ક્યારેય પણ કિન્નરોને દાનમાં ન આપો આ ૪ ચીજો, અંહિતર આવી શકે છે મોટું સંકટ, ઘરમાં બરકત રહેશે નહીં

Posted by

જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે આપણા સમાજમાં વધુ એક સમાજ “કિન્નર સમાજ” પણ રહે છે. આ એક એવો શબ્દ છે જે મહિલા અને પુરુષ બંનેમાં સમાવેશ થાય છે. ભારતીય શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો કિન્નરોને ખુબ જ મહત્ત્વપુર્ણ માનવામાં આવેલ છે. એવું જણાવવામાં આવે છે કે કિન્નરો ની દુઆ અને બદદુવા માનવજીવન ઉપર ખુબ જ ઊંડો પ્રભાવ પાડે છે. એટલા માટે ક્યારેય પણ ભલથી પણ કિન્નરોની બદદુવા લેવી જોઈએ નહીં.

આપણા ભારતમાં દરેક ખુશીનાં અવસર પર નાચવા ગાવાની પરંપરા છે. ભલે લગ્ન હોય કે બાળકનો જન્મ આ ખાસ અવસર પર લોકો ખુશી થી ઉજવણી કરતાં હોય છે અને આ ખાસ અવસર પર કિન્નરો ઘરમાં આવીને નાચ-ગાન અને દક્ષિણા આપવાની પરંપરા પણ છે. જો કોઇ માંગલિક અથવા તહેવાર હોય તો તે સમયે પણ કિન્નરોને દાન-દક્ષિણા આપવાની પરંપરા છે. જો કિન્નર ખુશ થઈને તમને દુઆ આપે છે તો તેનાથી જીવન હંમેશા સુખપુર્વક પસાર થાય છે. જેના લીધે કહેવામાં આવે છે કે કિન્નરોને હંમેશા દિલ ખોલીને દાન કરવું જોઈએ.

માન્યતા અનુસાર જો કિન્નરોને દાન આપવામાં આવે તો તેનાથી જીવનમાં બરકત અને સુખ-શાંતિ જળવાઈ રહે છે. પરંતુ અમુક ચીજો એવી છે જે કિન્નરોને ભુલથી પણ દાનમાં આપવી જોઈએ નહીં. જો તમે આ ચીજોનું દાન કરો છો તેનાથી જીવનમાં ઘણી બધી પરેશાનીઓ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી અમુક એવી ચીજો વિશે જાણકારી આપીશું, જેને તમારે કિન્નરોને દાનમાં આપવી જોઈએ નહીં.

સાવરણી

ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે સાવરણી માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે, એટલા માટે ભુલથી પણ તેને કિન્નરોને દાનમાં દેવી જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેના લીધે માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને રિસાઈને તમારો સાથ છોડી શકે છે. જેના કારણે ઘરમાં હંમેશા આર્થિક તંગી જળવાઈ રહે છે, એટલું જ નહીં પરંતુ ખર્ચમાં પણ વધારો થવા લાગે છે.

જુના કપડા

તમારે ભુલથી પણ જુના કપડા કિન્નરોને દાન આપવા જોઈએ નહીં. તેના લીધે જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. તમારે જુના કપડા કોઇ કિન્નરને દાનમાં આપવાને બદલે કોઇ ગરીબને આપી દેવા જોઈએ. પરંતુ કિન્નરોને પહેરેલા જુના કપડા દાનમાં આપવા જોઈએ નહીં.

પ્લાસ્ટિકની ચીજો

ઘણી વખત જોવામાં આવે છે કે લોકો પ્લાસ્ટિકની ચીજો કિન્નરોને દાનમાં આપી દેતા હોય છે. પરંતુ ભુલથી પણ આવું કરવું જોઈએ નહીં. કારણ કે તેના કારણે ઘરના સદસ્યોની પ્રગતિમાં અડચણ ઊભી થાય છે. જો તમારા ઘરમાં કોઈ પ્લાસ્ટિકની બોટલ નકામી પડી હોય તો તમારે તેની કિન્નરને દાનમાં આપવી જોઈએ નહીં. આવું કરવાથી તમારી પ્રગતિ અટકી જાય છે. સાથોસાથ પરિવારમાં બીમારી આવે છે. સતત કોઈને કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.

તેલ

જ્યારે કોઈ શુભ અવસર હોય છે તો તેવામાં કિન્નર લોટ અથવા ચોખા લઈને જાય છે, પરંતુ તમારે તે વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે કિન્નરોને ભુલથી પણ તેલનું દાન દેવું જોઈએ નહીં. નહીંતર તેનાથી ઘરમાં કોઈને કોઈ સંકટ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *