કોરોના સંક્રમણને કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉન ૩.૦ કાલના દિવસે પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન ૪.૦ નવી ગાઇડલાઇન હાલ રજૂ કરી દેવામાં આવેલ છે. લોકડાઉન ૪.૦ નવા રૂપરંગ સાથે આવશે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. લોકો પણ સરકાર પાસેથી હવે લોકડાઉનમાં થોડી છૂટછાટની ઈચ્છા રાખી રહ્યા છે.
અમુક રાજ્યો દ્વારા પહેલાથી જ લોકડાઉનની અવધિ વધારીને ૩૧ સુધીનની કરી દેવામાં આવી હતી. તેવામાં હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકડાઉન ૪.૦ને લઈને નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જેના લીધે હવે સમગ્ર દેશમાં લોકડાઉન ૪.૦ ની અવધિ ૩૧ મે સુધીની કરી દેવામાં આવી છે. તો લોકડાઉન ૪.૦ માં કઈ કઈ છૂટછાટ આપવામાં આવી છે તથા ક્યાં-ક્યાં ધંધા-રોજગારને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે તે જાણીએ.
જાણો શું બંધ રહેશે અને શું ખુલ્લુ રહેશે?
લોકડાઉન વિચારને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન રજૂ કરી દેવામાં આવી છે, જેના અંતર્ગત લોકડાઉનને ૨ અઠવાડિયા સુધી એટલે કે ૩૧ મે સુધી લંબાવવામાં આવેલ છે. સાથોસાથ લોકડાઉન ૪.૦ માં ધાર્મિક સ્થળો બંધ રહેશે, શાળા-કોલેજો તથા કોચિંગ ક્લાસ બંધ રહેશે. સિનેમાહોલ શોપિંગ મોલ તેમજ જેમ પણ બંધ રાખવામાં આવેલ છે. હોટલ રેસ્ટોરન્ટ અને હોસ્પિટાલિટી સેવા બંધ રહેશે.
સ્વિમિંગ પૂલ, એમ્યુઝમેન્ટ પાર્ક, બાર, ઓડિટોરિયમ બંધ રહેશે. સામાજિક રાજકીય અને ધાર્મિક મેળાવડા બંધ રહેશે. તમામ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક લાઇટ પણ હાલ પૂરતી બંધ રાખવામા આવેલ છે, પરંતુ એર એમ્બ્યુલન્સ અને સુરક્ષાના કારણોથી હવાઈ સેવાને મંજૂરી આપવામાં આવશે.
રેડ, ઓરેન્જ અને ગ્રીન અને ઝોન જે તે રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લા રાખવામાં આવશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બસ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવા આવેલ છે. દરેક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. લોકોએ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સમયમાં જ બહાર નીકળી શકશે. હેર સલૂન ખોલવા અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સવારના ૭ વાગ્યાથી રાત્રિના ૭ વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી સિવાયની હલચલ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. રાત્રિના અવર-જવર માટે સ્થાનિક પ્રશાસન પાસ ઇસ્યુ કરશે. રાત્રિના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગ ને પ્રોત્સાહિત કરાશે.
મેડીકલ સેવાઓ સાથે જોડાયેલા લોકો કોઈપણ જગ્યાએ અવરજવર કરી શકશે. પાનનાં ગલ્લા ખુલવાની શક્યતા નહિવત છે. સરકારની મંજૂરીથી આંતરરાજ્ય પરિવહન કરી શકાશે. કેન્દ્ર સરકારની આ ગાઇડ લાઇનને તમામ રાજ્ય સરકારોએ માન્ય રાખવી પડશે. હોટસ્પોટ વિસ્તારમાં કડક નિયમો લાગુ રહેશે. ક્યાં પ્રકારની દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવી તેની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર મોદી રાત સુધીમાં નિયમો જાહેર કરશે.