લોકડાઉનમાં છુટી ગયું કામ, ઉછીના પૈસા લઈને નાનો ફોન લીધો અને યુટ્યુબ થી લાખો કમાવવા લાગ્યો આ યુવક, જાણો કઈ રીતે

Posted by

મજુર થી યુટ્યુબર બનેલા ઇસાક મુંડા ની કહાની દર્શાવી રહી છે કે એક નાની કોશિશ તમારું જીવન બદલી શકે છે. આદિવાસી સમાજ સાથે સંબંધ રાખવાવાળા ઇસાક મુંડા ઓડિશાનાં સંબલ પર જિલ્લાના બબુપલી ગામના રહેવાવાળા છે. તે મજુરી કરીને રોજીરોટી કમાતા હતા, પરંતુ કોરોના લોકડાઉનને કારણે કામ ધંધો છુટી ગયો. આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. આવા દિવસોમાં તે એક મિત્રના ફોન પર યુટ્યુબ જોયા કરતા હતા. જેનાથી પ્રભાવિત થઈને એક દિવસ તેમણે પોતાની યુટ્યુબ ચેનલ ખોલી દીધી અને પોતે ભોજન કરતાં હોય તેનો એક વીડિયો પોસ્ટ કરવા લાગ્યા. ત્યારબાદ મુંડાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. જી હાં, હવે તે મહિનાનાં ૧ લાખ રૂપિયાથી વધારે કમાઈ લે છે.

સ્માર્ટફોન ખરીદવા માટે કરજ લીધું

એક રિપોર્ટ પ્રમાણે મુંડા એક મજુર હતા. જે વર્ષ ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન પોતાના મિત્રના મોબાઈલ પર યુટ્યુબ વિડીયો જોતા હતા. તે આ વિડિયોથી ઘણા ઇન્સ્પાયર થયા. ત્યારબાદ તેમણે મિત્ર પાસે ૩ હજાર રૂપિયાનું કરજ લીધું અને એક નાનો સ્માર્ટફોન ખરીદી લીધો. પછી તેમણે પોતાની યુટ્યુબ ચેનલ ખોલી અને તે નાના ફોનની મદદથી વીડિયો બનાવીને પોતાની ચેનલ પર પોસ્ટ કરવા લાગ્યા.

પહેલો વિડિયો ૨૦૨૦ માં પોસ્ટ કર્યો હતો

ઇસક મુંડાએ પોતાનો પહેલો વિડીયો માર્ચ ૨૦૨૦ માં બનાવ્યો હતો. જે ઘણો સરળ હતો. તેમાં તે ટામેટા, લીલા મરચા સાથે ભાત અને શાક ખાતા નજર આવી રહ્યા છે. તેમને તેનાં વિશે “ન્યુઝ 18” ને કહ્યું, “મે મારો પહેલો સ્માર્ટફોન ખરીદવા માટે ૩ હજાર રૂપિયાની લોન લીધી હતી. જેથી વિડીયો બનાવી શકું. હું મારા નાના ઘર અને ગામનાં જીવન વિશે વિડીયો બનાવુ છું. જેમાં બતાવવામાં આવે છે કે અમે શું અને કેવી રીતે ખાઈએ છે. મને આનંદ છે કે મારા કામને ઘણા લોકોએ પસંદ કર્યું. હવે હું સારું કમાઈ લઉં છું.”

વીડિયોમાં કંઈક અનોખું નથી?

મુંડા નાં વિડીયોમાં કંઈક અનોખું નથી. તે હિન્દી અને સંબલપુરી માં વાત કરે છે. સાથે જ ગામને બતાવે છે કે કેવી રીતે લોકો અહીં ગરીબી સામે લડીને બે સમયની રોટીની વ્યવસ્થા કરે છે. તેમણે ફીશ કરી, ચિકન, જંગલી મશરૂમ, લાલ કીડી અને ધોંધે જેવા સ્થાનીય ભોજનના વિડીયો પોસ્ટ કર્યા છે.

જ્યારે ૫ લાખ રૂપિયા કમાયા

પહેલા વીડિયોનાં ત્રણ મહિના બાદ એટલે કે જુનમાં મુંડાના બેંક એકાઉન્ટમાં ૩૭ હજાર રૂપિયા આવ્યા. ત્યારબાદ તેમને ૫ લાખ રૂપિયા મળ્યા અને તે હજુ પણ ચાલુ છે. તેમણે એક ન્યુઝ ચેનલને બતાવ્યું – ઓગસ્ટ ૨૦૨૦ માં યુટ્યુબ થી પાંચ લાખ રૂપિયા કમાયા. આ રકમથી મેં મારું ઘર બનાવ્યું અને પરિવારને આર્થિક સંકટથી બહાર કાઢ્યા. પોતાની ક્ષમતા અનુસાર મેં જરૂરિયાતમંદો લોકોની મદદ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

પરિવારને વીડિયોમાં સામેલ કર્યા

મુંડા, ખાવા સિવાય ઘણી જાતના વિડિયો ફિલ્માવે છે. થોડામાં તે માછલી પકડતા પણ નજર આવે છે. પોતાના સિવાય હવે તે વીડિયોમાં પત્ની સવિતા મુંડા અને પોતાની દીકરીઓ મોનિસા, મોનિકા, મહિમા તથા દીકરા પબીત્રા ને પણ સામેલ કરે છે. આ વિડીયોમાં તેમના સમુદાયની પરંપરાઓને બતાવે છે અને બતાવે છે કે તે કેવી રીતે એક શાંત અને સરળ જીવન વિતાવી રહ્યા છે. મુંડાની પત્ની કહે છે, ” હવે હું ઘણી ખુશ છું. કારણ કે અમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. હવે અમારી પાસે ભોજન અને અન્ય જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ છે.”

સબસ્ક્રાઈબર ની સંખ્યા વધતી રહી છે


બતાવી દઇએ કે મુંડાનાં યુટ્યુબ ચેનલ Isak Munda Eating ના ૭.૬ લાખ સબસ્ક્રાઈબર છે. જે સમય સાથે વધી રહ્યા છે. આ ચૅનલ પર તે અત્યાર સુધીમાં ૩૦૦ થી વધારે વિડીયો પોસ્ટ કરી ચુક્યા છે. જેમાં તે પોતાના જીવનની સાદગીને દુનિયાની સામે રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *