લગ્ન બાદ કિયારા આડવાણી ની સુંદરતામાં અલગ જ નિખાર જોવા મળી રહ્યો છે, નવા ફોટોશુટમાં કિયારા ની અદાઓ જોઈને લોકો ક્રેઝી બન્યા

Posted by

અભિનેત્રી કિયારા આડવાણીની સુંદરતામાં લગ્ન બાદ વધારે નિખાર આવી ગયો છે. પોતાની લેટેસ્ટ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે, જેનાથી તહેલકો મચી ગયો છે. તેના ફેન્સ પણ ખુશ થઈ ગયા છે. કિયારા આડવાણીએ હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરેલા છે. કિયારા આડવાણી લગ્ન કરીને ફરીથી પોતાના કામ ઉપર પરત ફરી ચુકેલ છે. હાલમાં જ અભિનેત્રીને એક બેવરેજ કંપનીનાં વિજ્ઞાપનમાં જોવામાં આવેલ છે. આ પહેલાં કેટરીના કૈફ આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હતી. કિયારા કેટરીના કૈફને હટાવ્યા બાદ તેની જગ્યા પર આવી ગઈ છે.

સોશિયલ મીડિયા સેન્સેશન અને સુંદર અભિનેત્રી કિયારા આડવાણી અવારનવાર ચર્ચાનો વિષય રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની તસ્વીરો શેર કરી છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે. કિયારા આડવાણીએ પીળા કલરનું હોટ આઉટફીટ પહેરેલું છે.

ગ્લોઇંગ મેકઅપની સાથે અભિનેત્રીએ પોતાના વાળને ખુલ્લા છોડેલા છે અને કેમેરાની સામે એક થી એક ચડિયાતા પોઝ આપી રહી છે. અભિનેત્રીની આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટોશુટ સ્લાઈસનાં પ્રમોશન માટે કરાવેલ છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા બાદ કિયારા આડવાણીનું નસીબ ચમકી ગયું છે. કિયારા આડવાણીએ કેટરીના કૈફ ની છુટ્ટી કરી દીધી છે અને સ્લાઈસની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. આ સુંદર તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.

કિયારા પોતાની લેટેસ્ટ તસ્વીરો થી સોશિયલ મીડિયા ઉપર તહેલકો મચાવી રહી છે. કિયારા એ પીળા રંગનો એક ખુબ જ સુંદર ડ્રેસ પહેરેલો છે, જેમાં કિયારા ખુબ જ બોલ્ડ અને બિન્દાસ લાગી રહી છે. કિયારાએ  પીળા રંગનું ઓફ શોલ્ડર ટોપ અને સ્કીન ટાઇટ સ્કર્ટ પહેરેલું છે. આ સ્કર્ટ અને ટોપ દેખાવમાં જેટલું સુંદર છે એટલું જ કોસ્ટલી પણ છે. કિયારાનાં આ ડ્રેસ ની કિંમત જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

કિયારા નો આ ડ્રેસ ઓસ્ટ્રેલિયાના બ્રાન્ડ ડાયોન નો છે. આ સિમ્પલ દેખાતા બ્રાલેટ ડ્રેસ ની કિંમત ૫૭ હજાર થી પણ વધારે જણાવવામાં આવી રહી છે. વળી સ્લીટ સ્કર્ટની કિંમત ૭૧ હજારથી વધારે છે. આ સંપુર્ણ ડ્રેસ ની કિંમત અંદાજે ૧ લાખ ૨૦ હજારથી વધારે છે.

કેટરીના કૈફ લાંબા સમયથી આ બેવરેજ કંપનીનો ચહેરો રહી ચુકેલ છે. અભિનેત્રીએ પાછલા અમુક વર્ષોમાં કંપની માટે ઘણા વિજ્ઞાપનોમાં કામ કરેલ છે. કેટરીના કૈફની આ એડ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચામાં રહી હતી. તે સમયે કંપનીનું નામ લગભગ પર્યાય બની ચુક્યું હતું. હવે કિયારા આડવાણી નવા વર્ષથી આ બેવરેજ કંપનીનો નવો ચહેરો છે.

કંપનીએ વિજ્ઞાપનને હાલમાં જ રિલીઝ કરેલ છે. ત્યારબાદ થી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કિયારા આ વિજ્ઞાપનમાં બિલકુલ પણ ફીટ બેસતી નથી. ફેન્સની ડિમાન્ડ છે કે એડ માં કિયારાને હટાવીને ફરીથી કેટરીનાને લાવવામાં આવે. ઘણા લોકોએ ફરિયાદ કરી છે કે કિયારા આડવાણી એ કેટરીના કૈફ નું કામ ચોરી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *