લગ્ન પહેલાં ગર્ભવતી બની જવું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મોટી વાત માનવામાં આવે છે. તેને સમાજના લોકો સ્વીકારતા નથી. એટલા માટે જો કોઇ યુવતી ભૂલથી ગર્ભવતી બની જાય છે, તો એના ઘરવાળા ખૂબ જ જલદી તેના લગ્ન કરાવીને આ વાતને ઢાંકવાની કોશિશ કરે છે. આવું જ કંઇક આ ૭ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે બન્યું હતું. આ તે અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ ગઈ અને તેવામાં તેમના ફટાફટ લગ્ન કરાવી દેવામાં આવ્યા.
વીણા મલિક
પાકિસ્તાની એક્ટ્રેસ અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ વીણા મલિક હંમેશા વિવાદો સાથે જોડાયેલી રહે છે. તે અવારનવાર પોતાના કામ અથવા નિવેદનને કારણે વિવાદોથી ઘેરાયેલી રહે છે. વીણાએ દુબઈના બિઝનેસમેન અબરામ ખાન ખટ્ટાક સાથે લગ્ન કર્યા હતા. તેનું મુખ્ય કારણ વિણાનું લગ્ન પહેલાં ગર્ભવતી હોવાનું જણાવવામાં આવે છે.
મહિમા ચૌધરી
“પરદેશ” ફિલ્મમાં શાહરૂખ ખાન ની હીરોઈન બનવાની મહિમા ચૌધરી યાદ છે? મહિમા પણ લગ્ન પહેલાં ગર્ભવતી હતી. મહિમાએ વર્ષ ૨૦૧૬માં ફેમસ આર્કિટેક્ટ બોબી મુખર્જી સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હતા. આ લગ્નના અમુક મહિના બાદ મહિમાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જોકે દીકરીનો જન્મ લગ્નનાં ૯ મહિના કરતાં ઘણા સમય પહેલાં થઈ ગયો હતો, એટલા માટે ખુલાસો થયો કે તેમ મહિમા લગ્ન પહેલાં ગર્ભવતી હતી.
સેલિના જેટલી
બોલિવૂડથી ગાયબ થઈ ચૂકેલી સેલિના જેટલી વર્ષ ૨૦૧૧માં દુબઈમાં હોટલ બિઝનેસ કરવા વાળા પીટર હાગ સાથે લગ્ન કરી લીધા. આ લગ્નના અમુક મહિના બાદ જ સેલિનાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેનાથી સેલિનાનાં લગ્ન પહેલાં ગર્ભવતી હોવાનું રહસ્ય સામે આવી ગયું હતું.
અમૃતા અરોરા
અમૃતા ના લગ્ન દિલ્હીના બિઝનેસ શકીલ લડાક સાથે થયા છે. આ બંને લગ્ન પહેલાંથી જ એકબીજાને ડેટ કરતા હતા. જોકે સંબંધોમાં બને એટલા નજીક આવી ગયા હતા કે અમૃતા લગ્ન પહેલાં ગર્ભવતી બની ગઈ હતી. જેના કારણે બંનેએ બાદમાં ફટાફટ લગ્ન કરી લીધા હતા.
સારિકા
સારિકા કમલ હસનની બીજી પત્ની છે. સાઉથ ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ સારિકાએ તો લગ્ન પહેલાં એક દીકરીને જન્મ પણ આપી દીધો હતો. એ જ કારણ છે કે કમલ હસને પોતાની પહેલી પત્નીને છોડીને સારિકા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ લગ્નના અમુક વર્ષો બાદ પણ તેમના છૂટાછેડા પણ થઇ ગયા હતા.
કોંકણા સેન
બોલિવૂડની બહેતરીન અભિનેત્રી કોંકણા સેન પણ લગ્ન પહેલાં ગર્ભવતી બની ગઈ હતી. તેવામાં તેણે ગુપચૂપ રીતે એક્ટર રણવીર શૌરી સાથે લગ્ન કરી લીધા હતા.
શ્રીદેવી
શ્રીદેવી પોતાના જમાનાની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી હતી. શ્રીદેવીનું બોની કપૂર સાથે અફેર ચાલી રહ્યું હતું. તેવામાં તેઓ લગ્ન પહેલા થી જ બોનીને કારણે ગર્ભવતી બની ગયા હતા. દિલચસ્પ વાત એ છે કે શ્રીદેવીએ આ વાતને ક્યારેય પણ કોઈનાથી છુપાવી નહીં. શ્રીદેવીને ગર્ભવતી બનાવ્યા બાદ બોનીએ પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને શ્રીદેવી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ લગ્નના અમુક મહિના બાદ જાનવી કપૂર નો જન્મ થયો હતો.