લગ્ન કરીને બાળકોને જન્મ આપવા ઈચ્છે છે જયા કિશોરી, પરંતુ ભાવિ પતિએ પુરી કરવાની રહેશે આ શરત

Posted by

જયા કિશોરીનું નામ ભારતની ફેમસ કથાવચિકા નાં રૂપમાં જાણીતું છે. તે એક ભજન ગાયીકા પણ છે. માત્ર ભારત જ નહીં વિદેશોમાં પણ તેમના અનેક અનુયાયીઓ છે. જયા કિશોરીનો જન્મ ૧૯૯૬માં થયો હતો. તેમનું અસલી નામ જયા શર્મા છે. પરંતુ લોકો એને જયા કિશોરીનાં રૂપમાં જાણે છે. તે જ્યારે ૯ વર્ષની હતી ત્યારથી તે આધ્યાત્મિકની તરફ ખેંચાતી ચાલી ગઈ હતી. તે લાઈફ મેનેજમેન્ટ ટિપ્સ અને મોટીવેશનલ સ્પીચ આપવા માટે યુવાઓ વચ્ચે ઘણી પ્રસિદ્ધ છે. લાઈફ સાથે જોડાયેલ આ વિષય પર સેમિનાર અને વેબીનાર પણ લે છે.

કલકત્તામાં રહેવાવાળી જયા કિશોરી પોતાના પરિવાર સાથે કલકત્તામાં રહે છે. તેમના પિતાનું નામ શિવ શંકર શર્મા, માતાનું નામ સોનિયા શર્મા અને બહેનનું નામ ચેતના શર્મા છે. જયા કિશોરી નાની ઉંમરમાં જ ભાગવત ગીતા, નાની બાઈ કા માયરો, નરસિંહ કા ભાત જેવી કથા સાંભળવાનું શરૂ કરી દીધું હતું .લોકો જયાની પર્સનલ લાઈફને જાણવા માટે પણ ઘણા ઉત્સુક રહે છે. ગુગલ પર તેમના લગ્ન અને પતિને લઈને ઘણું સર્ચ થાય છે.

જયા કિશોરીનાં લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણું બધું ચાલે છે. તેમનો એક વીડિયો પણ છે જેમાં તે પોતાના લગ્નનો પ્લાન લોકોને બતાવતી નજર આવી રહી છે. જો તમે પણ જયા કિશોરી સાથે લગ્ન સાથે જોડાયેલી જાણકારી ઇચ્છો છો, તો એકદમ સાચી જગ્યા પર આવ્યા છો. આજે અમે તમને એ વિશે વિસ્તારથી જણાવીશું.

એક ઇન્ટરવ્યૂમાં જ્યારે જયા કિશોરીને લગ્નને લઈને સવાલ કર્યો તો તેમને કહ્યું હતું કે, “હું સંત નથી. એક સાધારણ યુવતી છું. હું પણ સામાન્ય યુવતીની જેમ જીવન જીવવા ઇચ્છું છું. એટલા માટે હું પણ લગ્ન કરીશ અને જો કે તેમાં હજુ થોડો સમય છે. લગ્ન પછી હું પ્રભુની ભક્તિ કરવાની છોડીશ નહીં.”

એક અન્ય ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું હતું કે, “લગ્ન એક એવી વસ્તુ છે, જ્યાં કોઈ જાતની કોઈ બદલી નથી થતી. એવું નથી થતું કે તમારી જગ્યાએ કોઈ બીજું લગ્ન કરે. જે રીતે સ્વર્ગ જોવા માટે મરવું પડે છે એ રીતે પોતે લગ્ન પણ કરવા પડે છે.”

પોતાના લગ્નને લઈને જયા કિશોરીએ એક અનોખી શરત પણ રાખી છે. સંસ્કાર ટીવી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે કહે છે કે, જો મારા લગ્ન કોલકાતામાં જ થાય છે તો એ ઉત્તમ થશે. આ રીતે હું મારા ઘરે ક્યારેક ક્યારેક આવીને ખાઈ શકું છું. જો કે, જો તેમના લગ્ન ક્યાંક બીજે થાય છે, તો એક શરત છે. તે પોતાના માતા-પિતાને પણ એ જગ્યાએ શિફ્ટ કરવા ઈચ્છે છે, જ્યાં એમના લગ્ન થશે. તે ઈચ્છે છે કે લગ્ન પછી પણ તેમનાં માતા-પિતા તેમના ઘરની આસપાસ જ રહે.

આ શરતને લઈને તેમનો પોતાનો એક તર્ક પણ છે. થોડા સમય તેમણે એક મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ બાબત પર ચર્ચા કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, હું ઘણી ગભરાયેલી છું. કારણ કે લગ્ન પછી છોકરી હોવાના કારણે એણે પોતાનું ઘર છોડવા પડે છે. લગ્ન પછી બીજાના ઘરે જઈને રહેવું પડશે. તે કહે છે કે હું મારા માતા-પિતા વગર લાઈફની કલ્પના પણ નથી કરી શકતી. બસ એજ કારણે તે પોતાના ઘર નજીક જ લગ્ન કરવા ઈચ્છે છે.

જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *