સારો સામે આવતા પહેલા માં લક્ષ્મી પોતે આપે છે આ ૭ સંકેત, આ સંકેત મળે તો સમજી લો કે ગરીબી જલ્દી દુર થશે

Posted by

દરેક વ્યક્તિના જીવનમાં એક વખત એવો સમય જરૂર આવે છે, જ્યારે તેને દરેક જગ્યાએથી નિરાશા જ નિરાશા પ્રાપ્ત થાય છે. પરંતુ કહેવામાં આવે છે કે હંમેશા સમય એકસરખો રહેતો નથી. જેનો ખરાબ સમય હોય છે તેનો સારો સમય પણ જરૂર આવે છે. સારો સમય આવતા પહેલા માં લક્ષ્મી વ્યક્તિને અમુક સંકેત આપે છે. આ સંકેતો વિશે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે જણાવેલું છે. તો ચાલો તમે પણ જાણી લો કે સારો સમય આવતા પહેલા વ્યક્તિને ભગવાન કયા સંકેત આપે છે.

દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચડાવ આવતા રહે છે. આ બધું સમયચક્રને કારણે થાય છે. સમયથી બળવાન કંઈ પણ હોતું નથી. તમે પોતાના જીવનમાં વ્યક્તિને રાજા માંથી ભિખારી અને ભિખારા માંથી રાજા બનતા જોયેલ હશે. જ્યારે પણ તમારા જીવનમાં મોટો બદલાવ થવાનો હોય છે, તો આવા મોટા બદલાવ થતાં પહેલાં ભગવાન અથવા સૃષ્ટિ દ્વારા તમને અમુક એવા સંકેત પ્રાપ્ત થાય છે કે જેના ઉપરથી તમે જાણી શકો છો કે ભગવાને તમારા વિશે કંઈક સારું વિચારેલું છે. તો ચાલો તે ખાસ સંકેતો વિશે જણાવીએ, જે સારો સમય આવતા પહેલા ભગવાન આપે છે.

ઘણા બધા લોકો એવા હોય છે જેમને નિયમિત રૂપથી ઉઠતા પહેલા આંખ ખુલી જાય છે. જો તમે જોયું હશે કે તમારી ઊંઘ બ્રહ્મ મુહુર્તમાં ખુલી જાય છે. એટલે કે સવારે ૩ થી પ વાગ્યાની વચ્ચે તમારી આંખ ખુલે છે, તો તમારા જીવનમાં ખુબ જ મોટો બદલાવ આવવાનો છે. એટલે કે તમને જીવનમાં યોગ્ય રસ્તો મળવાનો છે. આવો સંકેત ભગવાન તમને પહેલાથી જ આવે છે, જેના ઉપરથી તમે જાણી શકો છો કે તમારા જીવનમાં કંઈક સારું બનવાનું છે.

ઘણી વખત તમે જોયું હશે કે તમારું મન અચાનકથી ખુશ રહેવા લાગે છે. તેનો મતલબ છે કે તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન તમને કંઈક સારો સંકેત આપી રહ્યા છે. જે રીતે તમને હાલના સમયમાં ખુશ થવાનું મન થઈ રહ્યું છે એવી જ રીતે ભગવાન તમારા જીવનમાં ખુબ જ જલ્દી ખુશીના પળ લાવવાના છે અને તમને ખુશીઓનો અનુભવ થવાનો છે. તમે પોતાના જીવનમાં જેટલા પણ દુઃખ જોયેલા છે, તે બધા જ ખુબ જ જલ્દી ખતમ થઈ જશે.

તમારા ઘરમાં જો દરરોજ ગાય માતાનું આગમન થઈ રહ્યું હોય અથવા તો ભોજન પહેલા ગાય માતા તમારા દ્વાર ઉપર આવે છે તો તે શુભ સંકેત હોય છે. જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવે છે, તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. તે સિવાય જો પક્ષીઓનો કલબલાટ તમારા ઘરની આસપાસ દરરોજ વધતો જઈ રહ્યો છે, તો તે સંકેત છે કે તમારા જીવનમાં ખુબ જ જલ્દી સકારાત્મક બદલાવ આવવાનો છે.

જણાવવામાં આવે છે કે બાળકોમાં ઈશ્વરનો વાસ હોય છે. જો નાના બાળકો તમને જોઈને અચાનકથી હસવા લાગે અથવા તો કોઈ સકારાત્મક વાત કહે તો તે સંકેત જણાવે છે કે તમારા જીવનમાં સકારાત્મક ચીજો થવાની છે.

તમને સપનામાં જો કોઈ મંત્ર સાંભળવા મળે જેમ કે “રામ રામ” તો તે ખુબ જ સારું માનવામાં આવે છે. જો તમને સપનામાં ૐ મંત્ર ની ગુંજ સાંભળવા મળે તો પણ તે સકારાત્મક બાબત છે. સપનામાં મંત્રો, ઘંટડી, શંખ વગેરેનો અવાજ સાંભળવો પણ શુભ સંકેત માનવામાં આવે છે.

ઘણી વખત તમે જોયું હશે કે તમે કરજવાન છો અને અચાનકથી તમને કરજ મુક્તિનો માર્ગ મળી ગયો છે, તો તે ઈશ્વરનો સકારાત્મક સંકેત છે. વળી પૈસાની લેવડદેવડમાં કોઈ નિર્ણય તમારા પક્ષમાં આવે છે, તો તેનો મતલબ પણ છે કે તે તમારા જીવન માટે શુભ સંકેત છે. ધનના અલગ અલગ સ્ત્રોત બનવા પણ ભગવાનનો સંકેત છે. તેના પરથી જાણી શકાય છે કે જીવનની આર્થિક પરેશાનીઓ સમાપ્ત થવાની છે. જીવનમાં ધનનું આગમન ખુબ જ ઝડપથી થવાનું છે.

પુરુષોમાં જમણો અંગ ફરકવું ખુબ જ શુભ માનવામાં આવે છે, પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ હોય. તેનાથી એવો સંકેત પ્રાપ્ત થાય છે કે તમારા બળમાં વૃદ્ધિ થવાની છે. તેનાથી વિપરીત જો મહિલાઓમાં ડાબું અંગ ફરકે છે તો તેને સારો સંકેત માનવામાં આવે છે. એટલે કે મહિલાઓમાં ડાબું અંગ ફરકવું શુભ સંકેત માનવામાં આવે છે અને પુરુષોમાં જમણું અંગ ફરકવું શુભ સંકેત માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *