સમગ્ર દેશમાં હાલના દિવસોમાં દુર્ગા માતાજીની ભક્તિમાં લોકો લીન થઈ ગયા છે. નવરાત્રીના પાવન પર્વ પર દરેક લોકો માતાજીને પ્રસન્ન કરવામાં જોડાયેલા છે. આ દરમિયાન લોકોના ઘરમાં માતાજીની મુર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. આ વર્ષે કોરોના ગાઇડલાઇન અને અન્ય નિયમો અનુસાર માતાજીની પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી સામગ્રીની મુર્તિઓ બનાવવા ઉપર પ્રતિબંધ છે. તેવામાં મુર્તિ કલાકાર પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની આકર્ષક પ્રતિમાઓ બનાવેલ છે. આવી જ એક આકર્ષક અને અનોખી પ્રતિમા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલ છે.
હકીકતમાં સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં દુર્ગા માતાજીની હસતી એક પ્રતિમા ખુબ જ વાયરલ થઇ રહી છે. આ પ્રતિમા એટલે આકર્ષક છે કે દેખાવમાં બિલકુલ સજીવન દેખાય છે. તેને જોઇને એવું લાગે છે કે જાણે સાક્ષાત માતાજી ધરતી પર આવી ગયા છે અને ખુબ જ સરસ હાસ્ય આપી રહેલ છે. દુર્ગા માતાજીની આ શાનદાર મુર્તિ મધ્યપ્રદેશનાં છિંદવાડા જિલ્લાથી ૨૨ કિલોમીટર દુર સિંગોડી ગામમાં સ્થાપિત કરવામાં આવેલ છે. અહીંયા રહેનાર એક મુર્તિકાર પવન પ્રજાપતિએ તેને બનાવેલ છે. લોકો પવનની આ કલાકૃતિ અને આવડતની પ્રશંસા કરીને થાકતા નથી.
માતાજીની આ મુર્તિ એટલી સજીવ અને આકર્ષિત છે કે તેના દર્શન ફક્ત છિંદવાડાનાં લોકો જ નહીં, પરંતુ આડોશ-પાડોશનાં જિલ્લાનાં લોકો પણ આવીને કરી રહ્યા છે. આ મુર્તિને જોયા બાદ લોકો મુર્તિકાર પવનને મળે છે અને તેના આવડતની પ્રશંસા કરે છે. પવનને માતાજીની હસી રહેલી મુર્તિ બનાવવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
તેણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં લોકોએ પોતાના પરિવારજનો ખોવાયેલા છે. લગભગ દરેક ગામમાં કોઇને કોઇ પરિવારનાં સદસ્ય અથવા ઓળખનાર વ્યક્તિ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. તેવામાં દરેક જગ્યાએ દુઃખ અને ઉદાસી છવાયેલી હતી. આવા લોકોના ચહેરા પર ખુશી લાવવા માટે મેં માતાજીનાં ચહેરા પર હાસ્ય વાળી મુર્તિ બનાવી છે.
પવન કહે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ માતાજીના મનમોહક હસતા ચહેરાને જુએ છે તો તે પોતાનું દુઃખ ભુલી જાય છે. તે માતાજીને જોઈને પોતાના દુઃખ ભુલી જાય છે અને જીવનમાં આગળ વધવા લાગે છે. મારી માતાજીને એવી વિનંતી છે કે દરેક વ્યક્તિનો ચહેરો આવી રીતે હસતો રહે. મે આ ઉદ્દેશ્યથી આ મુર્તિ બનાવી છે.
પવનને આ મનમોહક અને સજીવ મુર્તિને બનાવવા માટે ફક્ત માટીનો ઉપયોગ કર્યો છે. જેના કારણે મુર્તિ માં હજુ સુધી કોઈ ક્રેક આવેલ નથી. તે જણાવે છે કે મેં પ્લાસ્ટર ઓફ પેરિસ સહિત ઘણી એવી સામગ્રીઓનો ઉપયોગ નથી કર્યો, જે માતાજીની મુર્તિ બનાવવા માટે પ્રતિબંધિત છે. મતલબ કે આ મુર્તિ પર્યાવરણ માટે પણ લાભકારી છે. વળી તમને લોકોને માતાજીની આ મુર્તિ કેવી લાગી તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને માતાજીનું નામ જરૂરથી લખશો.