લગ્ન કર્યા વગર ખુબ જ ખુશ છે બોલીવુડનાં આ ૧૭ સ્ટાર્સ, અડધાની ઉંમર તો ૫૦ થી પણ વધારે થઈ ચુકી છે, જુઓ લિસ્ટમાં કોણ કોણ છે

Posted by

બોલીવુડમાં ઘણા એવા સિતારાઓ છે જે પોતાના પ્રશંસકોના દિલમાં રાજ કરે છે, પરંતુ અત્યાર સુધી તેમણે પોતાનું ઘર નથી વસાવ્યું. જી હાં, ૪૦ વર્ષને પણ પાર કરી ચૂકી છે તેમની ઉંમર, પરંતુ છતાં પણ તેમનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો જોવા મળતો નથી. અહીંયા અમે તમને એવા જ બોલીવુડ સેલિબ્રિટીઝ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે કુંવારા છે છતાં પણ ખુશી-ખુશી પોતાની જિંદગી વિતાવી રહ્યા છે.

સલમાન ખાન

એવું નથી કે સલમાન ખાનને કોઈની સાથે પ્રેમ નથી થયો. તેમના પ્રેમ અને તેમના સંબંધો ની ખબરો હંમેશા આગળ પડતી રહે છે, પરંતુ ક્યારેય પણ સલમાન ખાનના લગ્નની વાત કોઈની સાથે નક્કી નથી થઈ. વળી, હજી સુધી સલમાન ખાનની ઘર વસાવવાની કોઈ ઈચ્છા નથી જોવા મળી. એમણે એક વાર કહ્યું પણ હતું કે પ્રેમમાં મને વિશ્વાસ નથી. મારી પાસે એવું કોઈ કારણ નથી કે જેનાથી મને એવું લાગે કે પ્રેમ નામનો શબ્દ પણ હોય છે.

કરણ જોહર

બોલીવુડના સૌથી ચર્ચિત નિર્માતા-નિર્દેશક માંથી એક કરણ જોહર પણ અત્યાર સુધી કુંવારા છે. તે અત્યાર સુધીમાં બોલીવુડમાં ઘણી બધી લવ સ્ટોરી વાળી ફિલ્મો બનાવી ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધીમાં કરણ જોહરનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી દેખાતો. કરણ જોહરને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીમાં કોઈનાં પણ હેપી મેરેજ રહ્યા જ નથી.

રણદિપ હુડા

બોલીવુડ અભિનેતા રણદિપ હુડા એમની પર્સનાલિટી જોતા રહી જાવ તેવી છે અને તે સુસ્મિતા સેન અને નીતુ ચંદ્રાને પણ ડેટ કરી ચૂક્યા છે, તેમ છતાં પણ અત્યાર સુધી કુંવારા છે. તેમણે એક વાર કહ્યું પણ હતું કે લગ્નની નજીક હજી સુધી હું પહોંચ્યો જ નથી. સાથ જાળવી રાખો જ લગ્નનો આધાર હોય છે.

સાજીદ ખાન

સાજીદ ખાન એક સમયે પોતાના ફિલ્મી કરિયરમાં સફળતાણી સીડી ચડતા જ રહ્યા હતા. જેકલીન ફર્નાન્ડીઝની સાથે તેમના નજીકના સંબંધો પણ વધી રહ્યા હતા. પછી તેઓ પોતાના નિર્દેશન કરિયરમાં તે એટલા બધા ડૂબી ગયા કે લગ્ન કરવા તરફ તેમણે ધ્યાન જ ન આપ્યું. સાજીદે એક વાર કહ્યું હતું કે મને લાગે છે કે લોકો ખોટા કારણોસર ઘણીવાર લોકો લગ્ન કરી લેતા હોય છે. હું પણ લગ્નની નજીક ઘણીવાર પહોંચી ગયો છું, પરંતુ ક્યારેય મારા મગજે મને અટકાવી દીધો તો ક્યારેક છોકરીનાં મગજે.

ઉદય ચોપડા

ઉદય ચોપડા પણ અત્યાર સુધી કુંવારા છે. તેમના સંબંધો સુસ્મિતા શેટ્ટી અને નરગિસ ફખરી સુધી જોડાઇ ચૂક્યા છે, પરંતુ લગ્ન સુધી ન પહોંચી શક્યા. નરગિસ ફકરી ની સાથે તો ૨૦૧૭માં તેમના લગ્ન પણ થવાના હતા પરંતુ તે શક્ય બની શક્યું નહીં. ઉદય ચોપડા હાલમાં પણ કુવારા જ ખુશ જોવા મળે છે.

રાહુલ બોસ

બોલીવુડ અભિનેતા રાહુલ બોસને પણ લગ્ન કરવાની કોઈ જ ઉતાવળ નથી દેખાતી. લગ્નમાં તો તેમને વધારે ભરોસો પણ નથી. એકવાર રાહુલે કહ્યું હતું કે મને સમજમાં નથી આવતું કે આખરે લગ્ન કરવા શા માટે જરૂરી છે? હું સારી રીતે સેટલ છું. પ્રેમ તો મારી માટે એક સપનું છે. હું મારા જીવનમાં પ્રેમમાં પણ રહી ચૂક્યો છું અને એક સારા રિલેશનશિપમાં પણ રહી ચૂક્યો છું.

અક્ષય ખન્ના

મોટા પડદા ઉપર અક્ષય કુમાર ન જાણે કેટલીય વાર દિલ આપી ચૂક્યા છે, પરંતુ તે પણ ખુલાસા સાથે કહી ચૂક્યા છે કે લગ્ન કરવા માં તેમને જરા પણ રસ નથી. તેમણે એકવાર કહ્યું હતું કે- કોઈપણ પ્રકારની જવાબદારી થી મને ડર લાગે છે. હું મારા બાળકો અને પત્નીની જવાબદારી પણ ઉઠાવી શકીશ કે નહીં એ વાતને લઈને મને શંકા છે.

