલા” ફિલ્મ ફ્લોપ થયા બાદ થઈ હતી.
ભારત ભૂષણ
ભારત ભૂષણ બોલીવુડના દિગ્ગજ અભિનેતા માંથી એક છે. તેમના ખોટા ખર્ચાની આદતને કારણે અને મીનાકુમારી સાથે અફેરને કારણે તેમણે પોતાની પાસે હતું એ બધું જ ગુમાવી દીધું હતું. સૂત્રોનું માનવામાં આવે તો તે પોતાના ખર્ચ માટે ફિલ્મ સ્ટુડિયોનાં ગેટ પર ચોકીદારી પણ કરતા હતા.
ગીતાંજલી નાગપાલ
એક જમાનામાં ફેશન ડિઝાઈનરની પહેલી પસંદગી રહેવા વાળી મોડલ ગીતા નાગપાલને ડ્રગ્સની આદતે બરબાદ કરી નાખી હતી. તેને દિલ્હીમાં ભીખ માંગતા અને ઘરોમાં કામવાળી બનીને કામ કરતા પણ જોવામાં આવેલ છે.
જગદીશ માલી
અંતરા માલી ના પિતા અને શ્રેષ્ઠ ફોટોગ્રાફર જગદીશ માલી એક જમાનામાં બોલિવૂડમાં સૌથી વધારે ડિમાન્ડમાં હતા. બાદમાં તેઓને મુંબઇની સડકો પર ભીખ માંગતા પણ જોવામાં આવ્યા હતા. બાદમાં સલમાન ખાને તેમની મદદ પણ કરી હતી.