માં બની ગયા બાદ આ ભુલોને કારણે સ્ત્રીઓનું વજન વધવા લાગે છે, અત્યારથી થઈ જાઓ સાવધાન

તમે ઘણી વખત લોકોની વાત પર ધ્યાન આપ્યું હશે કે જ્યારે કોઈ યુવતી માં બને છે, તો તે દરમ્યાન તેના વજનમાં ખૂબ જ વધારો થઈ જતો હોય છે. વજનમાં ખૂબ જ વધારો થઈ જવાને કારણે યુવતીઓ પોતાનું વજન ઓછું કરવા માંગે છે. વજન ઓછું કરવાની ઇચ્છામાં યુવતીઓ ઘણો પરિશ્રમ પણ કરતી હોય છે. તેમ છતાં પણ તેમના વજનમાં કોઇ ઘટાડો થતો નથી. જેના કારણે તેઓ ખૂબ જ ચિંતિત રહેવા લાગે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે યુવતીઓ પ્રેગ્નન્સી દરમિયાન અમુક એવી ભૂલો હંમેશા કરતી હોય છે જેના કારણે તેમના વજનમાં ખૂબ જ વધારો થઈ જતો હોય છે.

આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી યુવતીઓ દ્વારા કરવામાં આવતી તે ભુલો વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કે યુવતીઓ દ્વારા પ્રેગ્નન્સી દરમિયાન કઇ ભૂલો કરવામાં આવે છે, જેના કારણે તેમનું વજન વધી જાય છે.

ખાણીપીણીમાં વધારો

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની ખાણીપીણી ખૂબ જ વધારો થઈ જતો હોય છે. ખાણીપીણીની માત્રામાં વધારો થવાનું કારણ તેમની સાથે સાથે તેમના બાળકના પોષણનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તમને જણાવી દઈએ કે મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય દિવસો કરતા વધારે માત્રામાં કેલરી લેતી હોય છે, જેના કારણે તેમનું વજન ઘણું બધું વધી જતું હોય છે.

વધારે ઊંઘ લેવી

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ સૌથી વધારે માત્રામાં પોષક આહાર લેતી હોય છે, પરંતુ બીજી તરફ મહિલાઓ સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે ઊંઘ પણ લે છે અને શારીરિક ક્રિયાઓ પણ ઓછી કરે છે. જેના કારણે તેમના વજનમાં ખૂબ જ વધારો થઈ જાય છે.

તણાવપૂર્ણ સ્થિતિ

ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન અલગ-અલગ પ્રકારના બદલાવ માંથી પસાર થતી હોય છે. અલગ અલગ પ્રકારના બદલાવ હોવાને કારણે તે દરમિયાન ઘણી વખત તણાવની સ્થિતિમાંથી પણ પસાર થવું પડે છે. અત્યાર સુધીમાં કરવામાં આવેલ બધા અધ્યયનમાં તે વાત સાબિત થઈ ચૂકી છે કે જ્યારે કોઈ વ્યક્તિ તણાવમાં રહે છે તો એવામાં તેના વજનમાં વધારો થવાની શરૂઆત થઇ જાય છે. આ પણ એક કારણ છે કે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા દરમિયાન ઘણો વધી જતું હોય છે

ચાલવાનું બંધ થઈ જાય છે

પ્રેગ્નન્સી દરમિયાન અથવા ત્યારબાદ અમુક દિવસો બાદ સુધી મહિલાઓનું ચાલવાનું બંધ થઈ જતું હોય છે, જેના કારણે પણ તેમના શરીરમાં ચરબીની માત્રા વધવા લાગે છે અને વજનમાં ધીરે ધીરે વધારો થવાની શરૂઆત થાય છે. તે દરમિયાન એક સમય એવો પણ આવે છે જ્યારે મહિલાઓ પોતાના વજનને કારણે ચાલી શકવામાં અસમર્થ થવા લાગે છે.

હાઇપોથાઈરૉઈડ

જાણકારોનું માનવામાં આવે તો હાઇપોથાઈરૉઈડને કારણે ગર્ભવતી મહિલાઓને સ્થૂળતાની સમસ્યા થવા લાગે છે. તેની સાથે સાથે પ્રેગ્નન્સી દરમિયાન તેમને ઘણા પ્રકારની દવાઓનું સેવન કરવું પડે છે. દવાઓનું સેવન કરવાની લીધે તે દવાઓની સીધી અસર મહિલાઓના શરીર પર પડે છે. આ પણ એક કારણ છે કે મહિલાઓનું વજન પ્રેગનેન્સી બાદ ખૂબ જ વધવા લાગે છે અને તેના કારણે મહિલાઓને ઘણી બધી પરેશાનિઓ માંથી પસાર થવું પડે છે.