લોકડાઉન માં લોકો પોતાના ઘરે પહોંચવા માટે અલગ-અલગ પ્રકારના જુગાડ લગાવી રહ્યા છે. આવા જ એક રસપ્રદ મામલામાં એક વ્યક્તિ તરબૂચ અને ડુંગળીનો વેપારી બનીને મુંબઈથી પ્રયાગરાજ પહોંચ્યો હતો. આ વેપારમાં તેણે ૩ લાખ રૂપિયાથી વધારે નો દાવ લગાવ્યો હતો. શહેરનાં ધૂમનગંજ થાણા અંતર્ગત કોટવા મુબારકપુર ના નિવાસી પ્રેમમૂર્તિ પાંડેય એ જણાવ્યું કે, “મેં મુંબઈમાં કોઈ પણ રીતે ૨૧ દિવસ તો પસાર કરી લીધા, પરંતુ લોકડાઉન ખોલવાના કોઇ અણસાર ન દેખાતા મે પોતાના ઘરે પહોંચવાનો રસ્તો શોધી લીધો.”
હકીકતમાં, અંધેરી ઈસ્ટ ના આઝાદ નગરમાં જ્યાં મારુ ઘર છે, ત્યાં ખૂબ જ ગીચ વસ્તી છે અને કોરોના ફેલાવવાનો ખતરો પણ ત્યાં વધારે છે. મુંબઈ એરપોર્ટ પર નોકરી કરવા વાળા પાંડેય એ કહ્યું કે, “મેં જોયું કે સરકારે એક રસ્તો રાખ્યો છે અને તે છે વેપાર નો રસ્તો.” પોતાની યાત્રા વિશે પાંડેએ જણાવ્યું, “હું ૧૭ એપ્રિલના રોજ મુંબઈ થી નીકળ્યો અને પિંપલગાવ પહોંચ્યો. ત્યાં મેં ૧૦ હજાર રૂપિયામાં ૧૩૦૦ તરબૂચ ખરીદ્યા અને એક નાની ગાડી પર લોડ કરીને મુંબઇ રવાના કર્યા. મુંબઈમાં એક ફળવાળા સાથે તરબૂચનો સોદો મે પહેલાથી જ કરી લીધો હતો.”
તેણે જણાવ્યું કે, “પિપલગાવ માં ૪૦ કિલોમીટર પગપાળા ચાલીને ત્યાં ડુંગળીના બજારનું અધ્યયન કર્યું અને એક જગ્યા પર સારી ક્વોલિટીની ડુંગળી દેખાતા મેં ૨,૩૩,૪૭૩ રૂપિયામાં ૨૫,૫૨૦ કિલો (૯.૧૦ રૂપિયા પ્રતિ કિલો) ડુંગળી ખરીદી અને ૭૭,૫૦૦ રૂપિયામાં ભાડાનો એક ટ્રક બુક કરી લીધો અને ડુંગળીને તેના પર લોડ કરી. પછી ૨૦ એપ્રિલના પ્રયાગરાજ માટે નીકળી પડ્યો.” પાંડેય એ જણાવ્યું કે તે ૨૩ એપ્રિલના રોજ પ્રયાગરાજ પહોંચ્યો અને મુંડેરા બજારમાં ગયો જ્યાં વેપારીએ તેને રોકડા પૈસા આપવાની મનાઈ કરી. જેથી તે ટ્રકમાં લોડ કરેલ ડુંગળી લઈને પોતાના ગામ કોટવા પહોંચ્યો અને પોતાના ઘરે બધો માલ ઉતારી દીધો.
તેણે જણાવ્યું કે હજુ બજારમાં સાગરની ડુંગળી આવી રહી છે અને લોકડાઉન હોવાથી ડુંગળીના ભાવ પણ ઓછા છે. પરંતુ સાગરની ડુંગળી ખતમ થવા પર અને લોકડાઉન ખોલવા પર તેને નાસિકથી લાવવામાં આવેલ ડુંગળીનો સારો ભાવ મળવાની આશા છે. તેણે જણાવ્યું હતું કે મુંબઈથી અહીં આવ્યા ની સૂચના તેણે ધૂમનગંજ થાણામાં પોલીસને આપી દીધી છે અને મેડિકલ ટીમે તેની કોરોનાની તપાસ કરીને તેને ઘરમાં ક્વોરંટાઈન માં રહેવા માટે કહ્યું છે. ધૂમનગંજ ના ટીપી નગર પોલીસ ચોકીના પ્રભારી અરવિંદ કુમાર સિંહે જણાવ્યું હતું કે કોટડાના પ્રેમમૂર્તિ પાંડે શુક્રવારે ધૂમનગંજ થાણા પર આવ્યા હતા અને મેડિકલ ટીમ દ્વારા તેમનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે જોકે પ્રશાસનિક અધિકારી અને મેડિકલ ટીમ દ્વારા પાંડેને ક્વોરંટાઈન માં રહેવા માટે કહેવામાં આવ્યું છે.