જ્યારે પણ વીમો લેવાની વાત આવે છે તો આપણી પહેલી પસંદ ભારતીય જીવન વીમા નિગમ જ બને છે. LIC એક સરકારી વીમા કંપની છે, એટલા માટે લોકો તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. LIC પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારની પોલીસી ઓફર કરે છે, જેમાં રોકાણ કરીને તેઓ પોતાના ભવિષ્યને આર્થિક રૂપથી સુરક્ષિત કરી શકે છે. આવી જ LIC ની સ્કીમ છે જીવન લાભ પોલિસી. એલઆઇસી ની આ વીમા પોલિસી લોકોમાં ખુબ જ પોપ્યુલર છે. જીવન લાભ એક એન્ડોમેટ પોલીસી છે. આ સ્કીમમાં રોકાણ કરનાર લોકોને ઇન્સ્યોરન્સ કવરની સાથે સેવિંગ બેનિફિટ પણ આપવામાં આવે છે.
LIC ની આ પોલિસી ને વર્ષ ૨૦૨૦ માં લોન્ચ કરવામાં આવેલ હતી. જીવન લાભ પોલિસીમાં રોકાણ કરવાની મિનિમમ રકમ ૨ લાખ રૂપિયા છે અને વધુમાં વધુ રોકાણ કરવા માટે કોઈ લિમિટ નક્કી કરવામાં આવેલ નથી. આ સ્કીમમાં મેચ્યોરિટી માટે અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિ ૧૬ વર્ષ, ૨૧ વર્ષ અને ૨૫ વર્ષની મેચ્યોરિટી સમયમર્યાદા માટે આ પોલીસીમાં રોકાણ કરી શકે છે. પ્રીમિયમ જમા કરાવવાની સમય મર્યાદા ૧૦ વર્ષ, ૧૫ વર્ષ અને ૧૬ વર્ષ છે. પ્રીમિયમનું ચુકવણું માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક આધાર ઉપર કરવામાં આવે છે.
LIC જીવન લાભ પોલિસી લેવા માટે ઓછામાં ઓછી ઉંમર ૮ વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૫૯ વર્ષ છે. ૫૯ વર્ષની ઉંમર વાળા વ્યક્તિ ૧૬ વર્ષની મેચ્યોરિટી સમય મર્યાદા માટે જીવન લાભ પોલિસી લઈ શકે છે. આ પોલીસી અનુસાર કોઈપણ પોલિસી હોલ્ડર ની ઉંમર આ સ્કીમ નાં મેચ્યોર થવા સુધી ૭૫ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
જો તમે ૨૫ વર્ષની ઉંમરમાં જીવન લાભ પોલિસી લો છો તો તમને તેની મેચ્યોરિટી પર ૫૪ લાખ રૂપિયાથી વધારે રકમ મળશે. તેના માટે તમારે ૨૫ વર્ષની સમય મર્યાદા વાળી પોલિસી લેવાની રહેશે. તેમાં તમારે ૨૦ લાખ રૂપિયા ની રકમ વીમા માટે ચુકવવાની રહેશે. તેમાં તમને દર વર્ષે ૯૨,૪૦૦ રૂપિયા પ્રીમિયમનાં રૂપમાં જમા કરાવવાનું રહેશે. આવી રીતે દર મહિને તમારે ૭,૦૦ અને દરરોજના હિસાબથી ૨૫૩ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ જ્યારે જીવન લાભ પોલિસી મેચ્યોર થઈ જશે તો તમને ૫૪.૫૦ લાખ મળશે.
એલઆઇસી જીવન લાભ પોલિસીમાં રોકાણ કરનાર વ્યક્તિ નું મેચ્યોરિટી પહેલા દુર્ભાગ્યપુર્ણ રીતે મૃત્યુ થઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં ફેમિલીને ફાઇનાન્સિયલ સપોર્ટ મળી શકે છે. વળી મેચ્યોરિટી સુધી પોલિસી હોલ્ડર જીવિત રહેવા પર તેને મેચ્યોરિટીની રકમ આપવામાં આવે છે. LIC નાં આ પ્લાનમાં ઇન્વેસ્ટ કરનાર વ્યક્તિ લોન પણ લઈ શકે છે.