કોરોનાનાં પ્રકોપને કારણે દેશભરમાં લોકડાઉન ચાલુ છે. વળી અમુક રાજ્યોમાં કોરોના હોટસ્પોટ બતાવતા ઘણાં વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. તેવામાં એ વિસ્તારોમાં રહેલા ઘરોમાં લોકોને હોમ ડિલિવરી દ્વારા સામાન પહોચડવામાં આવશે. કરિયાણાનો સામાન હોય કે પછી કોઈ અન્ય સામાન ખરીદવા માટે લોકોને ઘરની બહાર નીકળવાની જરૂરિયાત નથી. તેવામાં ઓનલાઇન ઓર્ડર કરીને ઘરે હોમ ડિલિવરી થશે.
તમને જણાવી દઈએ કે સુરક્ષા દિશાનિર્દેશોનું પાલન કરતા હોમ ડિલિવરીને રિસીવ કરો. ડિલિવરી લેતા સમયે તમારે અમુક ચીજોનો ખ્યાલ રાખવાનો રહેશે અને સાવધાની રાખવાની રહેશે.
કોન્ટેક્ટ ફ્રી ડિલિવરી
તમે ધ્યાન રાખો કે ડિલિવરી બોય કોઈપણ જાતનાં સંપર્કમાં આવ્યા વગર તમને ડિલિવરી આપે. તમારા માટે સુરક્ષિત રહેશે કે ડિલિવરી બોય ફોન કરીને તમારા દરવાજા પર પેકેટ છોડી દે અને તમે થોડા સમય પછી તેને ઉઠાવો. સાથો સાથ તમે ઓનલાઇન પેમેંટનો ઓપ્શન પસંદ કરો.
સફાઈ અને સેફ્ટી જરૂરી
તમે પેકેજ લીધા બાદ WHO નાં દિશા નિર્દેશો અનુસાર પોતાના હાથને સાબુ અથવા હેન્ડવોશ થી યોગ્ય રીતે સાફ કરી લો. પેકેજ પકડયા બાદ પોતાના હાથથી નાક, મોઢા અને આંખને સ્પર્શ કરવો નહીં. હોમ ડીલેવરીના પેકેટને પણ સેનેટાઈઝર થી સાફ કરો.
પેકેજિંગને તુરંત ફેંકી દો
ઓર્ડર કરવામાં આવેલી વસ્તુઓના પેકેજિંગને તુરંત જ ઢાંકણા વાળા ડસ્ટબિનમાં ફેંકી દો. તમને જણાવી દઈએ કે વાયરસ કાગળ અને પ્લાસ્ટિક સહિત વિભિન્ન સપાટી પર લાંબા સમય સુધી જીવંત રહી શકે છે. તેવામાં પેકેજીંગનાં સમાનને ફેંકી દેવો જોઈએ. હાથને યોગ્ય રીતે સેનેટાઈઝ કર્યા બાદ ફૂડને વાસણ અને કન્ટેનરમાં રાખી દો.
Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટી કરતા નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.