ભગવાન શ્રીકૃષ્ણએ પોતે કહ્યું છે કે દરરોજ રાતે સુતા પહેલા આ ૨ શબ્દો બોલવાથી ગરીબીનો નાશ થાય છે

Posted by

સૃષ્ટિમાં અમુક એવી ચીજો છે જેના માટે કોઈ ઉપાય કરવાની જરૂરિયાત હોતી નથી. માનવ જીવન ઈશ્વર દ્વારા આપવામાં આવેલ છે અને ઈશ્વરની કૃપાથી વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવવા આવે છે. વળી ક્યારેક ક્યારેક આપણે પોતાના જીવનમાં અમુક દિવ્ય શક્તિઓનો આભાસ કરી શકીએ છીએ. જે આપણને આપણા લક્ષ્ય તથા આપણી મનોકામનાઓ પુરી કરવામાં મદદ કરે છે. આપણા ઘરમાં ઘણી વસ્તુઓ હોય છે જેના હોવા માત્રથી જ દરેક વ્યક્તિની મનોકામના પુરી થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાચા મન અને શ્રદ્ધાથી કરવામાં આવેલ દરેક કાર્ય પુર્ણ થાય છે. આજે અમે તમને અમુક એવા શબ્દ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને રાત્રે સુતા પહેલા બોલવામાં આવે તો વ્યક્તિનો કિસ્મત ચમકી જાય છે અને ઘરમાં પૈસાની તંગી પણ ખતમ થઈ જાય છે અને આખું વરસ પૈસાનો વરસાદ વરસવા લાગે છે.

Advertisement

હિન્દુ ધર્મમાં વૈદિક મંત્રોનું વિશેષ મહત્વ છે અને કહેવામાં આવે છે કે મંત્રોના ઉચ્ચારણમાં ખુબ જ શક્તિ હોય છે. મંત્ર જાપ કરવાથી મનુષ્યના મનને ફક્ત શાંતિ મળતી નથી, પરંતુ ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. આજકાલ ભાગદોડ ભરેલા જીવનમાં મનુષ્ય યોગ્ય રીતે ઊંઘ પણ લઈ શકતો નથી. તેવામાં જો રાત્રે સુતા સમયે અમુક મંત્રોનો જાપ કરવામાં આવે તો તેનાથી ઘણો લાભ મળે છે.

કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણ નાં નામનો મંત્ર જાપ કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દુર થઈ જાય છે. કહેવામાં આવે છે કે આ એક નામમાં સંપુર્ણ બ્રહ્માંડ સમાયેલું છે અને આ મંત્રનો દરરોજ ૧૦૮ વખત જાપ કરવાથી તમારી બધી જ મનોકામના પુર્ણ થાય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ને વિષ્ણુજીના આઠમાં અવતાર માનવામાં આવે છે, એટલા માટે તેમના નામના સ્મરણ માત્રથી જ લોકોના દુઃખ દુર થઈ જાય છે.

વળી જે વ્યક્તિને ધન સંબંધિત પરેશાની હોય તો આ મંત્રના જાપથી તમારી બધી જ ધન સંબંધી સમસ્યા સમાપ્ત થઈ જશે અને તમને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. મંત્ર આ પ્રકારે છે – ગોવલ્લભા સ્વાહા”. માત્ર બે શબ્દોનો આ મંત્ર તમને અપાર ધનની પ્રાપ્તિ કરાવી શકે છે. ધ્યાન રાખો કે મંત્રનો જાપ કરતાં સમયે તમારે ખોટા શબ્દોનું ઉચ્ચારણ કરવું નહીં. ઉચ્ચારણના સમયે એક પણ અક્ષર ખોટી રીતે વાંચવાથી તમને લાભ મળશે નહીં. આ મંત્રને તમે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ બોલી શકો છો. મંત્રને સિદ્ધ કરવા માટે તમારે ઓછામાં ઓછું સવા લાખ વખત ઉચ્ચારણ કરવું.

જો તમે રાત્રે સારી અને શાંતિ ભરેલી ઊંઘ લેવા માંગો છો તો સુતા પહેલા હર હર મુકુન્દે” મંત્રનો જાપ અવશ્ય કરો. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યની અંદર ઉત્પન્ન થઈ રહેલ બધા જ ડર દુર થઈ જાય છે અને દિમાગ શાંત થાય છે. જેના લીધે ઊંઘ સારી આવે છે જે વ્યક્તિને આખો દિવસ મહેનત કર્યા બાદ પણ રાત્રે ઊંઘ નથી આવતી અથવા તો અનિંદ્રાને સમસ્યા છે, તેમણે “શાબર મંત્ર” નો જાપ કરવો જોઈએ. તેનાથી અનિદ્રાની સમસ્યા દુર થાય છે.

જો કોઈ વ્યક્તિને રાત્રે સુતા સમયે ખરાબ સપના આવવાને લીધે વચ્ચે ઊંઘ ઊડી જાય છે તો સુતા પહેલા ૐ સા તા ના મા મંત્રનો જાપ કરવો જોઈએ. તે એક આધ્યાત્મિક મંત્ર છે અને તેનો જાપ કરવાથી દિમાગની અંદરની નસોને આરામ મળે છે. ભગવાન ગણેશજીને વિધ્નહર્તા કહેવામાં આવે છે અને માન્યતા છે કે તેઓ પોતાના ભક્તોના બધા જ વિધ્ન દુર કરે છે. જો તમે પણ રાત્રે સુતા પહેલા ગન ગણપતયે નમઃ” મંત્રનો જાપ કરશો તો તમારી બધી જ સમસ્યા દુર થશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.