લગ્ન પછી પતિએ કહ્યું : તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે, પત્ની : શું ફાયદો થયો? પછી પતિએ એવો જવાબ આપ્યો કે તે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે

Posted by

જોક્સ-૧

એક કલાકથી ઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો : અરે હજી કેટલું મોડું કરશે?

પત્ની : બુમો પાડવાનું બંધ કરો, હું ક્યારની કહું છું ને કે પાંચ મિનિટમાં આવું છું.

તો તમને સમજ કેમ નથી પડતી, હવે શું બંગાળીમાં બોલું.

જોક્સ-૨

છગન : અરે ભાઈ, મારી પત્નીની વાત જ ન કરો! બહુ જુઠબોલી છે.

મિત્ર : કેમ એવું કંઈ બન્યું હતું?

છગન : ગઈ રાતે બે વાગે ઘેર આવી. મેં પુછ્યું આટલી રાત કયાં હતી?

તો કહે કે મારી બહેનપણી ગુલબદન ને ત્યાં હતી!

મિત્ર : પણ એ જુઠું બોલે છે એમ તમે શા પરથી માન્યું?

છગન : એમાં માનવાનું હતું જ કયાં? ગુલબદન ની સાથે તો હું એ રાતે હતો.

જોક્સ-૩

છગન : ડોક્ટર સાહેબ, મારો દીકરો બેભાન થઈ ગયો છે.

ડોક્ટર : શું થયું હતું તેને?

છગન : મને પણ ખબર નથી, આમ તો રોજ ૨ વાગ્યા સુધી જાગતો હોય છે, પણ આજે ૮ વાગે જોયું તો તે પથારીમાં હતો.

અચાનક દીકરો જાગ્યો અને કહ્યું :  મને ક્યાં લઇ આવ્યા, આજે મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે, એટલે ૮ વાગે જ સુઈ ગયો હતો.

જોક્સ-૪

લગ્ન પછી પતિએ કહ્યું : તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે.

પત્ની : શું ફાયદો થયો?

પતિ : મને મારા પાપોની સજા આ જન્મમાં જ મળી ગઈ.

જોક્સ-૫

આ નાનો સુવર્ણ ચંદ્રક તમને શા માટે મળ્યો?

ગાવા માટે?

અને મોટો સુવર્ણચંદ્રક?

ગાવાનું બંધ કરવા માટે.

જોક્સ-૬

દાક્તર : (દર્દીને) તમારી નાડીના ધબકારા ઘડિયાળની માફક ચાલી રહ્યા છે.

દર્દી : સાહેબ, તમારો હાથ મારી નાડી ઉપર નહીં, પણ મારી કાંડા ઘડિયાળ ઉપર છે.

જોક્સ-૭

પિતા : અરે, કનુ, તું કોને કાગળ લખે છે? તને લખતાં તો આવડતું નથી.

કનુ : નાની બહેન ને! મને લખતાં આવડતું નથી, તો એને વાંચતાં કયાં આવડે છે?

જોક્સ-૮

ગઈકાલે એક પત્નીએ પોતાના પતિને એવું કહીને ચુપ કરાવી દીધો કે,

વધારે હોંશિયાર ન બનો,

જેટલું મગજ તમારી પાસે છે ને, તેટલું તો મારું હંમેશા ખરાબ રહે છે.

જોક્સ-૯

પત્ની (માથું કુટતી) : મારાં તે કેવાં કમભાગ્ય કે તમારા જેવો પતિ મને મળ્યો!

મને તો તમારા કરતાં વધુ યોગ્ય વર મળતા હતા.

પતિ : હા, એ બધા નસીબદાર હશે એટલે તો બિચારા તારી ચુંગલ માંથી છટકી ગયા.

જોક્સ-૧૦

વિદ્યાર્થાઓની પરીક્ષા લેતાં શિક્ષણ નિરીક્ષકે પુછ્યું :

રસ્તા પર તમારા માથા ઉપર તમને શું દેખાય છે?

એક વિધાર્થી : આકાશ!

નિરીક્ષક : હં, અને જ્યારે આકાશમાં વાદળાં ઘેરાયાં હોય ત્યારે?

વિધાર્થી : મારા માથે ઓઢેલી છત્રી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *