LPG સિલેન્ડરની નીચે કાણું શા માટે હોય છે? સિલેન્ડર લાલ રંગનાં જ શા માટે હોય છે? જાણો બધા જવાબ

લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડર અને લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળી જશે. દરેક ઘરમાં તેની ખુબ જ ડિમાન્ડ હોય છે. ભોજન બનાવવા માટે મોટાભાગનાં લોકો એલપીજી સિલિન્ડર નો ઉપયોગ કરે છે. તેના વગર કિચનનું કામ ચાલી શકતું નથી. વળી હવે તો ગેસની પાઈપલાઈન પણ આવી ચુકી છે, પરંતુ તે દરેક જગ્યાએ હોતી નથી. તેવામાં આજે પણ એલપીજી સિલિન્ડર ભોજન બનાવવા માટે સૌથી મહત્વની ચીજ માનવામાં આવે છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની સુવિધાને કારણે તેનો ઉપયોગ કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ કરી શકાય છે. તમે તેને ઘણા મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો.

વળી માર્કેટમાં ઘણી કંપનીઓનાં એલપીજી સિલિન્ડર જોવા મળી આવે છે, પરંતુ વાત જ્યારે તેમના રંગ, રૂપ અને બનાવટની આવે છે, તો તે લગભગ એક જેવા હોય છે. એલપીજી સિલિન્ડર ની ડિઝાઇન એક જેવી હોવા પાછળનું એક ખાસ કારણ પણ છે. શું તમે જાણો છો કે બધા જ ગેસ સિલિન્ડરનો રંગ લાલ શા માટે હોય છે. આ સિલિન્ડરનાં આકાર સિલેંદ્રિકલ ખાસ હોય છે? ગેસ માંથી દુર્ગંધ શા માટે આવે છે? આ સિલિન્ડરની નીચે વાળી પટ્ટીમાં કાણા શા માટે બનાવેલા હોય છે? આજે અમે તમને આ બધા સવાલોના જવાબ આપવાના છીએ.

એલપીજી સિલિન્ડર લાલ શા માટે હોય છે?

તમે ધ્યાન આપ્યું હશે કે બધા ગેસ સિલિન્ડર નો રંગ લાલ હોય છે. તેનું કારણ છે કે આ લાલ રંગ દુરથી પણ દેખાય છે તેનાથી તેના ટ્રાન્સપોર્ટેશન માં સરળતા રહે છે.

તેનો આકાર સિલેંદ્રિકલ શા માટે હોય છે?

એલપીજી સિલિન્ડર હોય કે અન્ય કોઈ તેલ અથવા ગેસનો ટ્રાન્સપોર્ટ કરવાવાળા ટેન્કર આ બધાનો આકાર સિલેંદ્રિકલ રાખવામાં આવે છે. હકીકતમાં આવું કરવાનું કારણ વૈજ્ઞાનિક છે. સિલેંદ્રિકલ આકારમાં ગેસ અને તેલ સામાન્ય માત્રામાં ફેલાય છે. જેના કારણે આ આકારમાં તેને સ્ટોર કરવા સુરક્ષિત હોય છે.

ગેસ માંથી દુર્ગંધ શા માટે આવે છે?

શું તમે જાણો છો કે એલપીજી ગેસની પોતાની કોઈ સ્મેલ હોતી નથી. જ્યારે તે સિલિન્ડરમાં ભરવામાં આવે છે તો તેની સાથે Ethyl Mercaptan નામનો એક અન્ય ગેસ પણ ભરવામાં આવે છે. તેમાં જો કોઇ જગ્યાએથી લીક થાય છે, તો તમને તેની દુર્ગંધ ઉપરથી જાણ થઈ જાય છે. જેનાથી દુર્ઘટના થી બચી શકાય છે.

સિલિન્ડરની નીચે કાણા શા માટે હોય છે?

તમે ધ્યાન આપ્યું હશે કે દરેક સિલિન્ડરની નીચે અમુક કાણા બનાવેલા હોય છે. આ કાણાં તે જગ્યાએ હોય છે જ્યાં સિલિન્ડરનો સમગ્ર ભાર હોય છે. આ કાણાં કોઈ ફેશનને કારણે નહીં પરંતુ તેની પાછળ પણ એક વિજ્ઞાન છૂપાયેલું છે. હકીકતમાં ઘણી વખત ગેસ સિલિન્ડરનું તાપમાન ઓછું વધતું રહેતું હોય છે. તેને કંટ્રોલમાં રાખવા માટે આ કાણાં બનાવે છે. આ કાણામાંથી હવા અવર-જવર કરતી રહે છે તો તાપમાન કંટ્રોલમાં રહે છે. વળી આ કાણા સિલિન્ડરને પણ સપાટીની ગરમી થી બચાવે છે, જેના લીધે કોઈ એક્સિડન્ટ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. બસ એજ કારણ છે કે ગેસ સિલિન્ડરમાં નીચે તરફ કાણા બનાવવામાં આવે છે.