માધુરી દીક્ષિતે જાહેરમાં અનિલ કપુરને કહ્યું I LOVE YOU, ઝુમી ઉઠયા એક્ટર, જુઓ વિડીયો

Posted by

નાના પડદા પર પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને-3 હાલનાં દિવસોમાં પોતાના કન્ટેસ્ટન્ટ પર્ફોમન્સ અને ગેસ્ટને લીધે ખુબ જ ચર્ચામાં રહેલ છે. દર સપ્તાહે આ શોમાં બોલીવુડનાં દિગ્ગજ સુપરસ્ટાર આવે છે અને મંચ પર ચાર ચાંદ લગાવતા જોવા મળી આવે છે. આ કડીમાં આ સપ્તાહમાં ડાન્સ દીવાને-૩ નાં મંચ પર બોલિવુડના જક્કાસ કિંગ અનિલ કપુર અને ડાયરેક્ટર રોહિત શેટ્ટી હાજરી આપશે. જ્યાં માધુરી દીક્ષિત જાહેરમાં અનિલ કપુરને “આઇ લવ યુ” કહેતી જોવા મળશે.

કલર્સ ટીવી નાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શો નાં એપિસોડનો એક પ્રોમો વિડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં અનિલ કુમાર સેટ પર પહોંચીને માધુરી દીક્ષિત નું નામ જોરજોરથી બોલતા નજર આવી રહ્યા છે. અનિલ કપુર નો અવાજ સાંભળીને માધુરી પણ મંચ પર આવી જાય છે અને આઇ લવ યુ ગીત ઉપર એક સાથે ડાન્સ કરે છે. ધ ગર્લ પાસેથી આઇ લવ યુ સાંભળીને અનિલ કપુર ઉત્સાહમાં આવી જાય છે અને સ્ટેજ પર કુદવા લાગે છે.

શો માં રોહિત શેટ્ટીની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી આવે છે. હકીકતમાં રોહિત ડાન્સ દીવાને-૩ માં પોતાના સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શો “ખતરોં કે ખિલાડી-૧૧” ને પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા, જે ૧૭ જુલાઈ થી 9:30 વાગ્યાથી સ્ટ્રીમ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

એટલું જ નહીં શો માં સુંદર ડીવા અને વેટરન એક્ટ્રેસ રેખા પણ હાજરી આપશે. હાલમાં જ રેખા સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ-૧૨ માં ધમાલ મચાવતા જોવા મળી આવી હતી અને હવે તે ડાન્સ દીવાને-૩ માં “આંખો કી મસ્તી” નો જાદુ બતાવી ને બધાને ઘાયલ કરતી નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *