કોરોના વાયરસ : લોકડાઉન ફરી વધવાના એંધાણ, આ રાજયમાં ૨૯ મે સુધી બધુ જ બંધ, જાણો પુરી અપડેટ

દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને સરકારે લોકડાઉન ૩.૦ ને ૩ મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. વળી હવે તેલંગાણા અને ગાઝિયાબાદમાં લોકડાઉનને લઈને મોટો નિર્ણય લેવામાં આવેલ છે. તેલંગાણામાં જ્યાં ૨૯ મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવેલ છે. વળી, ગાઝિયાબાદમાં ૧૭ મે સુધી લોકડાઉન રહેશે.

પરંતુ ધારા ૧૪૪ ને ૩૧ મે સુધી વધારવામાં આવેલી છે. તેલંગાણાનાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે મંગળવારના રાજ્યમાં લોકડાઉન ૨૯ મે સુધી વધારવાની ઘોષણા કરી હતી. વળી, ગાઝિયાબાદનાં જિલ્લા અધિકારીએ ૩૧ મે સુધી ધારા ૧૪૪ વધારવાનો આદેશ કર્યો હતો.

તેલંગાણામાં ૨૯ મે સુધી રહેશે લોકડાઉન

તેલંગાણાના મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવે ૨૯ મે સુધી લોકડાઉન વધારવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં રાતના સમયે કરફ્યૂ રહેશે. જરૂરી વસ્તુઓ ખરીદવાનો સમય સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ સાંજે ૭ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં કરફ્યૂ લાગુ થઈ જશે.

આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની પરવાનગી રહેશે નહીં. રાજ્યમાં મેડિકલ સુવિધાઓની કોઈ કમી નહીં રહે. રાવે અપીલ કરી હતી કે લોકો કારણ વગર ઘરની બહાર નીકળે નહીં અને તેમાં પણ ખાસ કરીને ૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકોને ઘરે જ રહેવા માટે જણાવ્યું હતું. જણાવી દઈએ કે જ્યારે દેશભરમાં લોકડાઉન ૩ મે સુધી વધારવામાં આવેલ હતું, એ પહેલા જ તેલંગાણા સરકારે રાજ્યમાં ૭ મે સુધી લોકડાઉન વધારવાની ઘોષણા કરી દીધી હતી.

તેલંગાણામાં કોરોનાની સ્થિતિ

તેલંગાણામાં કોરોનાનાં અત્યાર સુધીમાં કુલ ૧૧૨૨ દર્દીઓ સામે આવ્યા છે. જોકે તેમાંથી ૬૯૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વળી ૪૦૦ સક્રિય કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે મંગળવારે નવા ૧૧ કેસ સામે આવ્યા હતા.

ગાઝિયાબાદમાં ૩૧ મે સુધી ૧૪૪ ધારા વધારવામાં આવી

દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં ધારા ૧૪૪ ને ૩૧ મે સુધી વધારી દેવામાં આવેલ છે. ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જારી કરતા કહ્યું હતું કે લોકડાઉનનું ત્રીજુ ચરણ ૧૭ મે સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ધારા ૧૪૪ ૩૧ મે સુધી લાગુ રહેશે. તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમિત લોકોના વધતા મામલા અને ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ધારા ૧૪૪ ની અવધી આગળ વધારવામાં આવી છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં અહીંયા ૧૦૩ મામલાની પુષ્ટિ થઈ ચૂકી છે, તેમાંથી ૫૦ દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે.

દેશભરમાં ૧૭ મે સુધી લોકડાઉન

જણાવી દઈએ કે દેશભરમાં લોકડાઉનને ત્રીજી વખત વધારવામાં આવેલ છે. સોમવારથી લોકડાઉન ૩.૦ લાગુ કરવામાં આવેલ હતું. આ વખતે દરેક જિલ્લાને ઝોનનાં હિસાબે વહેચવામાં આવેલ છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનનાં હિસાબે જિલ્લાને લોકડાઉનમાં અમુક રાહત આપવામાં આવેલ છે.