લોકડાઉન ખોલવાને લઈને સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, આવી રીતે ૩ સ્ટેજમાં ખુલશે દેશ

Posted by

લોકડાઉનને ૩૦ જૂન સુધી કન્ટેનમેંટ ઝોનમાં વધારી દેવામાં આવેલ છે અને અન્ય વિસ્તારોમાં પણ ચરણ બદ્ધ રીતે લોકડાઉન ખોલવા માટેની તૈયારી પણ કરી લેવામાં આવી છે. ખબરો અનુસાર લોકડાઉન ૫.૦ કન્ટેનમેંટ ઝોનને છોડીને અન્ય ક્ષેત્રોમાં ચરણબધ્ધ રીતે ખોલવામાં આવશે. આ વિસ્તારોને ૩ સ્ટેજમાં ખોલવામાં આવશે જે અનલોક-૧, અનલોક-૨ અને અનલોક-૩ સ્ટેજ હશે. આ ત્રણેય સ્ટેજમાં કેવી રીતે લોકડાઉનને હટાવવામાં આવશે તેનો પૂરો પ્લાન સરકારે તૈયાર કરી લીધો છે.

Advertisement

સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાન અંતર્ગત અનલોક-૧ એટલે કે પહેલા સ્ટેજ અંતર્ગત ૮ જૂનથી ઘણી જગ્યાઓને ખોલવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી કન્ટેનમેંટ ઝોનને છોડીને બહારના ક્ષેત્રોને ફરીથી ખોલવા માટે નવા દિશા નિર્દેશ પણ રજુ કરવામાં આવેલ છે.

અનલોક-૧ નું પહેલુ સ્ટેજ

ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલ દિશા નિર્દેશો અનુસાર અનલોક-૧ નાં પહેલા સ્ટેજમાં સાર્વજનિક સ્થાનો, ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલને ખોલવામાં આવશે. ૮ જુન થી આ જગ્યાઓને ખોલવાની પરવાનગી આપી દેવામાં આવે છે. જોકે આ જગ્યાઓને ખોલવાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય માનક સંચાલન પ્રક્રિયા રજુ કરશે. જેનું પાલન કરવાનું રહેશે.

અનલોક-૨ નું બીજું સ્ટેજ

સરકાર તરફથી બીજા સ્ટેજમાં સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક, પ્રશિક્ષણ, કોચિંગ સંસ્થાન વગેરે ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને સરકાર તેને લઈને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા વિચારણા કરી રહી છે. ફક્ત એટલું જ નહીં સ્કૂલ કોલેજ શૈક્ષણિક સંસ્થાની તથા કોચિંગ સંસ્થાઓ વગેરે ખોલવામાં આવે કે નહીં તેને લઈને વાલીઓની પણ સલાહ લેવામાં આવી રહી છે. બધા પાસેથી સલાહ લીધા બાદ જુલાઈથી આ સંસ્થાન ખોલવામાં આવી શકે છે.

અનલોક-૩ નું ત્રીજું સ્ટેજ

અનલોક-૩ એટલે કે ત્રીજા સ્ટેજમાં આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, મેટ્રો રેલનું સંચાલન, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ પાર્ક વગેરે જગ્યાઓની ખોલવામાં આવી શકે છે. આવનારા સમયમાં પરિસ્થિતિ જોઈને સરકાર તેના પણ નિર્ણય લઇ શકે છે. બધું યોગ્ય થઈ રહ્યું હશે તો આ જગ્યાઓને પણ ખોલી દેવામાં આવશે.

રાતના કરફ્યુમાં થયો બદલાવ

ગૃહ મંત્રાલય તરફથી રાતના કર્યું આ સમયમાં પણ બદલાવ કરી દેવામાં આવે છે અને હવે રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. શનિવારના રોજ રજુ કરવામાં આવેલ ગાઈડલાઈન અનુસાર રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. સાથોસાથ એક રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં લોકો અને સામાનની અવરજવર પર હવે કોઇપણ પ્રકારનો પ્રતિબંધ રહેશે નહીં અને કોઈપણ પ્રકારના ઇ-પાસ ની જરૂરિયાત પણ રહેશે નહીં. પરંતુ રાજ્ય સરકારોને તે છૂટ આપવામાં આવી છે કે તે પોતાની સીમા પર પ્રતિબંધ લગાવવા માંગે છે કે નહીં.

ઘરમાં જ રહે આ લોકો

ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર ૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકો, કોઈપણ પ્રકારની બિમારીથી ગ્રસ્ત લોકો, ગર્ભવતી મહિલાઓ અને ૧૦ વર્ષથી નીચેની ઉંમરના બાળકો ઘરમાં જ રહે અને ઘરની બહાર ના નીકળે. વળી જે લોકો ઘરની બહાર નીકળે છે તેઓ માસ્ક જરૂર પહેરે અને સામાજિક અંતરનું પાલન યોગ્ય રીતે કરે. મહત્વપૂર્ણ છે કે દેશમાં લોકડાઉન ૪.૦ ખતમ થઈ ચૂકયું છે અને હવે લોકડાઉન ૫.૦ લાગુ કરી દેવામાં આવેલ છે. જોકે આ વખતે લોકડાઉન ૫.૦ અંતર્ગત ઘણી જગ્યાઓને ખોલવામાં આવી રહી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *