કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ફિલ્મ અને ઈન્ડસ્ટ્રીમાં થોડા સમય માટે તાળાં લાગી ગયા હતાં. કોઈપણ નવી ફિલ્મ અને ટીવી શો આવી રહ્યા ના હતાં. ખાસ કરીને ટીવી પર તો જૂના એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા હતાં. તેવામાં દર્શકો પણ હવે કઈક નવું જોવા માટે તરસી રહ્યા છે. દેશમાં અત્યારે અનલોક ૨.૦ ચાલી રહ્યું છે. થોડી વસ્તુઓમાં છૂટછાટ મળી છે. જલ્દી જ ટીવી અને ફિલ્મની શૂટિંગ શરૂ થઈ શકે છે. હાલમાં તો અમુક ગાઈડ લાઇન્સ પ્રમાણે જ તેની પરવાનગી મળી છે. તેવામાં દર્શકો માટે એક મોટી ખુશખબર પણ છે.
જલ્દી આવી રહ્યું છે બિગ બોસ–૧૪
ખરેખર ફેમસ રિયાલીટી ટીવી શો બિગ બોસ (Big Boss Season-14) જલ્દી જ તેમની ૧૪મી સિઝન લઈને આવી રહ્યું છે. તેમની ગઈ સિઝન મતલબ કે બિગ બોસ ૧૩ ખૂબ જ પોપ્યુલર રહી હતી. ત્યારે પરિસ્થિતી એ હતી કે મેકર્સે શો ની ટી.આર.પી. ને જોતાં આ શો ને ૫ અઠવાડીયા માટે લંબાવી દેવામાં આવ્યો હતો. આ શો ને સફળ બનાવવા માટે બોલીવુડ એક્ટર સલમાન ખાન મહત્વની ભૂમિકા નિભાવે છે. તે બિગ બોસ સિઝન ૪ થી સતત આ શો ને હોસ્ટ કરતાં આવ્યા છે. તેના લીધે આ શો એક નવી ઊંચાઈ પર પહોચ્યો છે.
સલમાને વધારી ફી
સલમાનના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. ઘણા લોકો તો ફક્ત ભાઇજાનના લીધે જ બિગ બોસ જોવે છે. તેમની બ્રાન્ડ વેલ્યૂનો ફાયદો બિગ બોસ ની ટીઆરપી ને મળે છે. આ જ કારણ છે કે સલમાન ખાન દરેક સિઝન પછી પોતાની ફી માં વધારો કરે છે. ગઈ સિઝનમાં (બિગ બોસ – ૧૩) માટે સલમાને દરેક એપિસોડના ૧૨ થી ૧૪ કરોડ રૂપિયા લીધા હતાં. સમાચાર મળી રહ્યા છે કે બિગ બોસ ૧૪ માટે સલમાન દરેક એપિસોડના ૧૬ કરોડ રૂપિયા ચાર્જ લેશે.
શરૂ થઈ ગઈ તૈયારી
મેકર્સે બિગ બોસ-૧૪ ની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ શો આ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં ઓન એયર થઈ શકે છે. આ સિઝનમાં ફરી એકવાર કોમનર્સ ની વાપસી થશે. મહત્વપૂર્ણ છે કે ગઈ સિઝનમાં ફક્ત સિતારાઓની જ એન્ટ્રી થઈ હતી. જો કે નવી સિઝનમાં કોમનર્સ ની સાથે સાથે થોડા સ્ટાર્સ પણ ભાગ લેશે. અત્યાર સુધી બિગ બોસ ૧૪ માટે જૈસ્મીન ભસીન, અલિશા પવાર, આરૂષિ દત્તા, આકાંશા પૂરી, આંચલ ખુરાના, સાહિલ ખાન અને આમિર સિદ્દીકી સહિત અન્ય સિતારાઓને પણ અપ્રોચ કરવામાં આવી ચૂક્યા છે.
બિગ બોસ ૧૩ ની યાદો હજુ સુધી લોકોના દિલોમાં છે. આ સિઝનમાં સિદ્ધાર્થ શુક્લા વિજેતા બન્યા હતાં. બીજી તરફ આસીમ રિયાઝ બીજા નંબરે હતાં. શો માં શહનાઝ ગિલ, પારસ છાબડા અને માહિર શર્મા ની વચ્ચેની કેમેસ્ટ્રી ને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
સલમાન ખાનનાં કામની વાત કરવામાં આવે તો તેઓ ખૂબ જલ્દી “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ હીરો” ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે દિશા પટણી અને રણદીપ હુડા લીડ રોલમાં હશે. આ ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલા ઈદ પર રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે રિલીઝને ટાળી દેવામાં આવી હવે તે દિવાળી પર રિલીઝ થઈ શકે છે.