લોન્ચિંગનાં દિવસે જ વેચાઈ ગઈ બધી ઇલેક્ટ્રિક કાર, ૧૬૦૦ કિલોમીટરની રેન્જ અને ચાર્જિંગની પણ જરૂરિયાત નહીં

Posted by

દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત ઇલેક્ટ્રિક વ્હિકલ સ્ટાર્ટ અપ અપટેરા મોટર્સ એક અદભુત બેટરી પાવર થ્રી-વ્હીલર કાર સાથે સામે આવી છે અને તેની ખુબી પણ એવી છે કે તે એટલી જબરજસ્ત ફેમસ થઈ રહી છે. જો દિવસમાં તડકો નીકળે છે તો તેને ચાર્જ કરવાની પણ જરૂરીયાત નથી. પરિસ્થિતિ એવી છે કે તેની લોન્ચિંગનાં ૨૪ કલાકની અંદર જ બધી ગાડીઓ વેચાઈ ગઈ.

અપટેરા મોટર્સ ની આ થ્રી-વ્હીલર ઈવી એક સોલાર પેકેજથી સજ્જ છે. જે દર ૪૦ માઈલ (૬૪ કિલોમીટર) થી વધારે ની રેન્જની મફત ડ્રાઇવ આપવામાં સક્ષમ છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનું પહેલું એવુ વાહન છે, જેને વધારે દૈનિક ડ્રાઇવિંગ માટે ઈંધણની આવશ્યકતા નહિ હશે.

અપટેરા નાં સહ-સંસ્થાપક સ્ટીવ ફેમબ્રો તરફથી જાણવા મળ્યું છે કે, “૪૦ માઇલ નું અંતર ઘણું વધારે નથી લાગતું. પરંતુ તે તમારી કારને પાર્ક કરવા બરાબર છે, જે રાતભરમાં જાદુઈ રીતથી બે ગેલન ગેસ ભરે છે.” ઈવી નિર્માતાનો એવો પણ દાવો છે કે કારનાં હુંડ અને હેચ પર વધારાની સોલર પેનલ ને લગાવીને તેની રેન્જ ને આગળ (૩૫ માઈલ સુધી) વધારવાનો પણ વિકલ્પ છે.

ફેમબ્રો એ કહ્યું, “તો હકીકત એવી છે કે તમે તેને કામ પર કે ક્યાંય પણ પાર્ક કરી શકો છો અને તેને છોડીને જતા સમયે તમે તેમાં જેટલી એનર્જી છોડીને જાવ છો, તેના કરતાં પરત આવો ત્યારે તેના ટેન્કમાં વધારે ઇલેક્ટ્રિસિટી મળી જાય છે. જેનાથી દરરોજ ચલાવવા માટે પૈસા વાપર્યા વગર તે પોતાને ચાર્જ કરે છે. આ પ્રકારની આઝાદીથી મને લાગે છે કે ઘણાં લોકો તેને પસંદ કરશે.”

જોકે સોલર ચાર્જિંગ ફક્ત પર્યાપ્ત હોર્સ પાવર આપવા માટે પર્યાપ્ત નથી, એટલા માટે તેની ઇલેક્ટ્રિક મોટરને મુખ્ય રૂપથી અલગથી 100 KWh પેક આપવામાં આવ્યું છે. જે ૧,૦૦૦ માઈલ (૧૬,૦૯ km) ની સીમા સુધી પહોંચાડવાનો દાવો કરવામાં આવે છે. જો એવું છે તો તે દુનિયાની પહેલી ઈવી બનવા માટે તૈયાર છે. જેમાં એવી રેન્જ છે, જે અન્ય ઈવીથી ઘણી સારી છે.

અપટેરા નું કહેવાનું છે કે આ કાર ની એરોડાયનેમિક ડિઝાઇનના કારણે પ્રતિ માઈલ માત્ર ૧૦૦ વોટ-કલાકની ઉર્જાનો ઉપયોગ કરે છે. તેમાં પરંપરાગત રૂપથી 110V આઉટલેટ છે. જે મેન્યુઅલ ચાર્જિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. અપટેરા નો દાવો છે કે લિક્વિડ- કુલ્ડ ઇલેક્ટ્રિક મોટર ઈવી દ્વારા આ કાર ૦ થી ૬૦ માઈલ પ્રતિ કલાકની ઝડપ માત્ર ૩.૫ સેકન્ડમાં પ્રાપ્ત કરી શકે છે અને તેની ટોપ સ્પીડ ૧૧૦ માઈલ પ્રતિ કલાક (૧૭૭ કિલોમીટર પ્રતિ કલાક) છે.

Aptera EV ફ્રન્ટ વ્હીલ અને ઓલ વ્હીલ  ડ્રાઇવ બંને વિકલ્પ માં ઉપલબ્ધ છે. ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ EV અધિકતમ 134 Hp ની પાવર ઉત્પન્ન કરી શકે છે, જ્યારે ઓલ વ્હીલ ડ્રાઇવ વર્ઝન 201 Hp ની પાવર ઉત્પન્ન કરી શકે છે. Aptera EV ત્રણ રંગ માં આવે છે, જે કાળો, સિલ્વર અને સફેદ હશે. ઈલેક્ટ્રીક કારને ૨૫,૯૦૦ અમેરિકી ડોલરની શરૂઆતી કિંમતમાં રજુ કરવામાં આવી છે. જે ભારતીય મુદ્રા  લગભગ ૧૯.૧૦ લાખ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *