લગ્ન કરે તેને કરિયાવર માં સોનાની કાર અને ૧૦૦૦ રૂપિયા આપવા તૈયાર છે આ છોકરી, પણ એક શરત એવી છે કે કોઈ લગ્ન કરવા માટે તૈયાર નથી થતું

લગ્ન બે લોકો અને પરિવારની વચ્ચે બાંધવામાં આવતું એવુ બંધન છે, જે આખું જીવન એકબીજાની સાથે રહેવા માટે તેને હિંમત આપે છે. જોવામાં આવે તો કોઈ પણ યુવક અથવા યુવતી લગ્ન વગર અધુરા છે. આ લાંબા જીવન માં દરેક વ્યક્તિને એક સાથે ની જરૂરિયાત હોય છે. તેવામાં જો સાથી પોતાની પસંદગીનો મળી જાય તો જીવન ખુબ જ સરળ બની જાય છે.

મહત્વપુર્ણ છે કે આપણા ભારત દેશ સિવાય દુનિયામાં અન્ય ઘણા દેશ છે, જ્યાં કરિયાવર લેવા અને આપવાની પરંપરા ચાલી રહી છે. જોકે આ એક કાયદાકીય અપરાધ છે, પરંતુ અમુક અમીર લોકો આજે પણ દીકરીના લગ્નમાં કરિયાવર આપવાનું પસંદ કરે છે. આવી જ એક હસ્તી વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાયેલા નજર આવે છે.

આ યુવતી કોઇ સાધારણ યુવતી નથી, પરંતુ જાણીતી સેલિબ્રિટી છે. જેની સાથે લગ્ન કરવા માટે દુનિયાનો દરેક યુવક આતુર છે. તેની પાછળનું કારણ એવું છે કે તે દેખાવમાં જેટલી સુંદર છે, તેનાથી વધારે તે અમીર છે. રિપોર્ટ અનુસાર હાલમાં જ આ યુવતીએ લગ્ન કરવા માટે એલાન કર્યું છે કે જે યુવક તેની સાથે લગ્ન કરશે તેને કરિયાવરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની સોનાની કિંમત ની કાર મળશે. જો કે તમને સાંભળવામાં થોડું અજીબ લાગી રહ્યું હશે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ યુવતીના લગ્નને લઈને એક ખાસ શરત પણ રાખવામાં આવી છે, એટલા માટે જે યુવક આ શરત ઉપર સાચો ઠરશે એ જ તેનો પતિ અને તેની સોનાની મોંઘી કારનો માલિક બનશે. યુવતી શરત અનુસાર તેના ભાવિ પતિ હિંમતવાન અને બળવાન હોવો જોઈએ. હવે તમે વિચારી રહ્યા હશો કે યુવતીએ આવી અનોખી માંગણી શા માટે રાખી છે? તો તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય યુવતી નથી, પરંતુ તેનો ભાઈ દુનિયાનો સૌથી ખુંખાર અને તાનાશાહ વ્યક્તિ માનવામાં આવે છે. તેવામાં ભાઈને ટક્કર આપવા માટે યુવતીને એક યોગ્ય યુવકની જરૂરિયાત છે.

રિપોર્ટ અનુસાર જ્યારે આ બાબતની રિસર્ચ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ શરત યુવતીએ નહીં, પરંતુ તેના ભાઈ કીમ ઉન દ્વારા રાખવામાં આવી છે. કીમ ઉન ઉત્તર કોરિયાનાં સૌથી ખતરનાક વ્યક્તિ માનવામાં આવે છે, જે પોતાની બહેન માટે એક યોગ્ય યુવક શોધી રહ્યો છે. મહત્વપુર્ણ છે કે જો આ મામલો આપણા દેશનો હોય તો આજે આ યુવતી સાથે લગ્ન કરવા માટે લાખો લોકો લાઈનમાં ઊભા રહી ગયા હોય, પરંતુ ઉત્તર કોરિયાનો કોઈપણ યુવક યુવતી સાથે લગ્ન કરવાની હિંમત એકઠી કરી શકતો નથી.

યુવકની લંબાઈ પ ફુટ ૧૦ ઇંચથી વધારે હોવી જોઈએ અને ભુતકાળમાં તેનો કોઈ પ્રેમ સંબંધ હોવો જોઈએ નહીં. તેનું વજન ૭૫ કિલોગ્રામ હોવું જોઈએ અને સિક્સ પેક્સ હોવા જોઈએ. હવે તમે વિચારી લો કે આટલો પરફેક્ટ યુવક બનવું કેવી રીતે શક્ય છે.