કોરોના વાયરસને કારણે હાલમાં ઘણા લોકો પોતાના કાર્યસ્થળ થી અથવા મૂળ સ્થળથી દૂર ફસાયેલા છે. તેવામાં અવાર-નવાર સોશિયલ મીડિયામાં અફવાઓ આવી રહી છે, જેને લઇને લોકો લોકડાઉન ના સમયમાં પણ શહેર છોડીને ગામડાઓની તરફ જવા માટે નીકળી પડે છે. પરંતુ પ્રશાસન દ્વારા તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અમુક લોકોને જ આવવા જવા માટે છૂટ આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય રવિવારે સ્પષ્ટ કર્યું કે, લોકડાઉન દરમિયાન લોકોને આવવા-જવામાં છૂટછાટ આપવામાં આવેલ છે, પરંતુ તે ફક્ત અન્ય રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો માટે છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા એ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને સ્પષ્ટીકરણ રજુ કરેલ છે.
ભલ્લા એ કહ્યું કે, ગૃહ મંત્રાલય દ્વારા એવા ફસાયેલા લોકોને આવવા-જવા માટે મંજૂરી આપવામાં આવી છે, જે લોકડાઉનની અવધી પહેલા પોતાના મૂળ નિવાસ અથવા કાર્યસ્થળ થી ચાલ્યા ગયા હતા અને નિયમોને કારણે લોકો અને વાહનોની અવરજવર પર લગાવવામાં આવેલ પ્રતિબંધને કારણે પોતાના મૂળ નિવાસ સ્થાન પર અથવા કાર્યસ્થળ પર પહોંચી શક્યા નથી.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આદેશમાં જે સુવિધા આપવામાં આવી છે તે પરેશાન લોકો માટે છે, પરંતુ એવી શ્રેણીના લોકો માટે નથી જે કામકાજ માટે પોતાના મૂળ સ્થાનથી દૂર છે, પરંતુ તેઓ જ્યાં પણ છે ત્યાં સારી રીતે રહે છે અને સામાન્ય દિવસોની જેમ પોતાના મૂળ સ્થાન ઉપર આવવા માંગે છે.
લોકડાઉનને કારણે દેશના વિભિન્ન હિસ્સામાં લાખો પ્રવાસી કારીગરો ફસાયેલા છે. ગૃહ મંત્રાલય શુક્રવારનાં દિવસે ટ્રેન અને બસો દ્વારા તેમના આવવા જવા માટેની મંજૂરી અમુક ખાસ શરતો પર આપેલી છે, જેમાં મોકલનાર અને ગંતવ્ય વાળા રાજ્યોની સહમતી, સામાજિક અંતરના નિયમોનું પાલન વગેરે સામેલ છે.