માં પોજિટિવ, પિતા ક્વોરંટાઈન સેંટરમાં, જુઓ ચાર દિવસથી નવજાત બાળકની કોણ દેખભાળ કરી રહ્યું છે

Posted by

અજમેરના JLN હોસ્પિટલમાં શિશુ વિભાગમાં ૪ દિવસના નવજાત શિશુની જવાબદારી ત્યાં ફરજ બજાવતી નર્સોએ સંભાળી રાખી છે. હોસ્પીટલમાં થોડા દિવસ પહેલા પોઝિટિવ આવેલી મહિલાને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તે મહિલાના પતિને પણ કોરેન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. તેવામા નવજાતને ચિકિત્સકોએ એસએનસીયુઆઈ વોર્ડમાં શિફ્ટ કર્યું.

બાળકને માતાની જોડે નથી લઈ જઈ શકાતું, તેવા માતાની કમી પૂરી કરવા ત્યાં ફરજ બજાવતી નર્સો અનિતા હાડા, અનિતા બુંદેલ, લાજવંતી, પુષ્પા, સીમા, મુન્ની અને સરિતા એ નવજાત બાળકની સંભાળ રાખવાની જવાબદારી લીધી છે. પાંચ દિવસથી ત્યાંનો  સ્ટાફ તે નવજાત બાળકની સંભાળ રાખે છે. બાળકને તૈયાર કરવાનું હોય કે તેને દૂધ પીવડાવવાનું હોય તે દરેક જવાબદારી બધાએ નક્કી કરીને રાખી છે.

બાળક માટે ત્યાંના સ્ટાફ પોતાના સમયથી પહેલા આવે છે અને સમય પછી જાય છે. સેકન્ડ શિફ્ટ માં આવતો સ્ટાફ દર્દીઓનું લિસ્ટ તપાસ કરે છે, ત્યાં સુધી બીજી નર્સો તેની સંભાળ રાખે છે. અમુક નર્સ તો રાત્રે ફોન કરીને પણ તેના ખબર પૂછે છે. આ દિવસોમાં નવજાત બાળક પુરા યુનિટમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા ઘોડિયા ઘરમાં આવેલા બાળકની-સંભાળ અહીંના સ્ટાફે કરી હતી.

અત્યાર સુધી ૬૭૭૩ નાં રિપોર્ટ નેગેટિવ

અજમેરમાં ઘણા દિવસથી કોરોનાનાં આંકડા વધી રહ્યા હતા, તેથી ચિકિત્સા વિભાગે સ્ક્રિનિંગ ની ઝડપ વધારી દીધી છે. વળી ૮૪૮૮ લોકોના સેમ્પલ ની તપાસ કરવામાં આવી છે, જેમાં ૭૩૩૪ ના રિપોર્ટ વિભાગને મળી ચૂક્યા છે. જેમાં ૨૪૫ પોઝિટિવ અને ૬૭૭૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

JNL મા કોરોનાનાં ૧૨૪ એક્ટિવ દર્દી દાખલ છે

ગુરુવારે ૭ નવા પોઝિટિવ દર્દી આવવાની સાથે આંકડો ૨૪૫ સુધી પહોંચી ગયો છે, જ્યારે સીએમએચઓ ના આંકડા અનુસાર પોઝિટિવ ની સંખ્યા ૨૪૧ છે. વળી એક્ટિવ કેસ પણ અત્યારે ૧૨૧ છે. અત્યાર સુધી લેવામાં આવેલ સેમ્પલ નો આંકડો ૮૪૮૮ સુધી પહોંચી ગયો છે.

અત્યાર સુધીમાં ૧૧૯ દર્દીઓ સ્વસ્થ થયા

JLN હોસ્પિટલમાં Covid-19 નાં વોર્ડમાં દાખલ કોરોના વાયરસ દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો આવી રહ્યો છે. ૧૨ લોકોના ત્રણ વખત સેમ્પલ લેવામાં આવેલ છે. ત્રણેય વખત રિપોર્ટ નેગેટિવ આવવા પર તેમને બુધવારના ક્વોરંટાઈન સેન્ટરમાં મોકલી દેવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૧૧૯ દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે. કોરોના વોર્ડમાં ૨૯૪ દર્દી દાખલ છે. બુધવારે ૫૦૪ નવા સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *