માં લક્ષ્મી રાતોરાત કરી દેશે માલામાલ, આજથી જ શરૂ કરી દો આ સરળ ઉપાય

ધર્મશાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુના વિવાહ બ્રહ્માનાં પુત્ર ભૃગુ ની પુત્રી લક્ષ્મી સાથે થયા હતા. ભગવાન વિષ્ણુ પાલનહાર દેવતા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાવાળા દેવ કહેવામાં આવે છે. વળી દેવી માતા લક્ષ્મી ધન ને સૌભાગ્યની દેવી કહેવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ ઉપર દેવી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે, તે વ્યક્તિ ધનવાન બની જાય છે. એટલા માટે દરેક લોકો કોઇને કોઇ ઉપાય કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને તેના આશીર્વાદ તથા કૃપા પ્રાપ્ત કરવા માંગે છે. તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક ઉપાય સુચવવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને અન્ન, ધન અને વસ્ત્ર ની કમી રહેતી નથી. વ્યક્તિના જીવનમાં રહેલા બધા જ કષ્ટ દુર થઈ જાય છે.

માં લક્ષ્મી દેવી નાં ઉપાય

શુક્રવારનાં દિવસે વ્રત રાખીને માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પુજા કરવી જોઈએ. ઘરના મંદિરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા ની સામે ૧૧ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ ૧૧ કન્યાઓને ભોજન કરાવવું જોઈએ. શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુ નો અભિષેક કરો, તેનાથી માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. દર શુક્રવારે મંદિરમાં જઈને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને લાલ રંગના ફુલ અર્પિત કરો.

દરરોજ સવારે ઉઠીને સ્નાન વગેરે કર્યા બાદ તાંબાના લોટાથી તુલસીને જળ અર્પિત કરો અને તુલસીના અમુક પાનને લોટામાં નાખીને પુજા કરો. હવે આ જળને ઘરના પ્રત્યેક સ્થાન ઉપર છંટકાવ કરો. તેનાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ નું આગમન થાય છે.

શુક્રવારે પુજા કર્યા બાદ તુલસી પર જળ ચડાવતા સમયે ભગવાન વિષ્ણુના “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નો જાપ જરૂરથી કરો. દરરોજ સવાર, સાંજ સ્નાન અને પુજા કરીને ઘરના પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો. માન્યતા છે કે તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.