માં લક્ષ્મીજી ને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉપર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ હોય તો તે વ્યક્તિના જીવન સાથે જોડાયેલી ધન સંબંધિત પરેશાનીઓ દુર થઈ જાય છે અને વ્યક્તિને માં લક્ષ્મીજીની કૃપા થી જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. હાલના સમયમાં દરેક લોકો માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગે છે, જેના લીધે તેઓ લક્ષ્મીજીની પુજા-અર્ચના અને તેમની સાથે જોડાયેલા ઘણા ઉપાય અપનાવે છે. પરંતુ મોટા ભાગે જોવામાં આવે છે કે અઢળક કોશિશો કરવા છતાં પણ વ્યક્તિને માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ શકતું નથી.
એવી માન્યતા છે કે વર્ષમાં અમુક દિવસ ખુબ જ ખાસ હોય છે, જેમાં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે સૌથી વિશેષ માનવામાં આવે છે. તેમાંથી એક શરદ પુનમ પણ સામેલ છે. શાસ્ત્રો અનુસાર સમુદ્રમંથન દરમિયાન દેવી લક્ષ્મીજી આ દિવસે પ્રગટ થયા હતા. અમુક સ્થાન પર શરદ પુનમને કોજાગીરી પુનમ પણ કહેવામાં આવે છે. આ દિવસે ધનની દેવી માં લક્ષ્મીજીની પુજા કરવા અને તેમને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવેલ છે. તેની સાથે જ આ દિવસે અમુક કાર્ય કરવાની મનાઈ હોય છે. આ વર્ષે ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧નાં રોજ શરદ પુનમ આવી રહેલ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી શરદ પુનમનાં દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
શરદ પુનમનાં દિવસે આ કામ કરવા જોઇએ નહીં
- શરદ પુનમનાં દિવસે તમારે ભુલ થી પણ નોનવેજ અને શરાબનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે આવી ચીજોનું સેવન કરે છે, તેના જીવનમાં આર્થિક સંકટ ઉત્પન્ન થાય છે.
- દરેક વ્યક્તિ પોતાના જીવનને ખુશહાલ બનાવવાની કોશિશ કરે છે. વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પણ ધન સાથે જોડાયેલી પરેશાનીઓ ઉત્પન્ન થાય નહીં, એટલા માટે તમારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શરદ પુનમનાં દિવસે તમારે પૈસાની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં. કારણ કે તેનાથી ધન હાનિ થવાની સંભાવના રહે છે.
- શરદ પુનમનાં દિવસે પતિ પત્નીએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો, નહીંતર દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે.
- જો તમે પોતાના ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો તેના માટે શરદ પુનમનાં દિવસે પરિણીત મહિલાઓને ભોજન કરવું જોઇએ. તેની સાથે જ તેમને કોઈ ભેટ આપવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ નું આગમન થશે.
- શરદ પુનમનાં દિવસે સુર્યાસ્ત પહેલા તમારે દાન-દક્ષિણા કરવી જોઈએ. સુર્યાસ્ત બાદ જો કોઈ વ્યક્તિને દાન આપવામાં આવે છે તો તેના લીધે તેના જીવનમાં ગરીબી આવવા લાગે છે.
- શરદ પુનમનાં દિવસે જો શક્ય હોય તો રસોડામાં તવો ચડાવવો નહિ એટલે કે આ દિવસે તળેલી ચીજોનું સેવન કરવું નહીં.
- શરદ પુનમનાં દિવસે મહિલાઓએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સુર્યાસ્ત બાદ વાળમાં કાંગસો લગાવવો નહીં. આવું કરવું અશુભ માનવામાં આવેલ છે.