લલીત મોદી પહેલા આ ૧૦ લોકો સાથે પણ સુસ્મિતા સેન ઈશ્ક લડાવી ચુકી છે, આ વ્યક્તિ સાથે તો ઘણી રાતો પસાર કરી ચુકી છે

Posted by

બોલીવુડની મશહુર અભિનેત્રી સુસ્મિતા સેનનું નામ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. અભિનેત્રીનું નામ જ્યારથી લલિત મોદી સાથે જોડાયું છે ત્યારથી સોશિયલ મીડિયા પર મીમ્સ નો ઢગલો થઈ ગયો છે. ઘણા યુઝર્સ બંનેના સંબંધથી ખુશ નજર આવી રહ્યા છે, તો અમુક લોકો તે તેમના સંબંધને મજાક બનાવી દીધેલ છે. સુસ્મિતા સેન અને આઇપીએલનાં પુર્વ ચેરમેન લલિત મોદીના સંબંધોની ચર્ચા હાલના દિવસોમાં ચારોતરફ થઈ રહી છે.

જણાવી દઈએ કે લલિત મોદીએ ૧૪ જુલાઈ, ૨૦૨૨નાં રોજ સોશિયલ મીડિયા પર પોતાના અને અભિનેત્રી સુસ્મિતા સેનાના સંબંધોને ઓફિસિયલ જાહેર કર્યા હતા. લલિત મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સુસ્મિતા સેનની સાથેની અમુક રોમેન્ટિક તસ્વીરો શેર કરી હતી. આ બંનેના અફેરના સમાચારો બોલિવુડની ગલીઓમાં પણ ખુબ જ ચાલી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સુસ્મિતા સેન અવારનવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચામાં રહે છે. હવે ફિલ્મોમાં ભલે તે ખુબ જ ઓછી નજર આવતી હોય, પરંતુ થોડા સમય પહેલા તેણે એકવાર ફરીથી પોતાનો ઓટીટી ડેબ્યુ કર્યું હતું. સુસ્મિતા સેનની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે તેની ડેટિંગ લાઇફ પણ ખુબ જ દિલચસ્પ પર રહેલી છે. અભિનેત્રી ના ડેટિંગ લિસ્ટમાં ઘણા લોકો સામેલ થઈ ચુક્યા છે. લલિત મોદી સુસ્મિતા સેનના ૧૧માં બોયફ્રેન્ડ છે. આ પહેલાં અભિનેત્રી ઘણા લોકો સાથે રિલેશનશિપમાં રહી ચુકી છે.

રોહમન શોલ

સુસ્મિતા સેન મોડલ રોહમન શોલની સાથે પણ રિલેશનશિપમાં રહી ચુકી છે. જ્યારે વર્ષ ૨૦૧૮માં સુસ્મિતા સેને સોહમન શોલની સાથે પોતાની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, તો ફેન્સ જોઈને અભિનેત્રી માટે ખુબ જ એક્સાઇટેડ થઈ ગયા હતા. ત્યારબાદ સુસ્મિતા સેન અને રોહમન શોલ ઘણી પાર્ટીમાં એક સાથે જોવામાં આવ્યા હતા. બાદમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ વર્ષ ૨૦૨૧ માં એવા જ સમાચાર સામે આવ્યા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

વિક્રમ ભટ્ટ

સુસ્મિતા સેન અને ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની રિલેશનશિપના સમાચારો બજારમાં પણ ગરમી વધારી ચુક્યા છે. વિક્રમ અને સુસ્મિતા સેન ફિલ્મ “દસ્ક્ત” માં એક સાથે કામ કર્યા બાદ એકબીજાની નજીક આવી ગયા હતા. આ બંને બોલીવુડના સૌથી ચર્ચિત કપલમાંથી એક હતા. વિક્રમ ભટ્ટ પહેલાથી જ પરણિત હતા. વિક્રમ અને સુસ્મિતાના એક્સ્ટ્રા મેરિટલ અફેરને લીધે જ વિક્રમ અને તેમની પત્ની અદિતિના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી.

