લાઈમલાઇટથી દુર રહે છે વિરાટ કોહલીની મોટી બહેન, સુંદરતા જોઈને પિગાળી જશો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સફળતા પાછળ તેમની બહેન ભાવના કોહલીનો પણ મોટો હાથ છે. તેમની મોટી બહેન ભાવના કોહલીએ દરેક પગલાં પર પોતાના ભાઈનો સાથ આપ્યો અને વિરાટને આ સ્થાન સુધી પહોંચાડ્યો. આખા દેશમાં હાલમાં જ ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન ઉજવવામાં આવ્યો. તેવામાં આજે અમે તમને વિરાટ અને તેમની બહેન ભાવના વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તેમની અમુક ક્યારેય ન જોયેલી ફોટો પણ બતાવવા જઈ રહ્યા છે.

ભાવના કોહલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સમય સમય પર ઘણી બધી ફોટો પોસ્ટ કરતી રહે છે. તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તેમણે વિરાટ સાથે પણ ઘણી ફોટો શેર કરી છે. જોકે ભાવના ને લાઈમલાઇટ માં રહેવું જરા પણ પસંદ નથી. એજ કારણ છે કે પોતાના ભાઈ વિરાટનાં લગ્ન દરમિયાન પણ ભાવનાએ મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું. તે વિરાટનાં લગ્ન માટે ઇટલી ગઈ હતી, પરંતુ મીડિયાનાં કેમેરાથી તેમણે અંતર જાળવીને રાખ્યું.

ભાવના પોતાના ભાઈ વિરાટના બિઝનેસને સાંભળે છે. હકીકતમાં કોહલી વધારે ક્રિકેટમાં વ્યસ્ત રહે છે. તેવામાં તેમની બહેને તેમના બિઝનેસ ની જવાબદારી સંભાળી રાખી છે અને આ જવાબદારીને તે સારી રીતે નિભાવી રહી છે. ભાવના ને પોતાનો સમય પરિવાર અને મિત્રો સાથે જ વીતાવવાનો પસંદ છે. તે પોતાનો  મોટાભાગનો સમય પોતાના બાળકોને આપે છે. ભાવનાનાં બે બાળકો મહક અને આયુષ છે. તેમણે સંજય ઢીંગરા સાથે લગ્ન કર્યા છે.

ભાવના કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે રિલેશન ઘણા સારા છે અને તેઓ હંમેશા ઘણી ફોટો સાથે ક્લિક કરતા રહે છે. જ્યારે પણ વિરાટ અને અનુષ્કાને પોતાના કામથી સમય મળે છે, તો તેઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે.

જ્યારે વિરાટ અને અનુષ્કા પેરેન્ટ્સ બન્યા હતા. ત્યારે ભાવના કોહલીએ એક પોસ્ટ લખી હતી અને કહ્યું હતું કે, “ફોઈ બનીને ઘણી ખુશ છે.” વળી એક વખત ભાવના કોહલી એ વિરાટ અને અનુષ્કાની દીકરી કેવી દેખાય છે, તે ફેન્સને જણાવ્યું હતું. હકીકતમાં વિરાટ કોહલીની બહેન ભાવના કોહલી ઢીંગરાએ ઇન્સ્ટાગ્રામ પર “આસ્ક મી એનીથીંગ” લાઈવ  સેશન રાખ્યું હતું. આ સેશનમાં ભાવના ને ફેન્સે ઘણા સવાલ પુછ્યા. આ દરમિયાન એક યુઝરે પૂછ્યું કે, “શું તમે વામિકાને મળ્યા છો? તે કોના જેવી દેખાય છે, અનુષ્કા કે વિરાટ?”  તેના પર જવાબ આપતા કોહલીની બહેને કહ્યું હતું કે, “હા અમે મળ્યા છીએ અને તે એક એંજલ છે.”

મહત્વપુર્ણ છે કે વિરાટ કોહલી થોડા સમય પહેલાં જ પિતા બન્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હજુ સુધી પોતાની દીકરી વામીકા નો ચહેરો કોઈને બતાવેલ નથી. મુંબઈ એરપોર્ટ પર વિરાટ, અનુષ્કા અને વમિકા કેમેરામાં કેદ થયા હતા. તેમાં વમિકા નજર તો આવી પરંતુ તેમનો ચહેરો દેખાયો ન હતો. હકીકતમાં વિરાટ અને અનુષ્કા નથી ઇચ્છતા કે તેમની દીકરીનાં ફોટો મીડિયા પર આવે.

વિરાટ અને અનુષ્કાનાં નિર્ણયમાં ભાવના એ પણ તેમનો સાથ આપ્યો હતો અને એક પોસ્ટ કરી કહ્યું હતું કે વિરાટ અને અનુષ્કા એ મીડિયાને રિક્વેસ્ટ કરી છે કે તે વમિકા ની ફોટો ન બતાવે. હું તેમનું સન્માન કરું છું. એવી રિપોર્ટ પર ધ્યાન ન કરો, જેમાં કહેવામાં આવે છે કે મેં જણાવ્યું કે વમિકા કેવી દેખાય છે.