લોકડાઉન ના કરવામાં આવ્યું હોત તો અત્યારે કેટલો હોત ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો? આંકડો જોઈને જ ડર લાગશે

Posted by

કોરોના વાયરસને કારણે હાલમાં ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. પરંતુ સાથો સાથ તેનો સૌથી મોટો ફાયદો પણ નજર સામે આવી રહ્યો છે. લોકડાઉનને કારણે લોકોની અંદર જાગૃતતા ફેલાઈ અને કોરોના વાયરસ સાથે લડવામાં પણ મદદ મળી. જો ભારતમાં લોકડાઉન ના થયું હોત તો ભારતની સ્થિતિ હાલની સ્થિતિ કરતા ખૂબ જ વધારે ડરામણી હોત. બધાના મનમાં આજે પણ એક સવાલ થઈ રહ્યો છે કે, લોકડાઉન ક્યારેય સમાપ્ત થશે અને ત્યારબાદ જીવન સામાન્ય થવામાં કેટલો સમય લાગશે?

જો લોકડાઉન ન થયું હોત

૨૫ માર્ચનાં ભારતમાં લોકડાઉન નો પહેલો દિવસ હતો. તે સમયે કોરોના સંક્રમિતોની સંખ્યા ભારતમાં ૭૨૧ હતી. જો લોકડાઉન ન કરવામાં આવ્યું હોત તો આગલા ૧૦ દિવસમાં તે સંખ્યા ૫,૦૦૦ ની નજીક હોત અને ૩૦,૭૯૦ લોકો આગલા ૨૦ દિવસમાં કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

૪૦ દિવસ બાદ

રિસર્ચ જણાવે છે કે, જો ભારતમાં લોકડાઉન ન કરવામાં આવ્યું હોત તો ૨૫ માર્ચ બાદ આગલા ૪૦ દિવસમાં ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨,૭૦,૩૬૦ પહોંચી ચુકી હોત, જ્યારે મૃત્યુનો આંકડો ૫,૪૦૭ થઈ ગયો હોત. વળી લોકડાઉનને કારણે ભારતમાં કોરોનાની સંખ્યા ૧૪ એપ્રિલ સુધી ૩,૫૦૦ ની આસપાસ અને ૧૦૫ મૃત્યુ થયાનું અનુમાન છે. લોકડાઉન થવાથી ભારતનાં ૮૫% લોકોને સંક્રમિત થવાથી બચાવી શકાશે. વળી, ભારતમાં કરવામાં આવેલું આ લોકડાઉન વાયરસને ખૂબ જ ધીમો કરી દેશે.

લોકડાઉન બાદ

જો સામાજિક અંતરના નિયમોનું પાલન ના કરવામાં આવે અને સંક્રમિત વ્યક્તિઓને આઇસોલેટ ન કરવામાં આવે તો લોકડાઉન બાદ પણ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે.

કેવી રીતે લોકડાઉનને ઘટાડી શકાય છે?

એક અધ્યયનમાં જણાવ્યું છે કે, થોડા થોડા દિવસોના અંતર પર થતાં લોકડાઉન થી પણ આ વાયરસથી અમુક હદ સુધી બચી શકાય છે. સપ્તાહમાં ૨ દિવસ કામ અને ૫ દિવસના લોકડાઉન થી સ્વાસ્થ્ય પર પડનાર અસરને ઓછી કરવાની સાથો સાથ આર્થિક ગતિવિધિઓને પણ મજબૂત બનાવી શકાય છે. તેનાથી ઇન્ફેક્શન લેવલને પણ ઓછું કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *