માં લક્ષ્મીજી ને પ્રિય હોય છે આ ૧૦ આદતો વાળી મહિલાઓ, આવી મહિલાઓ કહેવાય છે ભાગ્યવાન

Posted by

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જો તમે જીવનમાં પૈસા થી સંપન્ન રહેવા ઇચ્છો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીનો આશીર્વાદ હોવો આવશ્યક છે. જોકે માતા લક્ષ્મી માત્ર એજ લોકોની મનોકામના પુર્ણ કરે છે, જેમની અંદર કંઈક ખાસ આદતો હોય છે. ખાસ કરીને મહિલાઓ આ આદતો કે નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. જો મહિલાઓ તેને અપનાવે છે તો તેમની ઉપર માતાની કૃપા દ્રષ્ટિ હંમેશા જલવાઇ રહે છે.

સવાર અને સાંજ નિયમિત રૂપથી ઘરની પુજા પાઠ કરવા વાળી મહિલાઓને માતા લક્ષ્મી પસંદ કરે છે. આ મહિલાઓમાં બીજી સ્ત્રીની તુલનામાં વધારે પોઝિટિવિટી જોવા મળે છે. નિયમિત પુજા અને આરાધના કરવાથી આ મહિલાઓનું મન બીજા થી વધારે શુદ્ધ હોય છે.

શુક્રવારનાં દિવસે માતા લક્ષ્મી નામનું વ્રત રાખવાની મહિલાની ઉપર માતાજીનાં આશીર્વાદ હંમેશા બની રહે છે. આ મહિલા માત્ર માતા માટે પોતાની ભુખનો ત્યાગ કરે છે. તેમનું આ બલિદાન જોઈ માતા પ્રસન્ન થાય છે.

ઘરની બાળ કન્યાને પ્રેમથી રાખવાવાળી મહિલાઓથી પણ માતા લક્ષ્મી ખુશ રહે છે. કહેવાય છે કે બાળ કન્યાઓ સ્વયં માતા લક્ષ્મીનું જ રૂપ હોય છે. તેવામાં જો મહિલાઓ પોતાના ઘરની નાની બાળકીઓને પ્રેમથી રાખે છે અને તેમને બોજ નથી સમજતી તો માતા પ્રસન્ન થાય છે.

શુક્રવારે માતાના નામનો ઘીનો દીપક પ્રગટાવવાથી પણ માતાને ખુશી મળે છે. એટલા માટે જે મહિલાઓ એવું કરે છે તેમને માતાની મહિમા જોવાનો અવસર પ્રાપ્ત થાય છે. તે તેમની મનોકામના અવશ્ય પુર્ણ કરે છે.

જે મહિલાઓ શુક્રવારનાં દિવસે ઘરમાં નોનવેજ ખાતી નથી અને બનાવતી નથી, તેમને પણ લક્ષ્મીજીનો આશીર્વાદ વધારે મળે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. આ દિવસ એ બધાએ ઘરમાં માંસ, મચ્છી અને ઈંડાનું સેવન કરવાથી દુર રહેવું જોઈએ. જો તમે તેમને ખાવો છો તો માતાજી તમારા ઘરે નહી આવશે.

શુક્રવારનાં દિવસે દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આવું કરવાવાળી મહિલાઓની ઉપર માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતા રહે છે. આ દાન ધન, પૈસા કે વસ્ત્ર સહિત કોઇ પણ વસ્તુ નું હોઈ શકે છે.

મોટા વડીલનું સન્માન કરવા વાળી મહિલાઓ પણ માતા લક્ષ્મીને ગમે છે. તેનું આચરણ જોઈ માતા એટલી પ્રસન્ન થાય છે કે તેમને સારું સૌભાગ્ય કર્મ સ્વરૂપ આપે છે.

ઘરમાં બધા સદસ્યો ની કાળજી કરવાવાળી અને ઘરને ઉન્નતિ ની રાહ બતાવા વાળી મહિલાઓ પણ માતા લક્ષ્મીની પ્રિય હોય છે. એવી જગ્યાએ માતા ધનની કમી ક્યારેય નથી થવા દેતા નથી.

પરિવારને સાથે બાંધીને રાખવા વાળી મહિલાઓ સાથે પણ માતાને ખાસ લાગણી હોય છે. જો કોઇ મહિલા ફેમિલીમાં તિરાડ ઊભી કરે છે તો માતાજી તેના પર પોતાની કૃપા નથી બતાવતા.

માતાનો શૃંગાર કરવાવાળી અને તેમની ચંદનનો ટીકો લગાવીને પુજા પાઠ કરવા વાળી મહિલાઓથી પણ લક્ષ્મીજી ખુશ રહે છે.

હવે શું તમારી અંદર આ આદતો છે? જો નથી તો આજથી જ તેને અપનાવી લો અને માતાજી લક્ષ્મીની અસીમ કૃપાનો લાભ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *