લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ બની ગઈ હતી આ ૫ બોલીવુડ એક્ટ્રેસ, લગ્નનાં થોડા દિવસો બાદ આપ્યો બાળકને જન્મ

Posted by

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જે લગ્ન દરમિયાન ગર્ભવતી હતી. જ્યારે લગ્નનાં થોડા દિવસો પછી તે માં બની ગઈ હતી. આવો આજે તમને એવી ૫ અભિનેત્રીઓ વિશે જણાવીએ.

નતાશા સ્ટેનકોવિચ

નતાશા સ્ટેનકોવિચ એક ટીવી અભિનેત્રી છે. પોતાના ડાન્સ માટે જાણીતી નતાશાએ ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જાન્યુઆરી ૨૦૨૦ માં સગાઈ કરી હતી. વળી બંને એ જુન ૨૦૨૦માં એક સમારોહમાં લગ્ન કરી લીધા હતા. લગ્નનાં એક મહિના પછી જ નતાશાએ જુલાઈ ૨૦૨૦માં દીકરા અગસ્ત્યને જન્મ આપી દીધો હતો.

શ્રીદેવી

હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટારનાં રૂપમાં શ્રીદેવી ખાસ ઓળખાણ ધરાવે છે. દુર્ભાગ્યવશ શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી. તેમનું ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮એ દુબઈમાં નિધન થઇ ગયું હતું. પોતાની દરેક અદાઓ થી ફેન્સનાં દિલો પર રાજ કરવા વાળી શ્રીદેવીએ વર્ષ ૧૯૯૬માં ફિલ્મ નિર્માતા બોની કપુર સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે લગ્ન દરમિયાન શ્રીદેવી ૭ મહિનાની ગર્ભવતી હતી અને તેમણે લગ્નનાં થોડા અઠવાડિયામાં જ દીકરી જ્હાનવી કપુરને જન્મ આપી દીધો હતો. વળી ત્યારબાદ શ્રીદેવી અને બોની કપુર ખુશી કપુરનાં માતા પિતા બન્યા હતા.

નેહા ધુપિયા

અભિનેત્રી નેહા ધુપિયા નું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પોતાના બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે નેહાએ મે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. જણાવવામાં આવે છે કે, પ્રેગનેટ હોવાના કારણે નેહાએ ઉતાવળ માં લગ્ન કર્યા હતા. લગ્નનાં ૬ મહિનાની અંદર નેહા માતા બની ગઈ હતી. તેમણે દીકરી મહેરને જન્મ આપ્યો હતો.

એવલીન શર્મા

બોલીવુડની સુંદર અભિનેત્રી એવલીન શર્મા માં તો નથી બની પરંતુ ખુબ જ જલ્દી તે બાળકને જન્મ આપવા જઈ રહી છે. હાલમાં જ ૧૧ જુલાઈએ અભિનેત્રીએ સોશ્યિલ મિડીયા પર પોતાના બેબી બમ્પ સાથે ફોટો પોસ્ટ કરી ખુલાસો કર્યો કે તે પ્રેગ્નન્ટ છે. આ વર્ષે તેમણે પોતાના બોયફ્રેન્ડ તુષન ભીંડી સાથે ૧૫ મે એ લગ્ન કર્યા હતા અને હવે બે મહિનાની અંદર જ તેમણે પોતાને ગર્ભવતી હોવાને લઈને જાણકારી આપી છે. એવલીન પણ લગ્ન પહેલાથી જ ગર્ભવતી હતી.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝાએ ૨ દિવસ પહેલા જ માં બનવાની જાણકારી પોતાના ફેન્સ વચ્ચે શેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે અભિનેત્રી આ વર્ષે ૧૪ મે નાં રોજ માં બની ગઈ હતી, પરંતુ તેમણે હવે બે મહિના પછી તેના વિશે જણાવ્યું છે. જણાવી દઈએ કે દિયા એ આ વર્ષે ૧૫ ફેબ્રુઆરીએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નનાં ત્રણ મહિના પછી તે માતા બની ગઈ.

દિયા એ  સોશિયલ મીડિયા પર જાણકારી આપતાં લખ્યું કે, “તમારું એક બાળક હોવા માટે તમારે હંમેશાં તે નિર્ણય લેવા પડે છે કે તમારું દિલ તમારા શરીરની આસપાસ હંમેશા રહે. આ શબ્દ હાલનાં સમયે વૈભવ અને મારી ભાવનાનું સંપુર્ણ રીતે ઉદાહરણ છે. અમારા દિલની ધડકન, અમારા દીકરા અવ્યાન આઝાદ રેખી નો જન્મ ૧૪ મે એ થયો હતો. જલ્દી આવ્યા બાદ નવજાત આઇસીયુ માં નર્સ અને ડોક્ટરો દ્વારા અમારા નાના ચમત્કારની દેખભાળ કરવામાં આવી છે.” અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે અને ફેન્સ સાથે જ બોલિવુડ સેલેબ્સ પણ તેમને અભિનંદન અને શુભકામનાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *