આલ્કોહોલ પીતા ની સાથે જ લોકો અંગ્રેજી શા માટે બોલવા લાગે છે? જાણો તેની પાછળનું કારણ

શરાબનો નશો એવો નશો હોય છે કે મોટા – મોટા સેલિબ્રિટી પણ રસ્તા પર આવીને અજીબોગરીબ હરકતો કરવા લાગે છે. પછી સામાન્ય વ્યક્તિની તો વાત જ અલગ છે. જોવામાં આવે છે કે નશાની હાલતમાં વ્યક્તિ એટલો ડુબી ગયો હોય છે કે ક્યારેક ક્યારેક રસ્તાની વચ્ચે ડાન્સ પણ કરવા લાગે છે, તો અમુક લોકો એના મોઢામાંથી ધડધડ અંગ્રેજી નાં શબ્દો બહાર નીકળવાના શરૂ થઈ જાય છે. આ દરમિયાન તેઓ દરેક સવાલનો જવાબ પણ અંગ્રેજીમાં આપવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે નશાની હાલતમાં તેઓ આવું શા માટે કરે છે? હકીકતમાં આ હરકત પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે, જે તમારા આ સવાલનો જવાબ આપી શકે છે.

શામાં વધી જાય છે કોન્ફિડન્સ

જર્નલ ઓફ સાઇકોફાર્માકોલોજી માં છપાયેલા એક રિસર્ચ અનુસાર આલ્કોહોલનાં અમુક ઘુંટ અંદર લેતાની સાથે જ કોન્ફિડન્સ વધી જાય છે અને આ દરમિયાન લોકો કોન્ફિડન્ટ બનીને અંગ્રેજી ભાષામાં વાત કરવા લાગે છે, જેને તેઓ નોર્મલ સમયમાં બોલવાથી અચકાતા હોય છે.

પર્સનાલિટી માં આવે છે બદલાવ

કરવામાં આવેલ રિસર્ચમાં તે વાત સામે આવી છે કે શરાબનું સેવન કર્યા બાદ લોકોની યાદશક્તિ અને એકાગ્રતા પર અસર પડે છે. આ દરમ્યાન અમુક લોકોને પર્સનાલિટી બિલકુલ બદલાઈ જાય છે અને તેમનો કોન્ફિડેંસ ખુબ જ ઝડપથી વધવા લાગે છે. આવું થતાની સાથે જ તેઓ તે ચીજો પર ફોકસ કરવા લાગે છે, જેને તેઓ સભાન અવસ્થા દરમિયાન કરવાથી અચકાતા હોય છે.

બીજા શબ્દોમાં કહેવામાં આવે તો અમુક લોકો તે કામ પણ કરી શકે છે, જે સામાન્ય રહેવા પર કરી શકતા નથી. જેમ કે ડાન્સ કરવો અને ગીત ગાવું. તેઓ શરાબ પીને કોન્ફિડેંસ માં આવીને ખુબ જ ઝુમે છે. આવા લોકો મસ્ત લાઈફ જીવવામાં વિશ્વાસ રાખે છે. વળી શરાબ પીવી સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તમે પોતાનો કોન્ફિડેંસ કોઈપણ ની મદદ વગર જાતે વધારી શકો છો.