LIC ની સૌથી બેસ્ટ પોલિસી, ૭ હજાર કરતાં પણ ઓછા રૂપિયા ભરીને મેળવી શકો છો ૫૦ લાખ સુધીની રકમ

Posted by

એલઆઇસી ની સૌથી સારી પોલીસી એલઆઇસી ટેક ટર્મ પ્લાન્ટ નંબર ૮૫૪ ને માનવામાં આવે છે. LIC ની બધી ટર્મ પોલિસીમાં તેને સૌથી સસ્તી પોલિસી માનવામાં આવે છે. ૧૮ વર્ષથી લઈને ૬૫ વર્ષ સુધીના લોકો આ પોલીસીને ખરીદી શકે છે. આ પ્લાનમાં ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયાની વીમા પોલિસી લેવાની હોય છે. તેનાથી ઓછી રકમની પોલિસી લઈ શકાતી નથી. કોઈ વ્યક્તિના ૮૦ વર્ષ થવા સુધી આ પોલીસી કામ કરશે, ત્યારબાદ નહીં. ઓછામાં ઓછા ૧૦ વર્ષ અને વધુમાં વધુ ૪૦ વર્ષ માટે આ પોલિસી લઈ શકાય છે. આ પોલીસી ફક્ત તે લોકોને મળે છે, જેમની પોતાની આવક છે.

આ પોલીસીમાં પ્રીમિયમ ચુકવવા માટે ત્રણ વિકલ્પ મળે છે. તેમાં પહેલુ છે રેગ્યુલર પ્રીમિયમ, એટલે કે જેટલા વર્ષની પોલીસી હશે એટલા વર્ષ સુધી પ્રીમિયમ ચુકવવાનું રહેશે. લિમિટેડ પ્રીમિયમ ટર્મ અંતર્ગત પોલીસીની કુલ સમય મર્યાદા થી પાંચ વર્ષ ઓછું અથવા ૧૦ વર્ષ સુધી પ્રીમિયમ ચુકવી શકો છો. ત્રીજો વિકલ્પ છે સિંગલ પ્રીમિયમ, એટલે કે પોલિસી લેતા સમયે એક સાથે પ્રીમિયમ ચુકવવાનું હોય છે.

આ પોલીસીની સૌથી મોટી ખાસિયત ડેથ બેનિફિટ છે. તેમાં ત્રણ પ્રકારથી પૈસા મેળવવાની સુવિધા મળે છે. વીમાધારકના મૃત્યુ બાદ નોમીની ને એક સાથે બધા પૈસા મળી શકે છે. બીજો વિકલ્પ છે હપ્તાનો, જેમાં નોમિનીને પ વર્ષ, ૧૦ વર્ષ અથવા ૧૫ વર્ષ સુધી હપ્તાના રૂપમાં પૈસા મળે છે. ત્રીજો વિકલ્પ છે લબસમ રકમ અને હપ્તાનો હોય છે, તેમાં અમુક હિસ્સો લમસમ અને અમુક હિસ્સો પ વર્ષ, ૧૦ વર્ષ અથવા ૧૫ વર્ષ પર આપવામાં આવે છે. વીમાધારક પોલીસી લેતા સમયે આ ત્રણમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરી શકે છે. આ પોલિસીમાં ધુમ્રપાન ન કરનાર લોકોને ઓછું પ્રીમિયમ ચુકવવાની સુવિધા મળે છે. જો આ પોલીસી કોઈ મહિલા લે છે, તો તેને પણ પ્રીમિયમ ઉપર ડિસ્કાઉન્ટ મળશે.

આ પોલીસીમાં અલગ અલગ ઉંમરના લોકો માટે અલગ અલગ પ્રીમિયમ નક્કી કરવામાં આવેલ છે. કોઈ ૨૧ વર્ષનો વ્યક્તિ જો ૨૦ વર્ષની પોલીસી લે છે તો તેને દર વર્ષે ૬,૪૩૮ રૂપિયા જમા કરાવવાના રહેશે. ૪૦ વર્ષની પોલીસી માટે ૮,૮૨૬ રૂપિયા આપવાના રહેશે. આવી જ રીતે જો કોઈ ૪૦ વર્ષનો વ્યક્તિ ૨૦ વર્ષ માટે એલઆઇસી ટેક ટર્મ પ્લાન લે છે તો તેને ૧૬,૨૪૯ પ્રીમિયમ ભરવાનું રહેશે. ૪૦ વર્ષ માટે આ પ્રીમિયમ ૨૮,૮૮૬ હશે.

આ એક ઓનલાઇન પોલિસી છે, જેને ફક્ત ઓનલાઇન જ લઈ શકાય છે. LIC ની વેબસાઈટ ઉપર જઈને તમે આ પોલિસી ખરીદી શકો છો. આ પોલીસી એક ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી છે, જેના અંતર્ગત વીમાધારક નું મૃત્યુ થઈ જાય છે તો તેને સમ એસ્યોર્ડ પૈસા મળે છે. તેમાં અન્ય પોલીસીની જેમ કોઈ મેચ્યોરિટીના પૈસા મળતા નથી. પોલીસી પિરિયડના અંત સુધી વીમાધારક જો જીવીત રહે છે તો તેને કોઈ પૈસા મળશે નહીં.

પોલીસી દરમિયાન જો વીમાધારકનું મૃત્યુ થઈ જાય છે તો તેના નોમિની ને ઘણા પ્રકારની સુવિધા આપવામાં આવે છે. લિમિટેડ પ્રીમિયમ અને રેગ્યુલર પ્રીમિયમ પ્લાનની સુવિધા એક છે. જ્યારે સિંગલ પ્રીમિયમમાં અમુક અંતર છે. જો વીમાધારકનું મૃત્યુ થઈ જાય છે તો તેની વાર્ષિક આવકથી સાત ગણું વધારે નોમિની ને મળશે. જે તારીખે વીમાધારકનું મૃત્યુ થાય છે, તે તારીખ સુધી કુલ પ્રીમિયમનાં ૧૦૫% નોમિનીને મળશે. નૉમિની ને સમ એસ્યોર્ડ ની સંપુર્ણ રકમ આપવામાં આવે છે.

સિંગલ પ્રીમિયમ નો નિયમ

વીમાધારકના મૃત્યુ થવા પર સિંગલ પ્રીમિયમના ૧૨૫% નોમિનિ ને મળે છે. મૃત્યુ થવા પર સમ એસ્યોર્ડ ની સંપુર્ણ રકમ નૉમિની ને આપવામાં આવે છે. આ પોલીસી ટર્મ પ્લાન છે, એટલા માટે વીમાધારકને કોઈ મેચ્યોરિટી એમાઉન્ટ મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *