લોકડાઉન બાદ સલૂનમાં કટિંગ અને શેવિંગ કરાવતા પહેલા આ સમાચાર જરૂરથી વાંચી લો

કોરોના વાયરસને લઈને ચાલી રહેલ લોકડાઉન માં કાલે અમુક શરતો પર દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર હવે આવશ્યક અને બિન આવશ્યક સામાનની દુકાનો ખોલી શકાશે. આ દરમિયાન અમુક શરતોનું ખૂબ જ સખતાઈથી પાલન કરવાનું રહેશે. પરંતુ જ્યારે લોકડાઉન સમાપ્ત થશે અને ત્યારબાદ જ્યારે બધી જ દુકાનો ખોલવાની ફરવાની આપવામાં આવશે. ત્યારે ઘણા લોકો કટીંગ અને શેવિંગ કરવા માટે સલૂનમાં જશે. સલૂનમાં જતા પહેલા બધા લોકોએ એક વખત આ સમાચાર જરૂરથી વાંચી લેવા જોઈએ.

હકીકતમાં, ખરગોન જિલ્લાના એક ગામમાં ૬ લોકોનાં પોઝિટિવ મળી આવ્યા છે. એક જ ગામના ૬ લોકોનાં સંક્રમિત હોવાને કારણે ગામમાં હડકંપ મચી ગયો હતો. જાણવા મળ્યું છે કે ગામના એક વાળંદ દ્વારા આ સંક્રમણ ફેલાયું છે. હકીકતમાં, ખરગોન માં વાળંદે એક જ સંક્રમિત કપડાથી લોકોના કટીંગ અને શેવિંગ કર્યા હતા. એક જ કપડાનો ઉપયોગ થવાથી કોરોનાનું સંક્રમણ લોકોમાં ફેલાતું રહ્યું. આ બાબતની જાણ થતાં જ ગામડાની બધી જ સીમાઓ સીલ કરી દેવામાં આવી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલાં એક યુવક ઇન્દોરથી ગામડામાં આવ્યો હતો. તેણે એક વાળંદ પાસે શેવિંગ કરાવી હતી. જ્યારે આ યુવકના પહેલાથી જ સેમ્પલ રિપોર્ટ માટે ગયેલા હતા. ત્યાર બાદ રીપોર્ટમાં તે પોઝિટિવ આવ્યો હતો. તેનો ઈલાજ પણ કરવામાં આવ્યો અને તે સ્વસ્થ થઇને ઘરે પહોંચી ગયો હતો.

વળી જે લોકોએ તે વાણંદને ત્યાં પહોંચીને કટીંગ અને શેરિંગ કરાવી હતી અથવા તો જે લોકો તેના સંપર્કમાં આવ્યા હતા, તેમાંથી ૫ એપ્રિલ ના ૨૬ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી ૧૭ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે ૯ લોકોના રિપોર્ટ ગુરુવારે રાત્રે આવ્યા હતા. રિપોર્ટમાં ૬ લોકોમાં કોરોના સંક્રમણ હોવાની પુષ્ટી થઇ હતી.

ધ્યાનમાં લેવાનું છે કે ખરગોન જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૬૦ થઈ ગઈ છે. જિલ્લામાં ૨ દિવસમાં ૧૯ લોકોના સંક્રમિત મળી આવ્યા છે. બે અલગ અલગ આવેલ રિપોર્ટમાં ગુરૂવારના ૯ પોઝિટિવ કેસ મળી આવ્યા તેમાંથી ૬ એક જ ગામના હતા.