સુસ્મિતા સેન

મિસ યુનિવર્સ સુસ્મિતા સેન રહી ચૂકી છે. બોલીવુડમાં એવી અભિનેત્રી તરીકે સુસ્મિતા સેન જાણીતી છે કે જે ન માત્ર સુંદર છે પરંતુ પોતાની પર્સનાલિટીમાં પણ ચઢિયાતી છે. સુસ્મિતા હંમેશા પોતાની રીતે જ કામ કર્યું છે. તેમણે બે બાળકો પણ દત્તક લીધેલા છે, પરંતુ અત્યાર સુધીમાં લગ્ન કરવાનો કોઇ જ ઇરાદો જોવા મળ્યો નથી.

એકતા કપુર

એકતા કપુર કેટલાય ટીવી સીરીયલ્સ પ્રોડ્યુસ કરી ચૂકી છે. તેમની સિરિયલ્સમાં પ્રેમથી લઈને લગ્ન અને અલગ થવા સુધી બધું જ જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી એકતા કપુર કુંવારી છે. લગ્નને લઈને એકવાર એકતા કપૂરે કહ્યું હતું કે મારે બોરિન્ગ નથી બનવું. મને મારું કામ પસંદ છે. મિત્રો સાથે મસ્તી કરવાનું મને પસંદ છે.

તબ્બુ

કેટલીએ બ્લોકબસ્ટર ફિલ્મો તબુ પોતાના કરિયરમાં આપી ચૂકી છે. અત્યાર સુધી તબ્બુનાં પ્રશંસકો તેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. લગ્નને લઈને તબ્બુ એક વાર કહી ચૂકી છે કે લગ્નનો કોઇ જ મતલબ મને નથી સમજાતો. છતાં પણ લગ્ન, બાળકો અને પરિવાર માટે હું તૈયાર છું.

ડિનો મારિયા

બોલીવુડના અભિનેતા ડીનો મારિયાની ઉંમર ક્યારની ૪૦ ને વટાવી ચૂકી છે. વચ્ચે બિપાશા બાસુની સાથે તેમના રિલેશનશિપ ની ખબરો સામે આવી હતી, પરંતુ બિપાશા જોન અબ્રાહમ સાથે જતી રહી. પછી લારા દત્તા ની સાથે ડિનો મારિયાનાં રિલેશન વિશે ચર્ચા થવા લાગી, પરંતુ બંનેના રસ્તા પણ અલગ થઈ ગયા. નંદિતા મહેતાની સાથે પણ ડિનો મારિયાનાં લગ્નની ચર્ચા ૨૦૧૬માં હતી, પરંતુ એવું ના થયું.

રાહુલ ખન્ના

રાહુલ ખન્ના એટલા હેન્ડસમ છે કે કોઈ પણ છોકરી આરામથી તેના પર લટ્ટુ થઈ જાય. છતાં પણ રાહુલ ખન્ના ની ઉંમર ૪૫ વટાવી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી તે કુંવારા જ છે અને હજુ સુધી લગ્નની કોઈ ચર્ચાઓ નથી થઈ રહી. વળી તેમના ફેન્સનું લિસ્ટ ઘણું લાંબુ છે.

મનીષ મલ્હોત્રા

બોલીવુડનાં ખુબ જ જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા જોવામાં ઘણા જ હેન્સમ છે. કેટલીએ બોલીવુડ અભિનેત્રીઓના લગ્ન માટે તેમના ડ્રેસ ડિઝાઇન કર્યા છે, પરંતુ મનીષ મલ્હોત્રાને પોતાના જ લગ્ન માટે ડ્રેસ ડિઝાઇન કરવાનો મોકો નથી મળ્યો.

અમીષા પટેલ

ફિલ્મ કહોના પ્રેમ હૈ દ્વારા બોલીવુડમાં પ્રવેશ કરનાર અને ફિલ્મ ગદર થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ હજી પણ કુંવારી છે. અમિષા પટેલે તો એકવાર કહ્યું પણ હતું કે મારા માટે એક છોકરો શોધી આપો, હું લગ્ન કરી લઈશ.

તનિષા મુખર્જી

બોલીવુડ અભિનેત્રી કાજોલની નાની બહેન તનિષા મુખર્જી ની ઉંમર પણ ૪૦ વટાવી ચૂકી છે, પરંતુ હજી સુધી તે કુંવારી છે. તનિષા મુખર્જી ઉદય ચોપડા અને અરમાન કોહલી સાથે રિલેશન ને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. પરંતુ અત્યાર સુધી તનિષા મુખર્જી ને પોતાનો જીવનસાથી નથી મળ્યો.

દિવ્યા દત્તા

બોલીવુડ અભિનેત્રી દિવ્યા દત્તા, જેમણે ભાગ મિલ્ખા ભાગ માં ખુબ જ યાદગાર ભૂમિકા નિભાવી છે, તે પણ અત્યાર સુધી કુંવારી છે. વળી તે લગ્ન કરવા માંગે છે. તેમણે એકવાર કહ્યું પણ હતું કે જો એક સાચો વ્યક્તિ મને મળી જાય તો હું જરૂરથી લગ્ન કરીશ.

આશા પારેખ

જીવનભર સિંગલ રહેનાર આશા પારેખે એકવાર કહ્યું હતું કે મને નથી લાગતું કે મારે એક જીવનસાથીની જરૂર છે. દુનિયામાં આપણી એકલા જ આવ્યા છે અને એકલા જ જવાના છીએ. એક પતિનું હોવું તમારા માટે બિલકુલ પણ જરૂરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *