“લગાન” ની એક્ટ્રેસ ગ્રેસી સિંહ ૨૦૨૨માં ૪૧ વર્ષની ઉંમરે કરવાની છે લગ્ન, અત્યારે સુંદરતા જોઈને મન મોહી જશે

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી એવી દમદાર અભિનેત્રીઓ સામેલ છે, જે ૪૦ની ઉંમરને પાર કર્યા છતાં પણ લગ્ન સાથે જોડાયેલા સવાલ થી દુર રહે છે. આ લિસ્ટમાં ગ્રેસી સિંહ નું નામ પણ સામેલ છે. ગ્રેસી ૪૧ વર્ષની છે, પરંતુ એક્ટ્રેસ હજુ પણ કુંવારી છે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસનું નામ આજ સુધી કોઈપણ કો-એક્ટર સાથે જોડાયું નથી અને ગ્રેસી સિંહનું ક્યારે કોઈ અફેર મીડિયા હેડલાઇન્સ માં સામે આવ્યું છે. જોકે એક્ટ્રેસે થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તે જલ્દી જ કોઈ સાથે લગ્ન કરવાની તૈયારી કરી શકે છે. આવો તમને જણાવીએ કે એક્ટ્રેસે શું કહ્યું હતું.

પહેલા તમે એ જાણી લો કે, બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ગ્રેસી સિંહ નું નામ ગ્લેમરસ અભિનેત્રીનાં લિસ્ટમાં લેવામાં આવે છે. એક્ટ્રેસનાં એક લુક પર લાખો લોકો દિવાના છે. એટલું જ નહી ફિલ્મ “લગાન” માં તેના દમદાર એક્ટિંગને આજે પણ ફેન્સ ઘણી પસંદ કરે છે. ગ્રેસી એક ટ્રેન્ડ ઓડિસી અને ભારતનાટ્યમ ડાન્સર છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ડાન્સ ગ્રુપ “ધ પ્લેનેટ્સ” સાથે કરી હતી. જ્યારે એક્ટ્રેસ પહેલીવાર ટીવી સીરીયલ “અનામત” માં નજર આવી હતી. ત્યારબાદ ગ્રેસી મુન્નાભાઈ એમબીબીએસ અને ગંગાજલ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

આવો હવે તમને એક્ટ્રેસનાં ઈન્ટરવ્યુ વિશે બતાવીએ. હકીકતમાં વર્ષ ૨૦૨૦માં ગ્રેસી સિંહે “ઈ ટાઈમ્સ” ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે લગ્ન કરીને કોઈ સાથે પોતાનું ઘર વસાવવા વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે. તેના પર ગ્રેસી સિંહે જણાવ્યું હતું કે, હવે તેમણે લગ્ન માટે મન બનાવી લીધું છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, “હા, હું લગ્ન કરવા ઈચ્છું છું”. જોકે તેની આગળ એક્ટ્રેસે એવું પણ જણાવ્યું હતું કે હજુ તેમના લગ્નનો સાચો સમય નથી આવ્યો. ગ્રેસી એ કહ્યું હતું કે, “મને લાગે છે કે અત્યારે લગ્ન માટે સાચો સમય નથી આવ્યો.” જ્યારે ગ્રેસીને તેમના લગ્નનાં યોગ્ય સમય વિશે સમય વિશે પૂછવામાં આવ્યું તો એક્ટ્રેસે કહ્યું હતું કે, “કદાચ બે વર્ષ બાદ બરાબર સમય હશે.”

તેમાં આગળ ગ્રેસી સિંહે જણાવ્યું હતું કે, તેમના મેનેજર મિસ્ટર જોશીનાં નિધન પછી તેમના કારકિર્દીમાં બધું બદલાઇ ગયું હતું. તેમણે ફિલ્મી મેકર અને પ્રોડ્યુસરને પ્રોજેક્ટ માટે ફોન કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે એક્ટ્રેસે કહ્યું હતું કે, મારા મેનેજર મિસ્ટર જોશી સતત મને ફોન દ્વારા પ્રોજેક્ટ અપાવવાની કોશિશ કરતા હતા. ૨૦૦૮માં તેમનું નિધન થઇ ગયું હતું. હું તેમના ગયા બાદ વધારે ફિલ્મ નિર્માતાઓને ફોન કરવા ઇચ્છતી ન હતી. મારા વધારે કોન્ટેક્ટ પણ ન હતા. ધીરે-ધીરે હું સૌથી અલગ થવા લાગી અને મને લાગવા લાગ્યું કે હવે મારે બીજું કંઈ કરવાની કોશિશ કરવી જોઈએ.”

આ ઇન્ટરવ્યુમાં છેલ્લે ગ્રેસીએ જણાવ્યું હતું કે, તેમને ડાયરેક્શન ઘણું પસંદ છે, કારણ કે તેમને કહાની લેખન થી પ્રેમ છે. ગ્રેસીએ કહ્યું હતું કે એક સમય આવશે જ્યારે હું એક ફિલ્મનું નિર્દેશન કરીશ. મને નિર્દેશનમાં વધારે રુચિ છે. મને કહાની લેખન પણ પસંદ છે.

હાલમાં ગ્રેસી સિંહ ફિલ્મી પડદાથી દુર છે, પરંતુ એક્ટ્રેસ ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તો ગ્રેસી સિંહનાં ઈન્ટરવ્યુ પર તમારું શું મંતવ્ય છે? અમને કોમેન્ટ બોકસમાં જણાવો અને જો તમે અમને કોઈ સુચન આપવા ઇચ્છો છો, તો જરૂર આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *