આ ૪ કામ કર્યા બાદ પુજામાં બેસવું જોઈએ નહીં, લાગે છે મહાપાપ અને ઘરમાં આવી જાય છે ગરીબી

Posted by

પુજા એક એવી ચીજ છે જેને કરવાથી ભગવાન આપણી ઉપર પ્રસન્ન થતા હોય છે. મોટાભાગના હિંદુ ધર્મ વાળા ઘરમાં પુજાપાઠ કરવામાં આવે છે. તેનાથી આપણા ઘરમાં હંમેશાં બરકત જળવાઇ રહે છે તથા પરિવારમાં પણ સુખ શાંતિ રહે છે અને આપણા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી રહેતી નથી. સાથોસાથ પુજા-પાઠ કરવાથી પરેશાનીઓ અને દુઃખ પણ દુર થઈ જાય છે.

Advertisement

જો કે પુજામાં બેસતા પહેલાં આપણે અમુક વિશેષ વાતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. જો તમે અમુક વિશેષ કામ કરીને પુજા પાઠ કરવા બેસો છો તો તમે મહાપાપ નાં ભાગીદાર બની શકો છો. આ ચીજો આપણા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે, એટલા માટે ક્યારે પણ પુજા પાઠ માં બેસતા પહેલા આ ૪ કામ બિલકુલ પણ કરવા જોઇએ નહીં.

નોનવેજ ભોજન કર્યા બાદ

જો તમે કોઈ પણ પ્રકારના માંસાહાર ભોજનનું સેવન કરો છો તો ત્યાર બાદ તમારે પુજાપાઠમાં બેસવું જોઈએ નહીં. આવું કરવાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. ભગવાનને સૃષ્ટિમાં રહેલા બધા જ પ્રાણીઓ પ્રિય હોય છે. તેમાં મનુષ્યોની સાથે જ જાનવર પણ આવે છે. એ જ કારણ છે કે જ્યારે તમે નોનવેજ નું સેવન કરીને પુજાપાઠમાં બેસો છો તો ભગવાન તમારાથી નારાજ અને ક્રોધિત થઈ શકે છે. એટલા માટે કોઈપણ પુજામાં બેસતા પહેલા તમારે નોનવેજ ખાવાથી દરેક પરિસ્થિતિમાં બચવું જોઈએ. સાથો સાથ રોજિંદી પુજા પણ નોનવેજ નું સેવન કરતાં પહેલાં જ કરી લેવી જોઇએ. તેનાથી તમારી પુજા પુર્ણ થશે અને તમારી બધી જ મનોકામના પણ પુર્ણ થશે.

શૌચાલય ગયા બાદ

સામાન્ય રીતે આપણે બધા સરખા સમયે શૌચાલય જતાં હોઈએ છીએ અને ત્યારબાદ સ્નાન કરીને પવિત્ર બનીએ છીએ. ત્યાર બાદ ભગવાનના પુજા-પાઠ કરવામાં કોઇ પણ જાતની પરેશાની થતી નથી. જો કે ઘણી વખત એવું બનતું હોય છે કે સ્નાન કર્યા બાદ આપણે ફરીથી શૌચાલય જવું પડે છે. આવી સ્થિતિમાં તમારે બીજી વખત સ્નાન કર્યા વગર પુજાપાઠમાં બિલકુલ પણ બેસવું જોઈએ નહીં. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો જ્યારે પણ તમે શૌચાલય જાઓ છો તો સ્નાન કર્યા બાદ જ પુજાપાઠમાં બેસવું જોઈએ. શૌચાલય ખુબ જ નેગેટિવ એનર્જી હોય છે. તેવામાં તમારે પુજાપાઠમાં સામેલ થતાં પહેલાં પોતાને સ્નાન કરીને શુદ્ધ કરવા આવશ્યક છે.

લડાઈ-ઝઘડો કર્યા બાદ

પુજા હંમેશા શાંત મનથી કરવામાં આવે છે. પુજા પાઠમાં ક્યારેક ગુસ્સાવાળા મન થી અથવા તો દુઃખી મનથી બેસવું જોઈએ નહીં. જ્યારે પણ તમે કોઈની સાથે લડાઈ-ઝઘડો કરો છો તો તમારું મન વિચલિત બની જાય છે અને તમારા વિચારો બિલકુલ પણ શુદ્ધ હોતા નથી. તમે પુજામાં ૧૦૦% પોતાનું ફોકસ કરી શકતા નથી. એ જ કારણ છે કે લડાઈ ઝઘડો કર્યા બાદ તુરંત પુજાપાઠ કરવા બેસવું જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે.

ગંદકી વાળું કામ કર્યા બાદ

જો તમે કોઈ એવું કામ કરો છો જેનાથી તમારા કપડાં અને શરીર બંને ગંદા થઈ ગયા છે, તો આવી સ્થિતિમાં પણ તમારે પુજામાં બેસવું જોઈએ નહીં. જો તમે તેમ છતાં પણ પુજામાં બેસવા માંગો છો તો સૌ પ્રથમ તમારે સ્નાન કરવું અને ચોખ્ખા કપડા પહેરીને જ પુજાપાઠમાં બેસવું જોઈએ. ગંદકી વાળા કપડા અથવા શરીરને લઈને પુજામાં બેસવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી તમે ભગવાન ની પાસે નેગેટિવ એનર્જી લઈને આવો છો, જેનાથી ભગવાન તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.