કોરોના વાયરસ મહામારીને કારણે દુનિયાભરમાં સામાજિક અંતરનું સખતાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને વ્યક્તિગત રૂપથી મળવાને બદલે ઇન્ટરનેટ અથવા ફોન દ્વારા જ વાત કરી રહ્યા છે. અભ્યાસ પણ ઓનલાઇન કરવામાં આવી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે સામાજિક અંતરનો નિયમ સ્કૂલોમાં પણ લાગુ કરવામાં આવશે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું હતું કે, સ્કૂલ માટે નવી ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે. લોકડાઉન બાદ જ્યારે સ્કૂલ ખૂલશે, તો સ્કૂલોમાં આ નવી ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. પીટીઆઇ એ અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલે પાછલા સપ્તાહમાં રાજ્યના શિક્ષણ મંત્રીઓ સાથે થયેલ બેઠકમાં સુરક્ષા દિશાનિર્દેશો ના મુદ્દા પર ચર્ચા વિચારણા કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સ્કૂલમાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવશે. એટલે કે લોકડાઉન બાદ પણ સ્કૂલ અને કોલેજ ખોલવામાં આવશે તો સામાજિક અંતરનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે. મંત્રાલય દ્વારા ક્લાસમાં વિદ્યાર્થીના બેસવાની વ્યવસ્થા અને સુરક્ષાને લઇને ગાઇડલાઇન ખૂબ જલ્દી રજૂ કરવામાં આવશે. જે સામાજિક અંતર માટે ખૂબ જ મહત્વની છે.
હાલના સમયમાં સ્કૂલોમાં એક ક્લાસમાં ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સીટ અથવા ટેબલ એકબીજા સાથે શેયર કરે છે. અમુક સ્કૂલોમાં ૨ થી ૩ બાળકો પણ ટેબલ ડેસ્ક શેયર કરે છે.
પરંતુ લોકડાઉન બાદ જો સ્કૂલોમાં સામાજિક અંતર જાળવવામાં આવે છે, તો MHRD એ પ્રત્યેક સ્કૂલની જગ્યા ઉપર પણ ધ્યાન આપવાનું રહેશે. જોકે સામાજિક અંતરનું પાલન કરીને સ્કૂલને તેવી રીતે જ સંચાલિત કરવી મુશ્કેલ થઈ શકે છે, જેવી તે લૉકડાઉન પહેલા આયોજિત કરવા આવી રહી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ ઇટીને જણાવ્યું, “ગાઈડલાઈન માં એક ચેકલીસ્ટ અને વિદ્યાર્થી તથા સ્ટાફની સુરક્ષા અને સુનિશ્ચિત કરવા માટે ઉપાય સામેલ હશે. ક્ષેત્રોમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવશે. સંસ્થાન પરિસ્થિતિઓ અનુસાર ગાઇડ લાઇનને પોતાના હિસાબથી ફોલો કરી શકશે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ અનેક વખત પુનરાવર્તન કર્યું કે, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવશે.
અધિકારીએ આગળ જણાવ્યું કે ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે અને રાજ્યોની સાથે ખૂબ જ જલ્દી શેયર કરવામાં આવશે, જેથી સ્કૂલ અને કોલેજ ફરીથી ખોલવા માટે તેઓ તેની તૈયારી કરી શકે. વળી યુજીસી યુનિવર્સિટી અને કોલેજો માટે ગાઈડલાઈન પહેલાથી જ રજૂ કરવામાં આવી ચુકી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જુના સ્ટુડન્ટ માટે ક્લાસીસ ઓગસ્ટ થી શરૂ થશે અને નવા માટે ક્લાસીસ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. યુજીસી ગાઈડલાઈન માં ક્લાસીસ સંચાલિત કરવા માટે ઓનલાઇન ટીચિંગ ઉપર પણ ભાર દેવામાં આવ્યો હતો.