માં લક્ષ્મીની આવી તસ્વીર અથવા મુર્તિ ઘરમાં લગાવવી જોઈએ નહીં, બધા પૈસા ખર્ચ થઈ જાય છે અને ઘરમાં ગરીબી આવે છે

માં લક્ષ્મીને શાસ્ત્રોમાં ધન, ઐશ્વર્ય, સુખ-સંપતિ વગેરેને દેવી કહેવામાં આવે છે. એ જ કારણ છે કે દરેક લોકો ઇચ્છતા હોય છે કે તેમની ઉપર માં લક્ષ્મીની હંમેશા કૃપા વરસતી રહે. કારણ કે જે વ્યક્તિના જીવનમાં માં લક્ષ્મીની કૃપા હોતી નથી, તેના જીવનમાં ધન સંપત્તિની હંમેશા કમી રહે છે. પરંતુ ઘણી વખત વ્યક્તિ તેમને ખુશ કરવાના ચક્કરમાં ઊલટા એવા કામ કરે છે જેના લીધે તેમના આશીર્વાદ નહીં પરંતુ તેમના ક્રોધનો સામનો કરવો પડે છે. જાણતા અજાણતા દરેક વ્યક્તિ અમુક એવી ભુલો કરી બેસે છે, જેનાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે અને આપણે બધા જાણીએ છીએ કે જો દેવી લક્ષ્મી કોઈ વ્યક્તિ ઉપર અપ્રસન્ન થાય છે, તો તેના જીવનમાં પૈસાની તંગી થવા લાગે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે ઘરમાં દેવી લક્ષ્મીની કેવી તસ્વીર લગાવવી જોઈએ.

ધનની દેવી માતા લક્ષ્મીની પ્રતિમા લગભગ દરેક ઘરમાં રાખવામાં આવેલી હોય છે. કારણ કે શાસ્ત્રો અનુસાર દરરોજ માં લક્ષ્મીની આરાધના કરવાથી ધન સંબંધી પરેશાની દુર રહે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં રાખવામાં આવેલી આ પ્રકારની માં લક્ષ્મીની પ્રતિમા અથવા મુર્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે એવી કઈ તસ્વીર અને પ્રતિમા છે જેને ઘરમાં રાખવી જોઈએ નહીં.

પુજા ઘરમાં માતા લક્ષ્મીની મુર્તિ જરૂર હોય છે, પરંતુ ઘણી વખત લોકો અજાણતામાં દેવી લક્ષ્મીની ઉભેલી અવસ્થામાં પ્રતિમા રાખી દેતા હોય છે, જેને બિલકુલ પણ રાખવી જોઈએ નહીં. માતા લક્ષ્મીના આ સ્વરૂપમાં કરવામાં આવતી પુજા નું ફળ ક્યારેય પણ મળતું નથી. પુરાણો અનુસાર દેવી લક્ષ્મી ચંચળ હોય છે, એટલા માટે ક્યારેય પણ તેમની ઉભેલી અવસ્થામાં મુર્તિ રાખવા પર તે સ્થાન પર તેઓ લાંબો સમય સુધી ટકતા નથી. હંમેશા ઘર પર માતા લક્ષ્મીની બેસેલી પ્રતિમા રાખવી જોઈએ.

તે સિવાય માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે અને ઘુવડ પણ ચંચળ સ્વભાવનું હોય છે. એટલા માટે દેવી લક્ષ્મીની મુર્તિ ક્યારેય પણ ઘુવડ ઉપર બેસેલી હોય તેવી અવસ્થામાં રાખવી જોઈએ નહીં. તો વળી મોટાભાગના ઘરમાં માતા લક્ષ્મીની મુર્તિ ભગવાન ગણેશજીની સાથે રાખેલી જોવા મળે છે. આ પ્રકારની મુર્તિ રાખવી પણ અયોગ્ય છે. હકીકતમાં માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે, એટલા માટે માતા લક્ષ્મીની મુર્તિની સાથે વિષ્ણુજીને રાખવા જોઈએ. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને ફક્ત દિવાળીના દિવસે એકસાથે રાખવા જોઈએ. દિવાળીના દિવસે ઘર પર સુખ-સમૃદ્ધિ લાવવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીનું એક સાથે પુજન કરવું જોઈએ.

માતા લક્ષ્મીની મુર્તિ ક્યારેય પણ દિવાલને અડાડીને રાખવી જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્રમાં તેને દોષ માનવામાં આવે છે. મુર્તિ અને દિવાલની વચ્ચે અંતર જાળવી રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પુજાઘર અને તેમાં રાખવામાં આવેલ દેવી-દેવતાઓની મુર્તિને યોગ્ય દિશામાં રાખવી ખુબ જ જરૂરી હોય છે. દેવી લક્ષ્મીની મુર્તિને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. ત્યારે જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો પોતાના પુજા ઘરમાં દેવી લક્ષ્મીની એક કરતાં વધારે મુર્તિ અથવા તસ્વીર રાખે છે, જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવેલ છે. જો તમારા ઘરના પુજા ઘરમાં પણ માતા લક્ષ્મીની તસ્વીર રાખવા માંગો છો, તો આ વાતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ.