પતિ પત્નીના સંબંધોમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થવા પર સંબંધોમાં તિરાડ આવી જાય છે. પરંતુ એક પત્નીએ પોતે પોતાના પતિની ખુશી માટે રિલેશનશિપમાં બીજી મહિલાને લઈને આવેલી છે. સોશિયલ મીડિયા પર આ પત્નીની કહાની હાલમાં ખુબ જ ચર્ચામાં છવાયેલી છે. તેણે જાહેરાત આપીને પતિ માટે “૩ ગર્લફ્રેન્ડ” શોધવાનું એલાન કર્યું છે. હાલમાં તેણે “એક ગર્લફ્રેન્ડ” ની ભરતી કરી લીધી છે અને ૨ પોસ્ટ હજી ખાલી છે.
૪૪ વર્ષની પત્થીમા એ જાહેરાત આપીને ઘોષણા કરી હતી કે તેણે એવી મહિલાઓની તલાશ છે, જે તેના પતિને ખુશ રાખી શકે અને તેના કામમાં તેની મદદ કરી શકે. તેના બદલામાં ગર્લફ્રેન્ડને ૩૨ હજાર રૂપિયા પ્રતિ મહિનાની સેલરી આપવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર પત્થીમા એ આ વિશે ટિકટોક પર વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે. આ પહેલા પોતાના વીડિયોમાં પત્થીમા એ કહ્યું હતું કે તેને ત્રણ મહિલાઓની તલાશ છે, જે તેના પતિ બાળકો અને ઘરની દેખભાળ કરી શકે.
પત્થીમા એ કહ્યું હતું કે એપ્લાય કરી રહેલી મહિલાઓનો એચઆઇવી ટેસ્ટ જરૂરી હશે. તેની ઉંમર ૩૦-૩૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેની પાસે હાઈસ્કુલ અથવા સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. મહિલાઓનું રહેવું તથા ખાવું પીવું ફ્રી હશે. પત્થીમા ની આજીબોગરીબ “જોબ” ઓફર કરવા વાળો વિડિયો થાઈ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પત્થીમા નું કહેવું છે કે તે ડિપ્રેશન સામે લડી રહી છે અને પતિને ખુશ રાખી શકતી નથી. વીડિયોમાં પત્થીમા કહે છે કે તેના પરિવારમાં હવે પતિની સાથે “નાની પત્ની” પણ સામેલ થઈ ચુકી છે. અમે એક સાથે એક જ ઘરમાં રહીશું, સાથે ભોજન કરીશું અને એકબીજાની દેખભાળ રાખીશું. પત્થીમા આગળ જણાવે છે કે હું ગેરંટી આપું છું કે અમારી વચ્ચે કોઈ લડાઈ નહીં થાય. હું મારા પતિને પસંદગી કરવાની આઝાદી આપું છું કે તે કોની સાથે સુવા અને રહેવા માંગે છે.
પત્થીમા એ દાવો કર્યો હતો કે તે પોતાના પતિ માટે બીજી મહિલાઓને કામ ઉપર રાખવા વિશે ગંભીર છે. તેણે જણાવ્યું હતું કે તે એક હેલ્થ પ્રોબ્લેમ માંથી પસાર થઈ રહી છે. તેણે દરરોજ ઊંઘની ગોળીઓ લેવી પડે છે અને જલ્દી સુઈ જવું પડે છે. તે પોતાના પતિની દેખભાળ એક સામાન્ય પત્નીની જેમ કરી શકતી નથી. જો કે સોશિયલ મીડિયા પર ઘણા યુઝરે તેને પબ્લિસિટી સ્ટંટ જણાવ્યું હતું. વળી અમુક યુઝર આઅ વિડીયો મનોરંજન માટે પણ બનાવ્યો હોય એવું કહી રહ્યા છે. પરંતુ પત્થીમા તેને ગંભીર મેટર જણાવી રહી છે.