માં નાં નિધન બાદ દીકરાને જાણવા મળ્યું ૨૪ વર્ષ જુની થાળીનું રહસ્ય, કહાની જાણીને લોકો પણ રડવા લાગે છે

Posted by

માં તો માં હોય છે… તેનો પ્રેમ અનમોલ છે. તે પોતાના બાળકોની રક્ષા માટે સિંહ સાથે પણ લડી જાય છે. એક માં જ હોય છે જે કોઈપણ સ્વાર્થ વગર આપણને પ્રેમ કરે છે. માં ની મમતા ને આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી, પરંતુ તેના અહેસાસ થી આંખોમાં પાણી જરૂરથી આવી જાય છે. સોશિયલ મીડિયા પર માં ની મમતા ની આવી જ એક સુંદર કહાની વાયરલ થઈ રહી છે, જેનાથી તમામ લોકો ઈમોશનલ બની ગયા છે.

Advertisement

હકીકતમાં એક માં ૨૪ વર્ષથી એક જ થાળીમાં ભોજન કરતી હતી. જ્યારે માં નાં નિધન બાદ તેના દીકરાને તેની પાછળનું રહસ્ય જાણવા મળ્યું તો તેની આંખોમાં પાણી આવી ગયા. તેણે દુનિયાની સાથે આ કહાની શેર કરી, જે હવે ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ ગઈ છે.

આ તસ્વીરને ટ્વિટર ઉપર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે, “આ અમ્મા ની થાળી છે. તેણે પાછલા બે દશક સુધી આ થાળીમાં ભોજન કરેલું છે. આ એક નાની પ્લેટ હતી, જેમાં તેઓ પોતાના સિવાય ફક્ત મને અને મારી ભત્રીજીને જ ભોજન કરવા માટે આપતી હતી. તેના નિધન બાદ મારી બહેન પાસેથી મને આ થાળી નું મહત્વ અને તેનું રહસ્ય જાણવા મળ્યું. હકીકતમાં આ થાળી મને સાતમાં ધોરણમાં એક પુરસ્કારના રૂપમાં મળેલી હતી.”

પોતાની બીજી ટવીટમાં વ્યક્તિ જણાવ્યું હતું કે, “આ વર્ષ ૧૯૯૯ ની વાત છે. તે સમયમાં હું સાતમાં ધોરણમાં હતો અને આ થાળી એક પ્રાઈઝમાં જીતેલી હતી. માં એ વીતેલા ૨૪ વર્ષમાં મારી આ જીતેલી પ્લેટમાં ભોજન કરેલું હતું. આ કેટલી પ્રેમાળ વાત છે અને હાં તેમણે મને ક્યારેય પણ જણાવ્યું પણ નહીં. માં હું તમને ખુબ જ મિસ કરું છું.

તે વ્યક્તિની પ્રોફાઈલ ઉપરથી જાણવા મળ્યું છે કે વિતેલા વર્ષે ૨૯ ડિસેમ્બરના રોજ તેની માતાનો સ્વર્ગવાસ થયેલો હતો. જણાવી દઈએ કે આ વ્યક્તિ ટ્વિટ કરીને ઇન્ટરનેટ ઉપર છવાઈ ગયો છે, જેને અત્યાર સુધીમાં લગભગ ૧૫ હજાર લાઈક અને ૧ હજારથી વધારે રીટ્વીટ મળી ચુક્યા છે.

આ કહાની એ સોશિયલ મીડિયા ની જનતાને ભાવુક કરી દીધી છે. તમામ યુઝર્સ તેની ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકોએ તો એવું પણ કહ્યું કે, “માં આવી જ હોય છે.” તો કોઈ વ્યક્તિએ લખ્યું કે, “માં નાં પ્રેમ આગળ બધા જ પ્રેમ ફિક્કા પડી જાય છે.” એક વ્યક્તિએ કહ્યું કે, “આવું ફક્ત એક માં જ કરી શકે છે.” વળી અમુક યુઝર પોતાની માં સાથે જ જોડાયેલી કહાનીઓ પણ શેર કરી રહ્યા હતા. આ સમગ્ર મામલામાં તમે શું કહેવા માંગો છો, તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.