રણદીપ હુડ્ડા

મીડિયા રિપોર્ટ અનુસાર સુસ્મિતા સેન અને રણદીપ હુડ્ડા એકબીજા ને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યું હતું. બ્રેકઅપ બાદ ચર્ચામાં આવેલા રણદીપ હુડ્ડાએ સુસ્મિતા સેન માટે સખત શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે અભિનેત્રીની સાથે બ્રેકઅપ ને પોતાના જીવનની સૌથી સારી ઘટના જણાવી હતી.

બંટી સજદેહ

સુસ્મિતા સેન અને બંટી સજદેહનાં સંબંધોના સમાચારોએ પણ ફેન્સની વચ્ચે ઘણા પ્રકારની અફવાઓને જન્મ આપ્યો હતો. આ બંનેને ઘણી વખત એક સાથે જોવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેના ડેટિંગના સમાચારો સામે આવવા લાગ્યા હતા.

વસીમ અકરમ

મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો પાકિસ્તાનના પુર્વ ક્રિકેટર વસીમ અક્રમ અને સુસ્મિતા સેન નું નામ પણ એક સમયે એક સાથે જોડાઈ ચુક્યું છે. આ બંનેના ડેટ કરવાના સમાચારો પણ સામે આવ્યા હતા, પરંતુ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપને લીધે બંનેનો સંબંધ ખતમ થઈ ગયો હતો.

ઋતિક ભસીન

વળી વર્ષ ૨૦૧૫માં સુસ્મિતા સેન મુંબઈના એક લેખક ઋત્વિક ભસીનને ડેટ કરી રહી હતી. તેમને પણ ઘણી વખત એક સાથે જોવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર બંનેનો સંબંધ અંદાજે ચાર વર્ષ સુધી ચાલ્યો હતો, બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

મુદ્દસર અઝીઝ

ફિલ્મ ડાયરેક્ટર મુદ્દસર અઝીઝ ની સાથે પણ સુસ્મિતા સેનાનું નામ જોડાઈ ચુક્યું છે. બંનેના બ્રેકઅપ બાદ ફિલ્મ નિર્માતાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

સબીર ભાટીયા

સુસ્મિતા સેન અને હોટમેલ નાં ફાઉન્ડર સબીર ભાટીયાના રિલેશનશિપના સમાચારો પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. કથિત રૂપથી સુસ્મિતા સેને અંદાજે સાત વર્ષ મોટા સબિરને ૧૦.૫ કેરેટની ડાયમંડની ગિફ્ટ પણ કરેલી હતી. બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધોની કબુલાત કરી નથી.

સંજય નારંગ

સુસ્મિતા સેન અને હોટલ ચેનનાં માલિક સંજય નારંગ પણ ઘણા અવસર પર એક સાથે નજર આવી ચુક્યા છે. આ બંનેનો સંબંધ પણ એક સમયે ખુબ જ ચર્ચામાં રહેલો છે.

અનિલ અંબાણી

અભિનેત્રી સુસ્મિતા સેનાનું નામ બિઝનેસ ટાઇકુન અનિલ અંબાણી સાથે પણ જોડાઈ ચુક્યું છે. એવું જણાવવામાં આવે છે કે ૧૯૯૪માં મિસ યુનિવર્સ બન્યા બાદ સુસ્મિતા સેન ની મુલાકાત અનિલ અંબાણી સાથે ઘણા ઇમેન્ટમાં થઈ હતી.

માનવ મે

સુસ્મિતા અને માનવ મેનન ની રિલેશનશિપ પણ એક સમયે ખુબ જ ચર્ચામાં છવાયેલી હતી. આ બંનેના ડેટિંગના સમાચારો અવારનવાર સામે આવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *