વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા ચેપને રોકવા માટે ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં આરોગ્ય સેવાઓ પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને ઓછી અને મધ્યમ આવકવાળા લોકોને પ્રમુખ આરોગ્ય સેવાઓથી વંચિત થઈ રહ્યા છે. આ દરમિયાન, યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનએફપીએ) એ કહ્યું છે કે નીચી અને મધ્યમ આવકવાળા દેશોમાં આશરે ૫૦ મિલિયન મહિલાઓ મુખ્ય સ્વાસ્થ્ય સેવાઓના વિક્ષેપને કારણે આધુનિક ગર્ભનિરોધક ઉપયોગથી વંચિત રહી શકે છે, જેનાથી આવનારા મહિનાઓમાં અનિચ્છનીય ગર્ભાવસ્થાનાં ૭૦ લાખના મામલા સામે આવી શકે છે. આ સાથે, આગામી ૧૦ વર્ષમાં બાળલગ્નના ૧.૩૦ કરોડ કેસ પણ સામે આવે તેવી સંભાવના છે.
યુએનએફપીએએ સહાયક એજન્સીઓ સાથે ડેટા એકત્રિત કરીને આ અભ્યાસ કર્યો છે. આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંકટને કારણે મોટી સંખ્યામાં મહિલાઓ કુટુંબિક આયોજનનાં સાધનો સુધી પહોંચવામાં અસમર્થ છે. તેવામાં તેમને અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ છે. આ સિવાય તેમના વિરુધ્ધ હિંસા અને અન્ય પ્રકારનાં શોષણના કેસોમાં પણ ઝડપથી વૃદ્ધિ થવાની સંભાવના છે.
યુએનએફપીએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નતાલિયા કાનેમે મંગળવારે કહ્યું કે આ આંકડા વિશ્વભરની મહિલાઓ અને છોકરીઓ પર પડેલા ભયાનક પ્રભાવોને દર્શાવે છે. તે કહે છે કે આ રોગચાળો સમાજ વચ્ચેના ભેદભાવને વધારે તીવ્ર બનાવે છે. અભ્યાસ મુજબ ૬ મહિનાનું લોકડાઉન લૈંગિક ભેદભાવના વધારાના ૩.૧૦ કરોડ વધારાના કિસ્સાઓ સામેલ લાવી શકે છે, જ્યારે લાખો મહિલાઓ કુટુંબિક આયોજન માટેની તેમની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તેમના શરીર અને આરોગ્યની સુરક્ષા કરવામાં નિષ્ફળ થઈ શકે છે.
આ અધ્યયન મુજબ, ૧૧૪ નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોની લગભગ ૪૫ મિલિયન મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરે છે. આ દેશોમાં ૭૦ મિલિયનથી વધુ મહિલાઓને ૬ મહિનાથી વધુ સમયથી લોકડાઉન સંબંધિત સમસ્યાઓના કારણે આધુનિક ગર્ભનિરોધકનાં ઉપયોગથી વાંચીર રહી શકે છે. તેનાથી આવતા મહિનાઓમાં અનિચ્છનીય ગર્ભાવસ્થાના વધારાના ૭ મિલિયન કેસો સામે આવી શકે છે.
આ અધ્યયન મુજબ, રોગચાળાના આ સમય દરમિયાન, મહિલા સુન્નત (એફજીએમ) અને બાળ લગ્ન જેવા દુષ્કર્મોને દૂર કરવા તરફ ચાલુ કાર્યક્રમોની ગતિ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. તેથી, આગામી દાયકામાં, એફજીએમના અંદાજે ૨ મિલિયન વધુ કેસ થશે. આ સિવાય આગામી ૧૦ વર્ષમાં બાળ લગ્નના ૧ કરોડ ૩૦ લાખ કેસ સામે આવી શકે છે. આ આંકડાઓ અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે.