લાઈમલાઇટ થી દુર રહે છે બોલીવુડ સેલિબ્રિટિની આ બહેનો, સુંદરતામાં હિરોઈનોને પણ ઝાંખી પાડે

Posted by

ભાઈ-બહેનના પ્રેમ વાળા તહેવાર રક્ષાબંધન હવે આવી ગયો છે. ખાટા-મીઠા પ્રેમ વાળા સંબંધને ભાઈ-બહેન આ દિવસે ખૂબ જ પ્રેમથી મનાવે છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલિબ્રિટી પણ પોતાના ભાઈ-બહેન સાથે સુંદર રીતે તહેવાર ઉજવતા હોય છે. ખૂબ જ લાંબા સમયથી ચાલી રહેલ લોકડાઉનને કારણે હાલના સમયમાં લોકોના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે. તેવામાં બધા લોકો રક્ષાબંધનનો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા ભાઈ-બહેન એવા છે જે એક સાથે કામ કરે છે, વળી અમુક સ્ટાર્સની બહેનો એવી પણ છે જે લાઈમ લાઈટથી દૂર રહે છે. આજે અમે તમને અમારા આર્ટિકલમાં તે સેલિબ્રિટીની બહેનો વિશે જણાવીશું જે બોલિવૂડથી દૂર રહે છે.

રિદ્ધિમા કપૂર

કપૂર ખાનદાનની દીકરી અને રણવીર કપૂરની બહેન રિદ્ધિમા ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ છે. તે એક જ્વેલરી ડિઝાઇનર છે. જોકે રિદ્ધિમા પડદા પર કામ નથી કરતી, પરંતુ હંમેશાં લાઈમલાઈટમાં આવતી રહેશે. વળી સુંદરતાની બાબતમાં રિદ્ધિમા કોઈ હિરોઈન થી ઓછી નથી. રણવીર પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે.

સુનૈના રોશન

બોલિવૂડના ગ્રિક ગોડ કહેવામાં આવતા ઋત્વિક રોશનની બહેને સુનૈના રોશન છે. સુનૈના ઋત્વિકને નાના ભાઈનો લાડ-પ્રેમ તો આપે છે, પરંતુ મોટી બહેન હોવાનો રોફ પણ તેના પર જમાવે છે. ઋત્વિક પણ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે. સુનૈનાએ ફિલ્મ “કાઇટ્સ” અને “ક્રેઝી-૪” માં કો-પ્રોડ્યુસર તરીકે કામ કરી ચૂકી છે. સુનૈના ગુગલ એમ્પ્લોય પણ રહી ચૂકી છે. ત્યારબાદ તે રિતિક રોશનની HRX બ્રાન્ડ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે પણ કામ કરેલ છે.

અંશુલા કપુર

બોલિવૂડના “ગુંડે” એક્ટર અર્જુન કપૂરની બહેનનું નામ અંશુલા છે. અંશુલાએ કોલંબિયા યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરેલ છે. જ્યાં સમગ્ર કપૂર ખાનદાન બોલિવૂડ પર રાજ કરે છે, તો વળી અંશુલાને આ ફિલ્મમાં કોઈ દિલચસ્પી નથી.

રિતિકા સિંહ

બોલિવૂડના “બાજીરાવ” રણવીર સિંહની એક બહેન છે, જેનું નામ રિતિકા છે. રિતિકા પેટ લવર છે. રણવીર તો ફિલ્મોમાં નામ કમાઈ રહ્યા છે, પરંતુ રિતિકાને આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ વધારે દિલચસ્પી નથી. રણવીર પોતાની બહેન પર પોતાનો જીવ ન્યોછાવર કરે છે. તેમનો સંબંધ કંઈક એવો છે કે તે પોતાની માં ને મોટી માં કહે છે અને બહેનને નાની માં કહે છે.

સબા અલી ખાન

સૈફ અલી ખાનની પણ એક બહેન સોહા અલી ખાન તો બોલિવૂડમાં એક્ટ્રેસ છે અને અવાર-નવાર લાઈમલાઈટ માં રહે છે. વળી તેમની વધુ એક બહેન છે, જે લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરતી નથી. સબા ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ કરે છે. અમુક વર્ષ પહેલા તેમણે એક ડાયમંડની ચેન પણ શરૂ કરેલ છે.

અર્પિતા અને અલવીરા

સલમાન ખાનની બે બહેનો અર્પિતા અને અલવીરા મોટા પડદા થી દુર છે, પરંતુ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સલમાન પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે ખૂબ જ પઝેસિવ પણ છે. જણાવી દઈએ કે અર્પિતા અને અલવીરા બંને ફિલ્મ પ્રોડ્યુસર છે.

મેઘના ઓબેરોય

વિવેક ઓબેરોયની બહેના મેઘના પણ લાઈમલાઈટ થી પોતાને દૂર રાખે છે. મેઘનાનાં લગ્ન મુંબઈના એક બિઝનેસમેન સાથે થયા છે. તે મોટાભાગનો સમય પોતાના પરિવારની સાથે પસાર કરવાનું પસંદ કરે છે. મેઘનાને પણ બોલિવૂડમાં કોઇ દિલચસ્પી નથી.

અલકા ભાટીયા

અક્ષય કુમારની બહેન અલકા ભારતીય પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાને દૂર રાખે છે. અલકા દિલ્હીમાં રહે છે. અલકા તે સમયે ચર્ચામાં આવી ગઇ હતી જ્યારે તેણે પોતાના ભાઈની મરજી વિરુદ્ધ પોતાના થી ૧૫ વર્ષ મોટા બિઝનેસમેન સુરેન્દ્ર હીરાનંદાની સાથે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં અક્ષય કુમાર આ લગ્ન માટે માની ગયા હતા.

શ્વેતા બચ્ચન નંદા

બચ્ચન પરિવારની એકમાત્ર દીકરી અને અભિષેકની બહેન શ્વેતા પણ લાઈમલાઈટ થી દૂર રહે છે. શ્વેતાનાં પિયરમાં દરેક વ્યક્તિ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે, પરંતુ શ્વેતા ફિલ્મોથી દૂર રહે છે. જો કે શ્વેતા અમિતાભ બચ્ચનની સાથે એક એડમાં નજર આવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *