દેશમાં કરોડો લોકોની સંખ્યા ૨૬ હજારને પાર પહોંચી ચૂકી છે અને સતત સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારો પુરી કોશિશમાં લાગી છે કે પોતાના રાજ્યમાં આ આંકડાને કેવી રીતે ઓછા કરી શકે. આ બીમારીથી અર્થવ્યવસ્થા પણ ખૂબ જ પ્રભાવિત થઈ છે. જોકે હવે સરકારને વધુ એક ચિંતા સતાવી રહી છે. સરકારને ચિંતા છે કે લોકડાઉન બાદ અચાનક થી જનસંખ્યા વધી ન જાય. તેવામાં ઘરે ઘરે જઈને કોન્ડોમનાં ફ્રી પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે. આવો જ એક મામલો ઉત્તરપ્રદેશના બલિયા થી સામે આવ્યો છે.
ઉત્તરપ્રદેશના બલિયા માં વહેંચવામાં આવી રહ્યા છે ફ્રીમાં કોન્ડમ
લોકડાઉનને કારણે લોકો પોતાના ઘરમાં કેદ રહેવા માટે મજબૂર છે. તેવામાં લોકો સમય પસાર કરવા માટે વધારે શારીરિક સંબંધ બનાવવા લાગ્યા છે. સરકારને તે વાતની ચિંતા થઈ રહી છે કે ક્યાંક જનસંખ્યા વધી ન જાય. તેવામાં ઉત્તરપ્રદેશના બલિયા માં જિલ્લા પ્રશાસને દરેક ઘરમાં કોન્ડમ, માલા-ડી અને પરિવાર નિયોજન ની કીટ વહેંચવાનો નિર્દેશ આપ્યો છે. ઓર્ડર મળ્યા બાદ આરોગ્ય વિભાગ ઘરે-ઘરે જઈને મફતમાં લોકોને કોન્ડમ, માલા-ડી અને કોપર-ટી વેચી રહ્યું છે.
આંગણવાડી બહેનોનું કહેવું છે કે તેઓ ઘરે ઘરે જઈને કોન્ડોમના પેકેટ વહેંચી રહી છે. તેઓ શહેર અને ગામડામાં પરિવાર નિયોજન માટે લોકોને જાગૃત કરી રહ્યા છે. આ વિષયમાં બલીયાનાં આસિસ્ટન્ટ સીએમઓ ડોક્ટર વિરેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે લોકડાઉન અને કારણે લોકો એકબીજાની સાથે ૨૪ કલાક સમય પસાર કરી રહ્યા છે. તેવામાં મનોરંજનના નામ પર શારીરિક સંબંધ બનાવવા, સરકાર માટે ચિંતાનો વિષય બની ચૂક્યું છે. લોકડાઉન માં ક્યાંક અચાનકથી જનસંખ્યા વધી ન જાય એટલા માટે સરકારે આ પગલા ઉઠાવ્યા છે.
લોકડાઉન માં વધારે સંબંધ બનાવી રહ્યા છે લોકો
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે લોકો લોકડાઉનમાં રહેવા માટે મજબૂર બની ગયા છે. એવા સમાચારો પણ સામે આવી રહ્યા છે કે પહેલાની તુલનામાં લોકો વધારે શારીરિક સંબંધ બનાવી રહ્યા છે. ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણી મહિલાઓએ આ વાતને સાચી બતાવી છે. મનોરંજનના સાધનોને કમી હોવાને કારણે અને ઘરમાં સતત બેસી રહેવાને કારણે પતિ પત્ની વધારે સંબંધ બનાવી રહ્યા છે. અમુક જગ્યાએ તો પત્નીઓ પતિની હાયર સેક્સ ડ્રાઈવ થી પરેશાન પણ થઈ ચૂકી છે એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે ઉત્તરપ્રદેશના બલિયા માં શરૂ થયેલ આ પહેલ આગળ ઘણા રાજ્યોમાં લાગુ થવી જોઈએ. ઘણા ગામડાઓમાં લોકો કોન્ડોમનો ઉપયોગ કરવાથી ગભરાય છે અને મોટાભાગની દુકાનો બંધ હોવાને કારણે કોન્ડમ લઈ શકતા નથી. તેવામાં પ્રશાસન દ્વારા જાતે ઘરે ઘરે જઈને સેફ્ટી કીટ પહોંચાડવી ખૂબ જ પ્રશંસનીય પગલું માનવામાં આવે છે. આંગણવાડી બહેનો મહિલાઓને ગર્ભ થી બચાવવા માટે કિટ આપી રહી છે તો વળી પુરુષોને કોન્ડમ આપવામાં આવી રહ્યા છે. એક સ્વાસ્થ્યકર્મીએ જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે અન્ય પ્રદેશોમાં કામ કરતા મજૂરો ઘરે પરત આવી ગયા છે. તેવામાં પરિવાર નિયોજન માટે આ સમય ખૂબ જ ખાસ છે. તેવામાં આ લોકોને પરિવાર નિયોજનનો ફાયદો બતાવો જરૂરી બની ગયું છે.