લગ્ન પહેલા બોયફ્રેન્ડ સાથે લિવ-ઇન માં રહેતી હતી આ ૬ મશહુર એક્ટ્રેસ, નંબર-૩ નું નામ જાણીને ચોંકી જશો

Posted by

આજના સમયમાં લગ્ન પહેલાં એકબીજા સાથે રહેવું અને પોતાના સાથીને સારી રીતે સમજવું એક સામાન્ય વાત થઈ ગઈ છે. મોટા શહેરોમાં તેનું ચલણ વધારે છે, વળી  સિનેમાએ તેમાં વધારો કરી દીધો છે. ફિલ્મમાં હંમેશા એવું જોવા મળે છે, પરંતુ ઘણા કલાકારની રિયલ લાઈફમાં પણ એવું થયું છે. બોલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે, જે લગ્ન પહેલા લિવ ઇનમાં રહી હતી. જોકે પછી લગ્ન તેમણે બીજા પુરુષ સાથે કર્યા હતા. તો ચાલો આજે તમને એવી જ અમુક બોલીવુડ અભિનેત્રીઓ વિશે જણાવીએ.

ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન

એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનનાં રિલેશન થી દરેક લોકો વાકેફ છે. બંનેનું અફેર ખુબ જ ચર્ચામાં રહ્યું હતું અને આ રિલેશનનો અંત ખુબ જ વિવાદિતરીતે થયો હતો. જણાવી દઇએ કે સલમાન ખાન તો ૫૫ ની ઉંમરમાં પણ કુંવારા છે. જ્યારે એશ્વર્યાનાં લગ્ન વર્ષ ૨૦૦૭માં અભિષેક બચ્ચન સાથે થયા હતા. તે પહેલા એશ્વર્યા સલમાન સાથે થોડા મહિના લીવ-ઈનમાં રહી હતી.

બિપાશા બાસુ અને જોન અબ્રાહમ

બિપાશા બાસુ અને જોન અબ્રાહમ બંને જ વિવાહિત છે, જોકે બંનેનાં લગ્ન અલગ-અલગ થયા છે. જોન નાં લગ્ન વર્ષ ૨૦૧૪માં પ્રિયા ઋચાલ સાથે થયા હતા, વળી બિપાશાએ વર્ષ ૨૦૧૬માં ટીવી અને બોલીવુડ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઇએ કે જોન અને બિપાશા લગભગ ૧૦ વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા અને આ દરમિયાન આ જોડી લાંબા સમય સુધી લીવ-ઈનમાં પણ રહી હતી.

લારા દત્તા અને કેલી દોરજી

અભિનેત્રી લારા દત્તાનું અફેર કેલી દોરજી સાથે ચાલ્યું છે. આ દરમિયાન લારા અને કેલી લીવ-ઈનમાં પણ રહી ચુક્યા છે. પછી લારાએ મહેશ ભુપતિ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ ૨૦૧૧માં સાત ફેરા લીધા હતા.

પ્રિયંકા ચોપરા અને શાહિદ કપુર

પ્રિયંકા ચોપરા અને શાહિદ કપુર બંને કલાકાર પણ ક્યારેક રિલેશનમાં રહી ચુક્યા છે. જણાવી દઇએ કે સુંદર અને જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું અફેર બોલીવુડનાં ઘણાં કલાકારો સાથે રહ્યું છે. જ્યારે આ લિસ્ટમાં શાહિદ કપુરનું નામ પણ શામેલ છે. રિલેશનમાં રહેવાની સાથે જ બંને લિવ ઇનમાં પણ રહ્યા હતા. એકવાર જ્યારે ઇન્કમટેક્સની ટીમ પ્રિયંકાનાં ઘરે ગઈ હતી, ત્યારે ઘરનો દરવાજો શાહિદ કપુરે ખોલ્યો હતો અને તેનાથી આ વાતની પુષ્ટી થઇ ગઇ હતી. જોકે પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ શાહિદ કપુરે વર્ષ ૨૦૧૫માં મીરા રાજપુત જ્યારે પ્રિયંકાએ વર્ષ ૨૦૧૮માં નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા હતા.

નેહા કક્કર અને હિમાંશ કોહલી

આજનાં સમયની સૌથી સફળ, ચર્ચિત તથા મોંઘી ગાયીકા નેહા કક્કડે ગયા વર્ષે પંજાબી ગાયક રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. જોકે રોહનપ્રીત સાથે લગ્ન પહેલા નેહા કક્કર હિમાંશ કોહલી સાથે રિલેશનમાં રહી હતી અને આ રિલેશન ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ દરમિયાન બંને લિવ ઇનમાં પણ રહ્યા હતા.

દીપિકા પાદુકોણ અને રણવીર કપુર

આજનાં સમયની સૌથી સફળ અને ચર્ચિત બોલીવુડ અભિનેત્રીમાં દીપિકા પાદુકોણનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. દીપિકા પાદુકોણનાં ચાહવા વાળાની સંખ્યા કરોડોમાં છે. દીપિકાએ વર્ષ ૨૦૧૮માં અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે પહેલા અભિનેતા રણબીર કપુર સાથે તેનું અફેર ખુબ જ ચર્ચામાં રહ્યુ હતુ. આ દરમિયાન આ જોડી પણ લિવિંગમાં રહી ચુકી છે. જોકે પછી રણબીરે દીપિકાને દગો આપીને કેટરિના કૈફ સાથે ઇશ્ક કર્યો હતો.

કરીના કપુર ખાન અને શાહિદ કપુર

વર્ષ ૨૦૧૨માં કરિના કપુર ખાને અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલા બંને થોડા વર્ષ એકબીજાને ડેટ પણ કર્યા હતા. જોકે આ પહેલા કરીના કપુરનું અફેર અભિનેતા શાહિદ કપુર સાથે ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. કરીના શાહિદ સાથે અફેર દરમિયાન તેમની સાથે લાંબા સમય સુધી લીવ-ઈનમાં રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *