લાલ સાડીમાં લાલ બાગ નાં રાજાનાં દર્શન કરવા માટે પહોંચી હતી ઐશ્વર્યા રાય, સ્વર્ગની અપ્સરા જેવી દેખાઈ રહી હતી

Posted by

ગણેશ ઉત્સવની ધામધુમ આખા દેશભરમાં જોવા મળી રહી છે. દેશભરમાં ગણેશોત્સવનો પર્વ ખુબ જ ધામધુમ સાથે લોકો ઉજવી રહ્યા છે. દરેક તરફ ગણપતિ બાપા મોરિયા ની જય જયકારા સંભળાઈ રહી છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો ભગવાન ગણેશજીની આરાધનામાં લીન છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રી થી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીનાં બધા કલાકાર વચ્ચે ગણેશોત્સવની ધુમ જોવા મળી રહી છે.

બધા સેલિબ્રિટી પોતાના અંદાજમાં ગણપતિ બાપા ની ઘરની અંદર સંપુર્ણ વિધિ વિધાનપુર્વક સ્થાપના કરી, તેમની પુજા અર્ચના કરી રહ્યા છે. તેની વચ્ચે બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં જોઇ શકાય છે કે તે મુંબઈનાં લાલબાગના રાજાનાં દર્શન કરવા માટે મંદિરમાં ઊભેલી દેખાઈ રહી છે. એશ્વર્યા રાયની આ જુની તસ્વીર ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની જે તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેમાં અભિનેત્રીનો લુક જોવાલાયક છે. જેમકે તમે લોકો આ વાયરલ તસ્વીરમાં જોઈ શકો છો કે એશ્વર્યા રાય બચ્ચન એકદમ ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહી છે. ઐશ્વર્યાએ લાલ રંગ ની સુંદર સાડી પહેરી હતી અને તેમણે પોતાના સેંથા માં સિંદુર, માથા પર લાલ બિંદી અને વાળમાં ગજરો પણ લગાવ્યો હતો. જેમાં તેમની સુંદરતા વધારે નિખરીને સામે આવી રહી હતી. ઐશ્વર્યા રાયની આ તસ્વીર ચાહકોનાં દિલ જીતી રહી છે.

તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાય બચ્ચનની ગણતરી બોલિવુડ સુપરસ્ટારમાં કરવામાં આવે છે. એશ્વર્યા રાય ભલે કેટલી ગમે એટલી વ્યસ્ત કેમ ના હોય પોતાની પરંપરા અને રીવાજો ને પુરી રીતે નિભાવવામાં વિશ્વાસ રાખે છે. જેમકે તમે લોકો ફોટામાં જોઈ શકો છો કે એશ્વર્યા રાય હાથ જોડીને બાપાની સામે પ્રાર્થના કરતી નજર આવી રહી છે.

બચ્ચન પરિવારની સૌથી ખાસ વાત એ છે કે તે દરેક તહેવારને ખુબ જ શાનદાર રીતે ઉજવે છે. બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પણ પોતાના સંસ્કારોનું સંપુર્ણ રીતે પાલન કરે છે અને દરેક તહેવાર ખુબ જ શિદ્દત થી ઉજવવામાં વિશ્વાસ રાખે છે. ઐશ્વર્યા ની આ જુની તસ્વીર સોશિયલ મીડિયા પર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે અને ફેન્સ તેમના આ લુકનાં વખાણ કરતાં થાકી રહ્યા નથી.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન દર વર્ષે મુંબઈના લાલબાગના રાજા ના દર્શન કરવા માટે પહોંચે છે. આ દરમિયાન તેમની સાથે તેમના સસરા અમિતાભ બચ્ચન, સાસુ જયા બચ્ચન, પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા પણ બાપાનાં આશીર્વાદ માટે હાજર હોય છે, પરંતુ લાંબા સમયથી કોરોના વાયરસને કારણે ઐશ્વર્યા રાય અને તેમનો પરિવાર દર્શન કરવા માટે પહોંચી શક્યો નથી. આશા છે કે આ વર્ષે ફરી અશ્વર્યા રાય પોતાના પરિવાર સાથે બાપાનાં આશીર્વાદ લેવા માટે લાલબાગના રાજાના દરબારમાં જશે.

જો હવે એશ્વર્યા રાય બચ્ચનનાં વર્કફ્રન્ટ ની વાત કરીએ તો ઐશ્વર્યા છેલ્લી વાર ફિલ્મ “ફનને ખાં” જોવા મળી હતી. આ ફિલ્મ તેમની સાથે અનિલ કપુર અને રાજકુમાર મુખ્ય કિરદાર માં નજર આવ્યા હતા. હાલમાં તેમની પાસે કોઈ પણ બોલીવુડ ફિલ્મોના પ્રસ્તાવ નથી. વળી એશ્વર્યા રાય સાઉથ ફિલ્મ “પોન્નીયીન સેલ્વન” માં નજર આવવાની છે. ખબર અનુસાર એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે અને આ ફિલ્મમાં તે પહેલીવાર ડબલ રોલમાં નજર આવવાની છે. એશ્વર્યા રાય બચ્ચનની આ ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *