લોકડાઉન હોય કે ના હોય, હવે પછીનાં ૬ મહિના આપણે કેવી રીતે રહેવાનું હશે? દરેક વ્યક્તિ ખાસ વાંચે

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસ સામે લડત લડી રહ્યું છે. આ લડાઈ ખૂબ જ લાંબો સમય સુધી ચાલવાની છે. હાલમાં વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની વેક્સિન શોધવામાં જોડાયેલા છે. એટલા માટે જ્યાં સુધીમાં કોરોના વાયરસની વેક્સિન નથી મળતી, ત્યાં સુધીમાં લોકોએ અમુક ખાસ બાબતોનું ધ્યાન લાંબા સમય માટે રાખવાનું રહેશે. જેથી કરીને આપ વાયરસથી સંક્રમિત જવાથી બચી શકો. હાલમાં વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે.

પરંતુ લોકડાઉન પૂર્ણ થયા બાદ જ્યારે સામાન્ય ગતિવિધિઓ ચાલુ થશે, ત્યારે આપણે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, જે લાંબા સમય માટે રહેશે. ઘરની બહાર નિકળવા પર મોઢા પર માસ્ક અને સામાજિક અંતરનું ધ્યાન રાખવું તે અનિવાર્ય છે, પરંતુ તે સિવાય પણ લોકોએ અમુક બાબતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેથી પોતાને તથા પોતાના પરિવારને કોરોના વાયરસ થી બચાવી શકાય. તો ભલે લોકડાઉન સમાપ્ત થઈ જાય પરંતુ આપણે નીચે દર્શાવવામાં આવેલ ૧૧ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

  • ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું.
  • હેન્ડ સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો.
  • ઘરની બહાર સામાજિક અંતરનું પાલન કરવું.
  • ખૂબ જ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું.
  • દાઢી વધારવી નહીં.
  • કટીંગ કરાવવા માટે સલૂન જવું નહીં. દાઢી જાતે કરવી અથવા વાળંદને ઘરે બોલાવી લેવો. તેણે માસ્ક પહેરેલું હોવું જોઈએ. તેના હાથ સાફ કરાવો. કાંસકો, કાતર, બ્લેડ, રૂમાલ વગેરે બધો સામાન આપણો હોવો જોઈએ.

  • બેલ્ટ, વીંટી, હાથમાં કડું  અથવા ઘડિયાળ વગેરે પહેરવું નહીં. તમે મોબાઈલમાં સમય જોઈ શકો છો.
  • હાથ રૂમાલનો ઉપયોગ કરવો નહીં. સેનિટાઈઝર અને ટીશ્યુ પેપર સાથે રાખો અને જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરો.
  • ઘરમાં બુટ ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરો, તેને બહાર ઉતારી દો.
  • બારથી ઘરની અંદર આવવા પર, ઘરની બહાર હાથ અને પગ ધોઈને જ ઘરમાં પ્રવેશ કરો.
  • જો તમને લાગે છે કે તમે કોઈ શંકાસ્પદ વ્યક્તિનાં સંપર્કમા આવેલા છો, તો સંપૂર્ણ સ્નાન કરો, નાસ લો અને ગરમ ઉકાળો પીવો.

લોકડાઉન હોય કે ના હોય પરંતુ આપણે બધાએ હવે પછીનાં ૬ થી ૧૨ મહિના સુધી સાવધાનીઓ રાખવી અતિ આવશ્યક છે. જેથી કરીને આપણે પોતાની સાથે આપણાં પરિવારને પણ કોરોના વાયરસથી દૂર રાખી શકીએ. જો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય તો તમારા મિત્રો તથા સગાસંબંધીઓને પણ શેયર જરૂરથી કરજો.